દિવાળીના દિવસોમાં લોકો ફરવા નિક્ળી પડયા છે. તો લોકો લાખોની સંખ્યામાં લોકોની અવરજવર જોવા મળી રહી છે. તો અમરેલીના જિલ્લામાં આવેલ તુલસીશ્યામમાં લોકો ફરવા બહુ મોટી સંખ્યામાં જોવા મળ્યા છે. તો અનેક લોકો ફરવા માટે ધરની બહાર નીકળ્યા હતા. તો બે વર્ષથી કોરોના કાળના કારણે લોકો ખુલેઆમ ફરિ શક્તા ન હતા. તો આજ વખતે કોરોના ઓછો હોવાથી લોકોમાં ફરવાનો જવાના મૂડમાં હોય તેવું જોવા મળી રહ્યું હતું.
કયાં આવેલું છે આ મંદિર ( tempel )
ગીર જંગલ વચ્ચે આવેલા સુપ્રસિદ્ધ તુલસીશ્યામ તીર્થ ધામ આવેલું છે. સૌરાષ્ટ્રના મધ્યગીર વચ્ચે બિરાજમાન તુલસીશ્યામ મંદિર અને આસપાસ ગીર જંગલ વિસ્તારમાં તહેવારોમાં પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી રહી છે. ત્યારે હાલ દિવાળી તહેવારને લઈ તુલસીશ્યામ મંદિરમાં યાત્રાળુઓની ભારે ભીડ જોવા મળી છે. સૌરાષ્ટ્ર ઉપરાંત, ઉત્તર ગુજરાત, દક્ષીણ ગુજરાત સહિત અલગ-અલગ રાજ્યો અને વિસ્તારમાંથી પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે. આજે ભાઈબીજના દિવસે ભાવિકોની સંખ્યા વધી છે. તો સાથે જ લોકોની ભીડ દિવાળીના તહેવાર પર જોવા મળે છે. તો સાથે જ લોકોની આ મદિંર આસ્થાનું બની રહ્યું છે. અહિંયા બનેલા પાણીના કુંડમાં ગરમ પાણી જોવા મળે છે.જેના કારણે લોકોમાં એવી આસ્થાઓ પણ જોવા મળી રહી છે કે અહિંયા પાણીથી હાથ પગ ધોવાથી દુખાવા સારા થઇ જાય છે, તુલસી શ્યામ મંદિર(tempel) ટ્રસ્ટ દ્વારા અહીં દરરોજ ભોજનાલય શરૂ રાખવામા આવ્યું છે . અને લોકો અહિંયા ભાવ પૂરવક ભોજન પણ લે છે.અને તહેવારોમાં સંખ્યા વધતી હોવાને કારણે ભાવિકોને અગવડતા ન પડે તે માટે ખાસ વ્યવસ્થાં ઉભી કરાય છે.
ભોજનાલયમાં શ્રદ્ધાળુઓ પ્રસાદ લેવા માટે મો ટી સખ્યામાં જોવા મળ્યાં હતા. મહેસાણા, રાજકોટ, ભાવનગર સહિત કેટલાય અન્ય જિલ્લાના લોકો અહિ દુર દુરથી પ્રવાસીઓએ તુલસી શ્યામ મંદિરની મુલાકાત લીધી હતી.વન્યપ્રાણીથી ધમધમતું ગીર જંગલ તુલસીશ્યામ મંદિર નજીક ગીર પૂર્વ જંગલ અને ગીર મધ્ય બંનેનો સમાવેશ થાય છ. અહીં વન્યપ્રાણીનો વસવાટ છે. સિંહો, હરણ, મગર, વાનર સહિતના પ્રાણીઓ અહિં રહે છે. આ પ્રાણીઓ ઘણી વખત આ વિસ્તારની આસપાસ જોવા મળે છે. આ વિસ્તાર એવો છે કે અહિંયાના લોકોને આ સ્થળની મુલાકાત લેવાથી સિંહ દર્શન થાય છે. તો આ મોકાનો લાભ પણ લિધો હતો. અનેક પ્રવાસીઓને સિંહ દર્શનનો લ્હાવો મળ્યો છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4