પવનચક્કી વિસ્તારમાં આયોજીત વેક્સીનેશન કેમ્પમાં ઉપસ્થિત રહી લોકોને પ્રોત્સાહિત કરતા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા
જામનગર શહેરના પવનચક્કી ન્યુ જેલ રોડ, રાજપુતપરા ગરબી ચોક ખાતે રાજપુત યુવા સંગઠન દ્વારા જામનગર મહાનગરપાલિકાના સહયોગથી કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ઉપસ્થિત રહી વેક્સીન લેનારા સર્વે નાગરીકોને પ્રોત્સાહન પુરૂ પાડયું હતુ. આ કેમ્પમાં ૧૮ થી ૪૪ વર્ષના યુવાઓ તથા વિસ્તારના વડીલોએ રસી લઈ રસીકરણ અભિયાનમાં પોતાનો સહયોગ આપ્યો હતો. જામનગર શહેરના નાગરિકો વધુમાં વધુ પ્રમાણમાં કોરોના પ્રતિરોધક રસી લઇ સુરક્ષિત બને તે માટે રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકોને અપીલ કરી હતી તેમજ જનહિતમાં યોજવામાં આવેલ રસીકરણના આવા સુંદર આયોજન બદલ વિસ્તારના આગેવાનોને અભિનંદન પાઠવ્યાં હતા. વેક્સીનેશન અંગે નાગરીકોમાં પણ વિશેષ જાગૃતિ જોવા મળી હતી. વહેલી સવારથી જ લોકો વેકસીન લેવા બહોળી સંખ્યામાં રસીકરણ કેન્દ્ર ખાતે આવી પહોચ્યા હતા અને વેક્સીન લઈ પોતાને તેમજ પરિવારને કોરોના સામે રક્ષીત કર્યા હતા.
આ કેમ્પમાં સ્ટેન્ડીગ કમીટીના ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, શહેર અધ્યક્ષ શ્રી વિમલભાઈ કગથરા, કોર્પોરેટર સર્વશ્રી હર્ષાબા જાડેજા, શારદાબેન વિંજુડા તેમજ દિલીપસિંહ જેઠવા, રાજેન્દ્રસિંહ રાઠોડ, અર્જુનસિંહ રાઠોડ, ધર્મેશસિંહ ચાવડા, અનિરુધ્ધસિંહ રાઠોડ, અજીતસિંહ રાઠોડ, ભગીરથસિંહ ચૌહાણ, વિજયસિંહ, નરેન્દ્રસિંહ, કમલજીતસિંહ, ચંદ્રસિંહ, યુવરાજસિંહ, ભવ્યરાજસિંહ, સુરેન્દ્રસિંહ, જગદિશભાઈ સહિતના સામાજીક આગેવાનો તથા વેકશીન લેનાર નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ જુઓ : આત્મનિર્ભર “પ્રજ્ઞાચક્ષુ”
ત્યારે એક અહેવાલ મુજબ :
ઓક્સિજન વધારતા છોડની માંગ 50 ટકા વધી
- એરિકા પામ, સ્પાઇડર પ્લાન્ટ, પીપળો, લીમડાનો ઉપાડ વધુ, રૂ. 60 થી 3000 સુધીના છોડનું વેચાણ
જામનગરમાં કોરોના મહામારીમાં લોકો રોગ પ્રતિકારક શક્તિ વધારવા તથા ઓક્સિજન લેવલને જાળવી રાખવા ઘરે અવનવા પ્રયોગો કરી રહ્યા છે. જેના ભાગરૂપે શુદ્ધ ઓક્સિજન મેળવવા માટે અત્યારે લોકો પોતાની બાલ્કની અને અગાસીમાં ઓક્સિજન આપતા છોડ વાવી રહ્યા છે. આથી એરિકા પામ, સ્પાઇડર પ્લાન્ટ , પીપળો લીમડો, વડલો, રબર પ્લાન્ટ વગેરે જેવા છોડની માંગ ખુબ જ વધી છે, તેમ જામનગરના નર્સરીના વેપારીઓએ જણાવ્યું હતું.
કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ હતી. જેમાં અનેક લોકોના મૃત્યુ ઓક્સિજનના અભાવને થયા હતા. આથી લોકો પોતાનું ઓક્સિજન લેવલ વધારવા અને શુદ્ધ ઓક્સિજન મળે તે માટે ઘરની અગાસી અને ગેલેરી પર ઓક્સિજન વધારતા છોડ લગાવી રહ્યા છે. જેને કારણે એરિકન પામ, ફિસલીલી, સ્નેક પ્લાન્ટ, સ્પાઇડર પ્લાન્ટ, પીપળો, લીમડો, વડલો, રબડપ્લાન્ટનું વેચાણ કોરોના બાદ 50 ટકા જેટલું વધ્યું છે.
ઇંધણના ભાવ વધતા અન્ય રાજ્યોમાંથી આવતા છોડના ભાવમાં રૂ.50નો વધારો
નર્સરીમાં તમામ પ્રકારના ફુલ છોડ રાખીએ છીએ. ઓકસિજન વધારતા તેમજ અન્ય ફુલછોડ પુના, આંધ્રપ્રદેશ, બરોડાથી આવી રહ્યા છે. પેટ્રોલનો ભાવ આસમાને પહોંચતાં ટ્રાન્સપોર્ટેશન ખૂબ મોંઘું બન્યું છે. જેની સીધી અસર ફૂલ છોડની કિંમત પર પડી છે. ફૂલછોડના ભાવમાં 40 થી 50 ટકાનો વધારો થયો છે.> જયેશભાઈ પ્રજાપતિ, નર્સરી સંચાલક, જામનગર
રોગપ્રતિકારક શકિત વધારતા મોસંબી, દાડમ, જાંબુ જેવા છોડનું વેચાણ વધ્યું
કોરોના કાળમાં રોગપ્રતિકારક શક્તિ અને વિટામિન્સ વધારતા ફળ જેવા કે મોસંબી, સીતાફળ, અંજીર, દાડમ, જાંબુ, મોટા બોર વગેરેનું વેચાણ વધ્યું છે. આ ફુલછોડ રૂ. 60 થી 3000 સુધીના વેંચાઈ રહ્યા છે. આમ છતાં તેની નોંધપાત્ર ખરીદી લોકો દ્વારા થઇ રહી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4