Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝવિકાસ કામોનું નિરીક્ષણ કરતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા

વિકાસ કામોનું નિરીક્ષણ કરતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા

development inspection
Share Now

પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે રાજકોટ જિલ્લાના ૪૭ ગામોને પીવાના પાણીની સુવિધા વધારતી મચ્છુ સુધારણા યોજનાના સણોસરા હેડવર્કસ ખાતે રૂ.૧૬ કરોડના ખર્ચે હાથ ધરાયેલા કામનું નિરીક્ષણ કરી સમય મર્યાદામાં કામગીરી થાય તે માટે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.મચ્છુ જૂથ સુધારણા યોજના વિસ્તારવામાં આવી છે, અને આ નવી યોજનામાં ૧૫ એમએલડી પાણીની ક્ષમતા છે. મચ્છુ ૧ ડેમથી સણોસરા હેડ વર્કસ ખાતે પાણી લાવી શુદ્ધિકરણ કરી પ્રતિ વ્યક્તિ ૬૦ લીટર પ્રતિ દિવસ મુજબ હાલની યોજનાથી પાણી પૂરું પાડવામાં આવી રહેલ છે. હવે આ નવી યોજનાને લીધે પ્રતિ વ્યક્તિ ૧૦૦ લીટર પ્રતિ દિવસ પાણી આપી શકાય તે માટે નર્મદા આધારિત સુધારા પાણી પુરવઠા યોજના બનાવવામાં આવી છે. હૈયાત યોજનાના છેવાડાના ગામો ખાસ કરીને ફાળદંગ ઝોન હેઠળના ૧૩ ગામોમાં પાણી પૂરતું મળી રહે તેવું આયોજન છે.

cabinet minister

શુદ્ધિકરણ પ્લાન્ટ પણ બનાવવામાં આવશે

આ નવા કામોમાં સીંધાવદરના સંપમાંથી પાણી મેળવી આ યોજના અંતર્ગત અલગ સંપ બનાવી પંપીંગ કરી સણોસરા હેડ વર્કસ સુધી ૧૧,૫૦૦ મીટર લંબાઈની લોખંડની પાઇપ લાઇન ફીટ કરવામાં આવશે. સણોસરા ખાતે ૧૫ એમ.એલ.ડી. નો શુદ્ધિકરણ પ્લાન્ટ પણ બનાવવામાં આવી રહ્યો છે. સણોસરાથી કુવાડવા સંપ સુધી ૧૦ કિ.મી. લંબાઈની લોખંડની પાઇપ લાઇન, નવો સંપ અને પંપહાઉસ તેમજ નવી મશીનરીનો પણ સમાવેશ થાય છે.

આ પણ જુઓ : ટ્વિટને ટ્રોલ કરતી ટ્વિટરની ચકલી ફસાઈ ફરી વિવાદોના વંટોળમાં

sanosra development activityઅગ્રણીઓએ રાજ્ય સરકાર દ્વારા પાણી માટે કરાયેલી વિશેષ વ્યવસ્થાને આવકારી

મંત્રીશ્રીએ મચ્છુ ૧ ડેમ આધારીત બામણબોર પાણી પુરવઠા યોજનાના બામણબોર ખાતે ચાલતા પાંચ કરોડના કામોનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ યોજનાથી બામણબોર, ગુંદાળા, જીવાપર, ગારીડા અને નવાગામ બામણબોરને પીવાનું પાણી મળશે. બામણબોર ખાતે ત્રણ લાખ લિટર ક્ષમતાની ટાંકી તેમજ ૨૦ લાખ લીટર ક્ષમતાનો ફિલ્ટર પ્લાન્ટ પણ બનાવવામાં આવી રહ્યો છે. ૩૦ કિલોમીટર દૂરથી અહીં પાણી પહોંચાડવામાં આવશે. બામણબોર ગામના અગ્રણી શ્રી હરેશભાઈ રાઠોડ સહિતના અગ્રણીઓએ રાજ્ય સરકાર દ્વારા પાણી માટે કરાયેલી વિશેષ વ્યવસ્થાને આવકારી મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું.

અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની આ મુલાકાત વેળાએ સણોસરા ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ તેમજ કુવાડવાના અગ્રણી શ્રી સંજયભાઈ પીપળીયા તેમજ પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેરશ્રી એચ.બી. જોધાણી, રાજકોટના મામલતદાર શ્રી કથીરિયા તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQj

No comments

leave a comment