Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeહેલ્થકોરોના બાદ બાળકોમાં જોવા મળી રહી છે MIS- C બીમારી, શું છે આ બીમારી?

કોરોના બાદ બાળકોમાં જોવા મળી રહી છે MIS- C બીમારી, શું છે આ બીમારી?

MISC
Share Now

દેશમાં કોરોના વાયરસની એન્ટ્રી દોઢ વર્ષથી વધુનો સમય થયા બાદ કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો છે પણ બીમારીની અસર હજુ પણ ચાલુ છે ત્યારે દેશમાં બ્લેક ફંગસ અને વાઇટ ફંગસ જેવી બીમારીઓએ પણ જોર પક્ડયુ જેના કારણે લોકોનો જીવ પણ જઇ રહ્યો છે, ત્યારે હવે બાળકોમાં કોરોનાને લઇને ખતરો વધી રહ્યો હોય તેમ દેખાઇ રહ્યું છે. એક નવી બીમારી ( MiS- C )જે બાળકોમાં જોવા મળી રહી છે તેનું નામ છે ( MiS- C ) એટલે મલ્ટીસિસ્ટમ ઇન્પ્લામેટ્રી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન.

એમઆઇએસ નામનો રોગ ગર્દન પર પેઇન , શરીરમાં દાણા પડવા, સતત થાક લાગવો.. એટલે કે બધાજ બાળકોમાં આના લક્ષણ એક જેવા હોય તેવુ જરુરી નથી.

medRxiv

pc: medRxiv

દુનિયાના સૌથી નામી મેડિકલ જનરલ ધ લેન્ડસેટે પોતાના એક રિપોર્ટમાં જણાવ્યુ કે, આ બીમારીમાં હોસ્પિટલમાં 7 થી 8 દિવસ સુધી બાળકોને તાવની અસર જોવા મળી હતી. આ સિવાય 73 ટકા બાળકોને પેટદર્દ અને ડાયેરિયાની પ્રોબલેમ રહી હતી. જેમાં 68 ટકા લોકોને ઉલ્ટી પણ થઇ રહી હતી. ઇન્ડિયન એકેડમી ઓફ પીડિએટ્રીક ઇંટેસિવ કેયરના જણાવ્યા પ્રમાણે, થોડા દિવસથી MiS- C  બીમારીના કેસમાં વધારો થયો છે. કોરોના થઇ ચુક્યો હોય તેવા 4 થી 18 ર્ષના બાળકોમાં MiS- C બીમારી જોવા મળી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હી રાજધાની ક્ષેત્રમાં અત્યાર સુધીમાં આ બીમારીના લગભગ 200 કેસ નોંધાયા છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, ભારતનાં અલગઅલગ રાજ્યોમાં બાળકોમાં થઈ રહેલા મલ્ટિસિસ્ટમ ઇનફ્લેમેટ્રી સિન્ડ્રોમને લઈને ચિંતા છે.

Baby_with_MISC_Syndrome_due_to_COVID-19_1

WSAV Staff

શું છે MiS- C નામની બીમારી?

MiS- C નામની આ બીમારી પોસ્ટ કોવિડ કેર કહેવામા આવી રહી છે જેનું પુરુ નામ મલ્ટીસિસ્ટમ ઇન્પ્લામેટ્રી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન છે. જે બાળકોમાં વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. આ બીમારી એડલ્ટને પણ થાય છે. જે બાળકો કોવિડમાંથી રિકવર થઇને બહાર આવે છે તેમનેMISC બીમારી થવાના ચાન્સ છે. ખાસ વાત તો એ, છે કે આ બીમારી ઇમ્યુનિટી હોવા છતા થાય છે, જેના લક્ષણો પણ અલગ અલગ જોવા મળી રહ્યાં છે. 

  • પુરુ નામ મલ્ટીસિસ્ટમ ઇન્પ્લામેટ્રી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન
  • કોવિડથી રિકવર થયા બાદ બાળકોમાં થાય છે
  • ઇમ્યુનિટી હોવા છતાં થઇ રહી છે આ બીમારી
  • બાળકોમાં થતી બીમારી
  • MiS- C  ફક્ત બાળકોમાં જોવા મળી રહે છે આ બીમારી
  • MiS- C  નો 3 થી 12 વર્ષના બાળકોમાં વધુ અસર

આ બીમારીના લક્ષણો

Children

PC: AP

દેશમાં કોવિડ પછી બ્લેક ફંગસ અને વ્હાઇટ ફંગસ જેવી બીમીરીઓએ લોકોને હેરાન પરેશાન કરી મુક્યાં, હવે mis c નામની આ બીમારી બાળકોમાં જોવા મળી રહી છે, તમારા બાળકોને પણ બીમારીથી દુર રાખો, આ લક્ષણો જણાય તો ડૉક્ટરનો સંપર્ક કરો.

  • વોમેટીંગ
  • ડાયેરિયા
  • ત્વચા પર
  • સૌથી વધુ ઉંઘ આવે છે
  • હાર્ટ બીટ વધુ
  • આંખ લાલ
  • સ્વેલિંગ ખાસ કરીને પગમાં
  • જાગવામાં પ્રોબલેમ

કઇ રીતે બચાવી શકાય છે આ બીમારીથી બાળકોને ?

આ બીમારીના લક્ષણોને આધારે થાય છે બીમારી કોઇ ટેસ્ટ નથી છતાં ડોક્ટર નાના ટેસ્ટ કરાવવાનું કહે છે આ બીમારીની અસર દિલ, ફેફસાં,ધમની, કિડની , પાચનતંત્ર અને દિમાગ તેમજ આંખ,  ત્વચા પર સૌથી વધુ અસર જોવા મળે છે. અમેરિકન સંસ્થા સીડીસીના શોધકર્તા હજુ સુધી એ માહિતી નથી મેળવી શક્યા કે કયાં બાળકોમાં આ બીમારી વધુ થઈ રહી છે અને કેમ થઈ રહી છે.

લેન્સેટ દ્વારા કરાયેલી શોધમાં જાણવા મળ્યુ કે, આ બીમારીના શિકાર થયેલા બાળકોમાં સીઆર પી અને ઇએસઆર જેવા રિપોર્ટસ ખરાબ આવ્યા હતા. તેમના મુજબ એમઆઈએસ-સી સંભવિત રૂપે એક ઘાતક બીમારી છે, પણ સમય પર ઓળખ અને યોગ્ય ઉપચારથી મોટાં ભાગનાં બાળકોને બચાવી શકાય છે. 

MISC ના જોખમને કઇ રીતે ઘટાડી શકાય?

Corona Virus

Pc: Google Image

કોઇપણ બીમારીનું જોખમ જાણીને તેની સારવાર સમયસર કરાવવામાં આવે તો આ બીમારીનું જોખમ ઓછુ કરી શકાય છે. મેડિકલ જનરલ બીએસજીએ જણાવ્યા અનુસાર, MIS-C- પીડિત મોટાં ભાગનાં બાળકોની સારવાર ‘ઇન્ટ્રાવેનસ ઇમ્યુનોગ્લોબ્યુલિન’ અને સ્ટેરૉઇડ્સના માધ્યમથી કરવામાં આવે છે. પણ  આ બીમારીની સારવાર બાળકો પર કેટલા પ્રમાણમાં અસર કરે છે તે અંગે પણ સવાલ છે.

આ બીમારી બાદ કોરોનાના ડરને કારણે હવે જે પણ નવી બીમારીઓ આવી રહી છે તેને લઇને લોકોમાં ડરનો માહોલ છે, આ બીમારીની જાણ ઓછી કિંમતે થનારી તપાસો, સીવીસી, ઈએસઆર અને સીઆરપીના માધ્યમથી જાણી શકાય છે

શું છે સારવાર?

તબિબોના મતે Mis-cમની સારવારમાં જે ઇન્જેક્શન આવે છે, તે ઇન્જેક્શન ખર્ચાળ છે. 10 ગ્રામનું એક ઇન્જેક્શન રૂ. 12 હજારમાં આવે છે. જે સામાન્ય લોકો માટે ખર્ચાળ છે. આ બીમારીથી પીડાતા બાળકને 1 કિલો વજન ઉપર બે ગ્રામ આપવું પડે છે. આ ઇન્જેક્શનનું નામ ivig છે. ivig સરળતાથી મળી તો રહે છે.

આ પણ વાંચો: ભારતીયોનો દબદબો: ચીનની પોલ ખોલનાર આ અમેરિકન પત્રકારોને મળ્યો પુલિત્ઝર એવોર્ડ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment