વડોદરામાં(Vadodara) રીયલ એસ્ટેટ કંપનીમાં સીઈઓ બનાવવાની લાલચ આપી યુવતિ સાથે દુષ્કર્મનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે.વડોદરાના રેસકોર્ષ સર્કલ ખાતે આવેલી ખાનગી ઓફિસમાં કામ કરતી યુવતિ સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં(Gotri Police Station) નોંધાઇ હતી. ફરિયાદ બાદ પોલીસે આરોપીઓને પકડવામાં ચક્રો ગતિમાન કર્યા છે.
શું છે સમગ્ર મામલો
સમગ્ર મામલે ગોત્રી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર,શહેરની એક યુવતી વડોદરાની(Vadodara) ખાનગી યુનિવર્સિટીમાં LLB નો અભ્યાસ કરે છે. ભણવાના ભાગરૂપે પહેલા વર્ષનો અભ્યાસક્રમ પુર્ણ થયા બાદ લાયઝનીંગની ટ્રેનીંગ લેવા માટે યુવતી વડોદરાની(Vadodara) રેસકોર્ષ વિસ્તારમાં આવેલી એમ્સ કો. એન્ડ સન્સ કંપનીમાં લાયઝનીંગની ટ્રેઇનીંગ માટે જોડાઇ હતી. કંપનીના માલિક અશોકભાઇ જૈને યુવતીને રહેવા માટે ભાડાનું મકાન પણ આપ્યું હતું. દરમિયાન તાજેતરમાં અશોક જૈને સહારા ઇન્ડસ્ટ્રીઝની જમીન સંદર્ભે રાજુભાઇ ભટ્ટને મળવાનું જણાવ્યું હતું. અશોક અને યુવતી મર્સિડીઝ કારમાં રાજુ ભટ્ટને મળવા માટે વાસણા રોડ ખાતે ના ગેસ્ટ હાઉસમાં ગયા હતા. જ્યાં મીટિંગ દરમિયાન અશોકે કોલ્ડ્રીંગ આપ્યું હતું. મીટિંગ બાદ રાજુ ભટ્ટ ત્યાંથી જતા રહ્યા હતા.થોડી વારમાં યુવતીને માથું દુખવાનું શરૂ થયું હતું. ત્યારે અશોકે યુવતીની આબરૂ લુંટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે યુવતીએ વાતનો વિરોધ કરતા અશોક અટકી ગયો હતો. અને ફરી ક્યારેય પરેશાન નહિ કરૂ તેમ કહી તેને ઘરે મુકી ગયો હતો.
આ પણ વાંચો:ટેક્સટાઈલ સિટી સુરતને લાગ્યું ગ્રહણ, 100 મિલો બંધ થવાની સંભાવના
કપડા ફાડી નાંખી દુષ્કર્મ આચર્યું હતું
ચાર પાંચ દિવસ બાદ અશોકે યુવતીને ફોન કરીને સહારાની ડીલ કરવા મામલે બોલાવી હતી. જ્યાં 50 ટકા ભાગ, રીયલ એસ્ટેટ કંપનીમાં સીઇઓ બનાવવવાની ઓફર કરી તેની સામે ફરિયાદ નહિ કરવા જણાવ્યું હતું. થોડાક દિવસો વિતી ગયા બાદ અશોક યુવતીના ઘરે ટીફીન લઇ પહોંચ્યો હતો. અને જમવા માટે કહ્યું હતું. યુવતીએ વાતનો વિરોધ કરતા તે ઉશ્કેરાઇ ગયો હતો. અને તેને માર મારી કપડા ફાડી નાંખી દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ અશોકે કહ્યું કે, ઇન્વેસ્ટર રાજુ ભાઇની સાથે સંબંધ બાંધીને તેને પણ ખુશ કરી દે.
અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી
ઘટનાના બીજી દિવસે રાજુભાઇ યુવતીના ફ્લેટ પર આવ્યા હતા. અને ચા પાણી માંગ્યું હતું. યુવતીએ ના પાડતા રાજુભાઇએ તેને ધક્કો મારીને રૂમમાં લઇ ગયા હતા. જ્યાં ભાગવા જતા રાજુભાઇએ તેના પર ટીવી માર્યું હતું. અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ જણાવ્યું કે, તું કંઇ પણ કરીશ તો રેકોર્ડીંગ કરેલું છે. બીજા દિવસે અશોકે યુવતીને લેપટોપ લઇને બોલાવી હતી. અને તેનો ફોન તોડી નાંખી નવો ફોન અપાવ્યો હતો. ત્યાર બાદ ફરી તેંને બોલાવીને મારો બીજો ઇન્વેસ્ટર છે તેને ખુશ કરી દે, ડિલ થતાની સાથે જ 50 ટકા પ્રોફિટ તને મળી જશે તેમ જણાવ્યું હતું. અને યુવતીને મોબાઇલમાં અશોક અને રાજુ સાથેના ફોટા બતાવ્યા હતા. અને કહ્યું કે, હું તને કહું છું એમ કર નહિતો અશ્લીલ ફોટો વાયરલ કરી દઇશ.
પોલીસ તપસ હાથ ધરી
ત્યાર બાદ અશોક ભોગ બનનાર યુવતીને રેસ્ટોરેન્ટમાં લઇ ગયો હતો. જ્યાં તેને અશોકના કહ્યા મુજબ નહિ થતું હોવાનું જણાવતા તે ગુસ્સો થયો હતો. અને યુવતીના મિત્રને મોબાઇલ પર તેના ફોટો મોકલી દીધા હતા. સમગ્ર ઘટના બાદ ભોગ બનનાર યુવતી શહેર છોડીને તેના ઘરે જતી હતી. ત્યાર બાદ આજરોજ વડોદરા ખાતે આવીને તેણે અશોક જૈન અને રાજુ ભટ્ટ વિરૂદ્ધ પોલિસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4