Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝદેશનો સોશિયલ સેક્ટરનો વર્લ્ડ બેન્ક સહાયિત સૌથી મોટો (Mission Schools of Excellence) પ્રોજક્ટ ગુજરાતમાં

દેશનો સોશિયલ સેક્ટરનો વર્લ્ડ બેન્ક સહાયિત સૌથી મોટો (Mission Schools of Excellence) પ્રોજક્ટ ગુજરાતમાં

Mission School of Excellence
Share Now

ગુજરાત સરકારના શિક્ષણક્ષેત્રે અતિ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ “મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ”(Mission Schools of Excellence)ના ક્ષેત્રે થયેલી કામગીરી અને પ્રગતિની સમીક્ષા તેમજ ગુજરાતના આ પ્રોજેક્ટને બેસ્ટ પ્રેક્ટિસિસ તરીકે દેશમાં અને  વિશ્વમાં અન્ય સ્થાનોએ પ્રસ્તુત કરી શકાય તેના માર્ગદર્શન માટે રાજ્યની મુલાકાતે વર્લ્ડબેન્ક અને એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બેન્ક – AIIB ની આંતરરાષ્ટ્રીય ટીમ આવેલી છે. આ ટીમના તજજ્ઞોએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યમંત્રીશ્રી કિર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં બેઠક યોજી હતી.

Mission School of Excellence

સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને સ્પર્ધાત્મક અને માળખાકીય રીતે શ્રેષ્ઠ બનાવવા તેમજ બાળકો માટે સ્માર્ટ ક્લાસ રુમ, સ્ટેમ લેબ જેવી અદ્યતન ભૌતિક સુવિધા આપવા મિશન સ્કુલ ઓફ એક્સેલન્સ હાથ ધરવામાં આવેલું છે. આ પ્રોજેક્ટ દ્વારા આગામી પાંચ વર્ષમાં શાળા શિક્ષણ ક્ષેત્રે 10,000 કરોડ ખર્ચ કરવામાં આવશે. વર્લ્ડ બેંક દ્વારા 500 મિલિયન ડોલરના ફંડિગને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત વર્લ્ડ બેન્ક બીજા 250 મિલિયન ડોલર આપવા માટે કાર્યવાહી કરી રહ્યું છે, કુલ મળીને આ પ્રોજેક્ટમાં વર્લ્ડ બેંકના 750 મિલિયન ડોલર મળશે.

AIIB  વિશ્વમાં પ્રથમવાર શિક્ષણક્ષેત્રનો પ્રોજેક્ટ એક માત્ર ગુજરાત સાથે કરી રહી છે

એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક–AIIB સાથે 250 મિલિયન ડોલર ફંડિંગ મેળવવાની પ્રક્રિયા પણ અંતિમ ચરણમાં છે. આ પ્રોજક્ટમાં કુલ 1 બિલિયન ડોલરનું ફંડિંગ મેળવવામાં આવ્યું છે. કોઈ રાજ્યમાં સોશિયલ સેક્ટર માટેનો અત્યાર સુધીમાં વર્લ્ડ બેન્ક સહાયિત આ મોટોમાં મોટો પ્રોજેક્ટ છે. AIIB  વિશ્વમાં પ્રથમવાર શિક્ષણક્ષેત્રનો પ્રોજેક્ટ એક માત્ર ગુજરાત સાથે કરી રહી છે.

રાજ્યના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવાની પ્રતિબદ્ધતામાં આ પ્રોજેક્ટ બળ પુરુ પાડશે – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

bhupendr patel

વર્લ્ડ બેન્કના ડાયરેક્ટરશ્રી જુનેદ કમાલે મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, તેઓ ગુજરાતની શિક્ષણ પદ્ધતિ અને રાજ્ય દ્વારા લેવામાં આવી રહેલા શૈક્ષણિક સુધારણાના પગલાઓ તથા કોવિડ દરમિયાન થયેલી કામગીરીથી ખૂબ પ્રભાવિત થયા છે. ગુજરાતના આ મોડેલને સ્ટડી કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રદર્શિત કરશે. આગામી સમયમાં વર્લ્ડ બેંક વિશ્વ કક્ષાની એક કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે. ત્યારે આ કોન્ફરન્સના વિશ્વભરમાથી આવનાર પ્રતિનિધિઓને તેઓ ગુજરાતની મુલાકાતે લાવશે. વર્લ્ડ બેંક માટે ગુજરાત ખૂબ મહત્વનું પાર્ટનર છે. અને આ પાર્ટનરશીપ વધુને વધુ આગળ વધારવાની ઈચ્છા તેમણે વ્યક્ત કરી હતી.

હું ગુજરાત રાજ્યની શિક્ષણ પદ્ધતિ અને રાજ્ય સરકારના શૈક્ષણિક સુધારણાથી પ્રભાવિત થયો – વર્લ્ડ બેન્કના ડાયરેક્ટરશ્રી જુનેદ કમાલ

AIIBના ડાયરેક્ટરશ્રી જનરલ કીમ હુનએ જણાવ્યું હતું કે, AIIB દ્વારા વિશ્વમાં સર્વપ્રથમ વખત શિક્ષણક્ષેત્રે ફન્ડિંગ આપવામાં આવી રહ્યું છે. અને આ ફંડ ગુજરાતની શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિઓ અને ક્ષમતા જોઈને આપવામાં આવી રહ્યુ છે. આગામી 5 થી 6 વર્ષમાં આ “મિશન સ્કુલ ઓફ એક્સલન્સ” દ્વારા એક કરોડ જેટલા વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે. આ પ્રોજેક્ટ થકી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનો પાયો મજબૂત બનશે. “મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ”એ રાષ્ટ્રીય કક્ષાએ આ પ્રકારનો મોટા પાયે શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે હાથ ધરવામાં આવેલ દેશનો સર્વ પ્રથમ પ્રોજેક્ટ છે તે સમગ્ર દેશ માટે દિશાસૂચક સાબિત થશે. 

ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણનું સ્વપ્ન સેવનારા ગુજરાત સરકારના શિક્ષણ સચિવ “શ્રી વિનોદ રાવ“નું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. 

vinod rao

“મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ” અંતર્ગત પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને સર્વાંગી રીતે અપગ્રેડ કરવામાં આવનાર છે. “મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ” અંતર્ગત સ્કૂલ ટ્રાન્સફોર્મેશન – સ્કૂલ ટ્રાન્સફોર્મેશન અન્વયે તમામ પસંદ થયેલા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં Civil Infrastructure, Digital Infrastructure, Smart Classrooms, Computer Labs, STEM Labs, Language Lab, Online Assessments, Remedial Classes, Holistic Education સ્કૂલ જેવા અનેક આયોજનબદ્ધ કામગીરી થકી અપ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આગામી ૫ થી ૬ વર્ષમાં એક કરોડ જેટલા વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે.

“મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ” પ્રોજેક્ટ થકી ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે

આ સમગ્ર પ્રોજેક્ટનું ઓનલાઈન રિઅલ ટાઈમ મોનીટરિંગ ગાંધીનગરમાં Artificial Intelligence અને  Machine Learning સહિત અદ્યતન ટેકનોલોજીયુક્ત Command and Control Centre for Schools  ખાતેથી કરવામાં આવશે. આ માટે ખાસ સ્કૂલ એક્સલન્સ ડેશબોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશમાં પ્રથમ પહેલ છે.  

Mission School of Excellence

સમગ્ર પ્રોજેક્ટની જાણકારી શિક્ષણ સચિવશ્રી વિનોદ રાવે આપી હતી. મુખ્યમંત્રીશ્રી સાથેની આ મુલાકાતમાં વર્લ્ડ બેન્કના ડાયરેક્ટરશ્રી નવી દિલ્હી તથા તેમના અન્ય પ્રતિનિધિઓ જાપાન, રશિયા, બેંગકોક, તાઈવાન અને AIIB ના અધિકારીશ્રીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment