Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / October 16.
Homeન્યૂઝમિતાલી રાજે મહિલા ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા

મિતાલી રાજે મહિલા ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા

Mitali raj made a new record of 20,000 runs
Share Now

મેકોયમાં રમાઇ રહેલી મહિલા વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું. ભારતની મહિલા ટીમને 9 વિકેટથી હરાવીને ત્રણ મેચોની સીરીઝમાં 1-0થી આગળ પહોચી ગયું છે. ભારતે પહેલા બોલિંગ કરીને આઠ વિકેટ સાથે ૨૨૫ રન બનવ્યા હતા. ભારતીય મહિલા ટીમના કેપ્ટન મિતાલી રાજે (Mitali raj) એકલા જ ૬૧ રન બનવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાની ફાસ્ટ બોલર ડાર્સી બ્રાઉનએ ૩૩ રન સાથે ૪ વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ ૪૧ ઓવરમાં ૨૨૭ રન બનાવીને સરળતાથી જીત મેળવી લીધી હતી. તેની ટીમમાં રાચેલ હેન્સએ ૯૩, એલીસા હિલીએ ૭૭, કેપ્ટન મેગ લૈનીંગએ ૫૩ રન બનવ્યા હતા. હવે બીજી વનડે 24 સપ્ટેમ્બરના દિવસે છે.

મિતાલી રાજનો (Mitali raj) નવો રેકોર્ડ

ભારતીય મહિલા ટીમ ભલે જીત મેળવવમાં કામિયાબ નથી થઇ, પણ આ મેચમાં રન મશીનના નામથી ફેમસ મિતાલી રાજે એક નવો જ રેકોર્ડ બનાવ્યો છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ, લીસ્ટ એ અને ટી ટ્વેંટી ક્રિકેટ આ બધીજ પ્રકારની મેચોને મળાવીને મિતાલી 20,000 રન બનવવામાં સફળ થઇ છે. આટલા રન બનાવનારી મિતાલી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે.

Mitali raj made a new record of 20,000 runs

image credit- google image

ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ મિતાલીએ ૧૦૭ બોલમાં શાનદાર ૬૧ રનો બનવ્યા હતા. તેમના વનડે કરિયરની આ ૫૯મી અર્ધસદી હતી. મિતાલી પોતાના કરિયરની ૨૧૮મી વનડે મેચ રમી ચુકી છે.

કોણ છે મિતાલી રાજ?

મિતાલી રાજનો (Mitali raj) જન્મ રાજસ્થાનના જોધપુરમાં એક તમિલ પરિવારમાં થયો હતો પણ તેઓ મોટા હૈદરાબાદમાં થયા હતા. તેના પિતા ભારતીય વાયુસેનાના નિવૃત અધિકારી છે. નવાઈની વાત તો એ છે કે શ્રેષ્ઠ ક્રિકટરોની યાદીમાં શામેલ મિતાલી રાજ ક્રિકેટર બનવા નહોતા માંગતા. તેઓ બાળપણથી જ ડાન્સર બનવા માંગતા હતા. પણ તેમનુ નસીબ તેમને ક્રિકટ પાસે લઇ આવ્યું.

જુઓ આ વિડીયો: ગુજરાતની ગોલ્ડન ગર્લ 

આ પણ વાંચો: પાકિસ્તાનમાં રમવા તૈયાર નથી ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ, મેચ પહેલા પ્રવાસ કર્યો રદ્દ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment