Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝCM ના ૬૫ મા જન્મદિને મળી રાજકોટને અનેક ભેટ

CM ના ૬૫ મા જન્મદિને મળી રાજકોટને અનેક ભેટ

cm at miyavanki forest
Share Now

રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિનના શુભ અવસરે રાજકોટ મહાનગરપાલિકા તથા સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે બાલાજી વેફર્સ સામે, વાગુદડ રોડ ઉપર જાપાનીઝ પદ્ધતિથી તૈયાર કરાયેલ ‘મિયાવાંકી ફોરેસ્ટ’નું મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના વરદ હસ્તે આજે રાજકોટના નગરજનોને અર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 

cm rupani
જન્મદિનના શુભ અવસરે મિયાવાંકી ફોરેસ્ટ રાજકોટવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિનના શુભ અવસરે મિયાવાંકી ફોરેસ્ટમાં ૮,૩૫૮ ચો.મી. જગ્યામાં જુદા જુદા ૬ બ્લોકમાં કુલ ૨૩,૭૨૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. આ મિયાવાંકી ફોરેસ્ટમાં પશુ-પક્ષી, આયુર્વેદિક તેમજ ભરપુર ઓક્સિજન આપતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. “મિયાવાકી ફોરેસ્ટ ”રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના નાગરિકો વિગેરે માટે શહેરના વિકાસ અને સ્થળ સ્થિતી ધ્યાને રાખી પોત પોતાના વિસ્તારોમાં હરવા ફરવા માટે નાના મોટા ૧૫૮ બગીચાઓ, વયશ્ક લોકોને ગોષ્ઠી માટેના “સિનિયર સિટીઝન પાર્ક” “ઓપન એર-જીમ” વોકિંગ ટ્રેક, બાળકોના બાલક્રિડાંગણ,ફિઝીકલ ફિટનેશના સાધનો વિગેરેની સુવિધાઓ આપવામાં આવે છે. શહેરના સમાંતરીત વિકાસની સાથોસાથ આ સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે.

miyavanki forest શહેરનું પર્યાવરણ સુધરે, શહેર રહેવા લાયક બને તે માટે સ્થાનિકે ઉછેર પામતા બહુ વર્ષાયુ અને ઓછા નિભાવ ખર્ચ વાળા વૃક્ષોનું જે તે જગ્યાઓને અનુરૂપ વાવેતર કરવામાં આવે છે. વૃક્ષારોપણ કરી અને તેની નિયમિત જાળવણી નિભાવણી કરવામાં આવે છે. આ કામગીરીમાં બહોળા પ્રમાણમાં જનસહયોગ પણ પ્રાપ્ત થાય છે. શહેરમાં તેમજ ભાગોળેના વિસ્તારમાં હરિયાળીનો મહતમ વ્યાપ વધે તેમજ શહેર પ્રાકૃતિક બને તેવા આશયથી શહેરના પશ્વિમ વિસ્તારના ન્યારીડેમ-૧,ના નિચાણ વાળા ભાગે રાજ્ય સરકારશ્રી તરફ્થી ફાળવવામાં આવેલ અંદાજીત ૧૯-હેકટર જમીન કે જે તદ્દન પથરાળ અને શુષ્ક પ્રકારની હોય, આ જમીનના વિસ્તારમાં વર્ષ ૨૦૦૬માં પ્રારંભિક તબ્બકે ઘનિષ્ઠ વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં પ્રારંભિક તબ્બકે આ જમીનને આરક્ષિત કરવાના હેતુસર કામગીરીઓ કરી તેમા બહુ વર્ષાયુ સદાહરિત વૃક્ષોનુ વાવેતર કરવામાં આવેલ છે.

આધુનિક સમયમાં પર્યાવરણ જાળવણી નિભાવણી માટે “ન્યુનત જગ્યાના મહતમ ઉપયોગ” કરી સ્થાનિકેના “ફ્લોરા & ફોન્ના” ના આરક્ષણ અને સવર્ધન-વિસ્તરણ માટે ન્યારી ડેમની આ શુષ્ક અને પથરાળ જગ્યામાં “જન સહયોગ થકી“ જાપાનીઝ ટેકનોલોજી મુજબથી “મિયાવાકી- થીમ” આધારીત ફોરેસ્ટ ઉભુ કરવાની પ્રાંરભિક તબ્બકે વર્ષ ૨૦૨૦માં અંદાજીત ૧ એકરની આ કામગીરીમાં જુદીજુદી જાતના વૃક્ષ,શ્રબ ક્ષુપ,લતાઓ વિગેરેની (૧૧૧) જાતના અંદાજીત ૯૫૦૦ પ્લાન્ટ્સના વાવેતર કરી અને કાયમી રૂપમાં જતન કરવામાં આવી રહ્યુ છે. આ કામગીરીમાં લોક સહકારના રૂપમાં “સદ-ભાવના વૃધ્ધાશ્રમ- ટ્રસ્ટ” તરફ્થી કરવામાં આવેલ છે.

પ્રાકૃતિક સંપદામાં વધારો થશે

આ ઉપરાંત આ વિસ્તારના અંદાજ ૨ એકર જેટલી ખાલી જગ્યાના પથરાળ ભાગોએ જુદી જુદી જાતના અંદાજીત ૨૬૦૦૦ વૃક્ષ,શ્રબ,ક્ષુપ,લત્તાઓ વિગેરે પ્રકારના પ્લાન્ટ્સ “મિયાવાકી થીમ“ આધારીત આ ફોરેસ્ટના ભાગે વાવેતર કરવામાં આવશે. જેના કારણે ભવિષ્યમાં પ્રાકૃતિક સંપદામાં વધારો થશે.

મુખ્યમંત્રીએ દિવ્યાંગ બાળકો સાથે ભોજન કર્યું

CM EATING LUNCH

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નો આજે જન્મદિવસ છે અંરાગમી 7 ઓગસ્ટના રોજ રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે રાજકોટ ખાતે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય આપવાનું આયોજન આજે કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈએ રાજકોટના અનાથ બાળકો સાથે ભોજન કર્યું હતું.

જુઓ વિડીયો : મુખ્યમંત્રીએ દિવ્યાંગ બાળકો સાથે ભોજન કર્યું


લોકાર્પણ નહિ, પ્રજાલક્ષી કામ

CM RUPANI

રાજ્ય સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં વિવિધ પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સરકારના અલગ અલગ વિભાગોમાં લાભાર્થીઓને સેવાઓ / સહાય વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું. સરકારના આરોગ્ય, કૃષિ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા લાભાર્થીઓને સહાય આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 32 જેટલા લાભાર્થીઓને મુખ્યમંત્રીના વરદ હસ્તે લાભ, સહાય, કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત કોરોના કાળ દરમિયાન માતા – પિતા અથવા કોઈ એક વાલી ગુમાવ્યા હોઈ તેવા આશરે 3900 કરતા પણ વધુ બાળકોને માસિક સહાય સીધી જ બેંકના ખાતામાં જમા થાય તે યોજનાની શરૂઆત મુખ્યમંત્રી દ્વારા રાજકોટ કાર્યક્રમથી કરવામાં આવી. ખાસ કરીને આજે મુખ્યમંત્રી દ્વારા વધુ એક યોજના જાહેર કરવામાં આવી, જેમાં કોરોના કાળમાં કોઈ એક વાલી ગુમાવનાર બાળકને મહિને રૂ. 2000 આપવામાં આવશે. કોરોના કાળ હજુ યથાવત હોવાથી કોઈ ખાતમુહૂર્ત – લોકાર્પણ ના કાર્યક્રમો ના યોજી પ્રજાલક્ષી કાર્યક્રમ યોજવામાં આવ્યા. આમ, વિવિધ કલ્યાણકારી અને સામાજિક યોજનાઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે.

જુઓ વિડીયો : લોકાર્પણ નહિ, પ્રજાલક્ષી કામ


આ પણ વાંચો : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈએ જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરી

“રામવન” નો શુભ આરંભ મુખ્યમંત્રીના હસ્તે

આ ઉપરાંત રાજકોટ અમદાવાદ- નેશનલ હાઇ -વે 8-B ને લાગુ આજી નદીના પશ્વિમકાંઠે, “ગ્રિન બેલ્ટ” હેતુની અંદાજીત ૧૫૩ એકર જમીન રાજ્ય સરકારશ્રી તરફ્થી રાજકોટ મહાનગરપાલિકાને ફાળવણી કરાયેલ આ જગ્યા પૈકીની ૪૭ એકર જમીનમાં “રામવન” વિકસીત કરવામાં આવી રહ્યુ છે. આ કામગીરીનો શુભારંભ આજે ગુજરાત રાજ્યના મુખ્ય મત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના વરદ્ હસ્તે કરવામાં આવેલ છે.

૧૪ જેટલા પ્રસંગોને પ્રતિકૃત કરવામાં આવશે

cm rupani આ જ્ગ્યાના ભુતલ ખુબજ પથરાળ અને સખત બંધારણના હોય, મહતમ પ્રમાણમાં માટી વિગેરે ઉમેરી ટોપોગ્રાફીને વિક્ષેપિત કર્યા વિના સ્થાનિકે વિકાસ પામતા અને યાયાવર પક્ષીઓની વિશેષ અનુકુલનતા ધરાવતા જુદી જુદી ૨૮ થી ૩૬ વિવિધ જાતના અંદાજીત ૬૦૦૦૦ થી વધુ સંખ્યામાં ઓછા નિભાવ ખર્ચ વાળા બહુ-વર્ષાયુ ટ્ર્રીઝ, શ્રબ્સ, ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ તેમજ મેડિસિનલ -પ્લાન્ટ્સ વિગેરેનું જગ્યાને અનુરૂપ વાવેતર કરવામાં આવી રહ્યુ છે. આ જગ્યાને “રામવન” નામકરણ આપવાનું નક્કી થતા આ વિસ્તારમાં ભગવાનશ્રી રામના વનવાસ દરમ્યાનના અંદાજીત્ ૧૪ જેટલા પ્રસંગોને પ્રતિકૃત કરવામાં આવશે. જે માટેની કામગીરી ચાલુ કરાયેલ છે. આ “અર્બન ફોરેસ્ટ” “રામવન”ના વિસ્તારમાં વોટર –હાર્વેસ્ટીંગની કામગીરી કરવા માટે સ્થાનિકેના જમીનના ઉંડા ભાગો આવરીત કરી બોટીંગની સુવિધા પણ ઉભી કરવાનું આયોજન છે. આ વિસ્તારને કાયમી જાળવણી અને વિકાસ કરવા માટે સ્થાનિકેના કાયમી રીતે વહી જતા “બિન પિવાલાયક પાણી”ના જથ્થાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વિકસીત કરાતા “રામવન” ટૂક સમયમાં પ્રજાજોગ ઉપયોગમાં મુકવામાં આવે તે રીતે કામગીરીઓ ગતિમાં છે.

રાજકોટ શહેરના પદાધિકારીઓ- અધિકારીઓ, આગેવાનશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા

આ પ્રસંગે મેયર ડૉ.પ્રદિપ ડવ, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, બક્ષીપંચ મોરચના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ગજરાત પ્રદેશ મંત્રી બિનાબેન આચાર્ય, ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, દંડક સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેરના પદાધિકારીઓ- અધિકારીઓ, આગેવાનશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment