Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝરથયાત્રાને લઈને MLA ઇમરાન ખેડાવાલાએ કરી ચોંકાવનારી વાત

રથયાત્રાને લઈને MLA ઇમરાન ખેડાવાલાએ કરી ચોંકાવનારી વાત

IMRAN KHEDAWALA
Share Now

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. તેને કારણે ગયા વર્ષે રથયાત્રા(RATHYATRA) પર પ્રતિબંધ મુકાયો હતો.આ વખતે 12 જુલાઈના રોજ રથયાત્રા છે. ત્યારે કોરોને લીધે રથયાત્રા કાઢવા મુદ્દે સરકાર હજુ નિર્ણય કરી શકતી નથી. જમાલપુરના ધારાસભ્ય(MLA) ઇમરાન ખેડાવાલા(IMARAN KHEDAWALA)એ કહ્યું છે કે, અમદાવાદમાં રથયાત્રા નીકળવી જોઈએ. સરકારી ગાઈડ લાઈનનો કડક અમલ કરાવીને રથયાત્રા નીકળવી જોઈએ. સાથે સાથે ઈદે મિલાદ અને મોહર્રમનું જુલૂસ પણ નીકળવું જોઈએ તેવી રજુઆત ઇમરાણ ખેડાવાલાએ કરી છે. તેમને કહ્યું છે કે, ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં રથયાત્રા નીકળતી હોય છે ત્યારે સમરસતાનું પ્રતીક જોવા મળે છે. લોકો તેમાં ભાઈચારાથી જોડાતા હોય છે. ઇમરાન ખેડાવાલાએ આ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મ્યુનિ. કમિશનર અને પોલીસ કમિશનરને વિનંતી કરી છે.

રથયાત્રાને લઈને વિશ્વ હિન્દૂ પરિષદ પણ મેદાને

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને સરકાર મૂંઝવણમાં છે. ત્યારે બુધવારે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શહેરના પ્રમુખ પાલડીસ્થિત વણિકર ભવન ખાતે વીએચપીના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન વીએચપીએ રથયાત્રા મુદ્દે ચીમકી ઉચ્ચારી હતી. અને કહ્યું કે આ વખતે સરકાર રથયાત્રા નહીં કાઢે તો અમે કાઢીશું. ત્યારે વીએચપી નેતા અશોક રાવલે કહ્યું હતું કે શહેરમાં કોઈપણ સંજોગોમાં નિયમો સાથે પણ રથયાત્રા નીકળવી જોઈએ. ફકત 50 ખલાસી સાથે પણ રથયાત્રા નીકાળવી જોઈએ. લોકોની ભીડ ભેગી કરવાની કોઈ જરૂર નથી. રથયાત્રામાં હાથી-ઘોડા, ભજન મંડળી કે, ટ્રક નહીં હોય તો ચાલશે. ભીડ થતી અટકાવવાની જરૂર લાગે તો કર્ફ્યૂ લાગુ કરો. કોઈપણ સંજોગોમાં ભગવાનની રથયાત્રા નીકળવી જ જોઈએ. ભગવાન જગન્નાથની રથયાત્રા કેમની નીકળશે તેને લઈને દરેકના મનમાં પ્રશ્ન છે. ત્યારે સમગ્ર મામલે વીએચપી હવે મેદાનમાં આવ્યું છે.

JAGANNATH RATHYATRA

IMAGE CREDIT- DNA

 

આ પણ વાંચો:વિશ્વ હિન્દુ પરિષદે ચીમકી ઉચ્ચારી

રથયાત્રા મુદ્દે સરકાર મૂંઝવણમાં મુકાઈ

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. કોરોનાને કારણે ગયા વર્ષે અમદવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પર પ્રતિબંધ મૂક્વામાં આવ્યો હતો. જેને કારણે રથયાત્રા નીકળી શકી ન હતી. થોડા સમય પહેલા ગુજરાત રાજ્યમાં કોરોનાની(CORONA) બીજી લહેર આવી હતી. તેમાં ઘણા બધા લોકો સંક્રમિત પણ થયા હતા અને મૃત્યુ પણ પામ્યા હતા. જેને લીધે રાજ્ય સરકારે નાગરિકો પર કેટલાક નિયંત્રણો નાખ્યા હતા. અત્યારે સ્થિતિ હળવી થતા સરકારે નિયંત્રણોમાં થોડી છૂટછાટ આપી છે. પરંતુ હજુ પણ નાગરિકો પર કેટલાક નિયંત્રણો લાગુ છે. ત્યારે ધારાસભ્ય(MLA) ઇમરાન ખેડાવાલા(IMARAN KHEDAWALA) એ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સરકારી ગાઇડલાઇન મુજબ રથયાત્રા નીકળવી જોઈએ તેવી અપીલ કરી છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે, ઈદે મિલાદ અને મોહર્રમનું જુલૂસ પણ નીકળવું જોઈએ. તો બીજી બાજી વિહેપી પણ રથયાત્રા મુદ્દે એક્શનમાં છે. ત્યારે સમગ્ર મુદ્દે સરકાર મૂંઝવણમાં મુકાઈ છે.

કઈ રીતે નીકળશે રથયાત્રા?

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે .થોડા સમય પહેલા ગુજરાત રાજ્યમાં કોરોનાની(CORONA) બીજી લહેર આવી હતી. તેમાં ઘણા બધા લોકો સંક્રમિત પણ થયા હતા અને મૃત્યુ પણ પામ્યા હતા. જેને લીધે થઈને રાજ્ય સરકારે નાગરિકો પર કેટલાક નિયંત્રણો નાખ્યા હતા. અત્યારે સ્થિતિ હળવી થતા સરકારે એ નિયંત્રણોમાં થોડી છૂટછાટ આપી છે. હજુ પણ રાતે 9 વાગ્યા પછી ઘર બહાર નીકળવા પર પ્રતિબંધ છે. અત્યારે પણ અમદાવાદમાં રાતે 9થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ છે. કર્ફ્યૂ સમયમાં 4 માણસો પણ ભેગા થઇ શકતા નથી. દુકાનો પણ સાંજે 7 વાગ્યે બંધ કરી દેવાનો નિયમ છે. તેમજ સામાજીક,ધાર્મિક તેમજ રાજકીય પ્રોગ્રામોમાં 50થી વધુ માણસો ભેગા ન થવા જોઈએ એવી સરકારી ગાઇડલાઇન છે.સામાન્ય માણસ રાતે 9 વાગ્યા પછી ચાલવા માટે પણ ઘરની બહાર જઈ શકતો નથી. સરકાર પોતે એવું કહે છે કે બને ત્યાં સુધી ઘરની બહાર ન નીકળો અને ભીડમાં તો બિલકુલ ન જાવ. તેવામાં એ જોવું રહ્યું કે સરકાર રથયાત્રા કાઢવાની પરમિશન આપે છે કે કેમ? તે જોવું રહ્યું.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment