Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝમોરબી-રાજકોટ વચ્ચે ઈન્ટરસિટી બસ વધારવા MLA મેરજાની સૂચના

મોરબી-રાજકોટ વચ્ચે ઈન્ટરસિટી બસ વધારવા MLA મેરજાની સૂચના

mla
Share Now

કોરના ની બીજી લહેર માં કોરોનાના કેસો વધતા સરકાર દ્વારા એસ ટી બસો નાં અમુક રૂટો બંધ કરવામાં આવ્યા હતા જોકે હવે આ રૂટો ફરી શરુ થયા છે અને આજ રૂટ પર કોરોનાનો કહેર ઓછો થતા ફરી આ રૂટ શરુ કરવામાં આવ્બીયા છે જોકે રૂટો શરુ થતાની સાથે અપડાઉન કરતા લોકોનો પણ ધસારો વધી રહ્યો છે મોરબી બસ ડેપો દ્વારા કોરોનાના સંક્રમણ વખતે બંધ કરવામાં આવેલ બસ રૂટો હવે જ્યારે પરિસ્થિતી રાબેતા મુજબની થઈ રહી છે ત્યારે બસ રૂટો પુનઃ ચાલુ કરવા ધારાસભ્ય બ્રિજેશ મેરજા સમક્ષ રજૂઆતો થતાં વિભાગીય નિયામક–રાજકોટને તાકીદનો પત્ર પાઠવી મોરબી ડેપોના કોરોના કાળમાં સ્થગિત કરાયેલ બસ રૂટો તાત્કાલિક ચાલુ કરવા માંગણી કરેલી હતી. તે પૈકી મોરબી–ભાવપર, મોરબી–મોટા દંહીસરા–ચમનપરના સવારના બસ રૂટો ચાલુ કરી દેવામાં આવ્યા છે. પરંતુ બાકીના બસ રૂટો પણ તાકીદે ચાલુ થાય તે માટે પુનઃ સૂચના આપવામાં આવી છે.

આ પણ જુઓ :પ્રભાસક્ષેત્રનો થશે જીર્ણોદ્ધાર

morbi st

મોરબી-માળીયા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ વિભાગીય નિયામકને લેખિત પત્ર પાઠવી મોરબી–રાજકોટ વચ્ચે અગાઉ ઈન્ટરસિટી બસ સુવિધા ઉપલબ્ધ્ધ હતી. તે કોરોના કાળ દરમિયાન સ્થગિત કરવામાં આવેલી તે બસ સેવા પણ પુરતી માત્રામાં પુનઃ ચાલુ થાય તેમ કરવા માટે વિભાગીય નિયામકને તાકીદ કરવામાં આવી છે. ખાસ કરીને સવાર અને સાંજના સમયે મોરબી – રાજકોટ વચ્ચે મુસાફરોનો ટ્રાફિક વધુ રહેતો હોય આ ઈન્ટરસિટી બસ સુવિધા પૂરતી માત્રામાં ચાલુ કરવી જરૂરી હોવાનું ભાર પૂર્વક જણાવાયુ છે.

rajkot

વધુમાં ધારાસભ્ય દ્વારા એસટી વિભાગને જણાવાયુ છે કે, ઈન્ટરસિટી બસ સુવિધા ચાલુ ન હોવાને લીધે મુસાફરોને ન છૂટકે ખાનગી વાહનોમાં મોરબી – રાજકોટ વચ્ચે મુસાફરી કરવી પડે છે. જેમાં ઘણી વખત જાનનું પણ જોખમ રહે છે અને આર્થિક રીતે પણ વધુ શોષાવું પડે છે.જોકે રાજકોટ અને મોરબી વચ્ચે અનેક અકસ્માત થતા હોય છે અને એનાજ કારણે કેટલાય લોકોનો જીવ ગુમાવાનો વારો આવે છે જોકે આની સાથે આ મુસાફરી કરતા લોકો ટક નું ખાઈ જીવતા હોય છે તો વિના વિલંબે મોરબી – રાજકોટ વચ્ચે ઈન્ટરસિટી બસ સુવિધા અગાઉના ધોરણે પુનઃ ધબકતી થાય તેમ ઝડપભેર કાર્યવાહી કરવા સૂચના આપી હોવાનું તેમની યાદીમાં જણાવાયું છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment