Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝધ્રોલની હોસ્પિટલમાં તોડફોડના કેસમાં ધારાસભ્ય રાધવજી પટેલનો છૂટકારો

ધ્રોલની હોસ્પિટલમાં તોડફોડના કેસમાં ધારાસભ્ય રાધવજી પટેલનો છૂટકારો

jamanagar
Share Now

2007માં ધ્રોલ સરકારી હોસ્પિટલમા ચકચારી તોડફોટ કેસમાં ધારાસભ્ય રાઘવજી પટેલ સહીત પાંચ આરોપીઓને ધ્રોલ કોર્ટે દોષીત જાહેર કર્યા હતા. જ્યારે ત્રણને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ જામનગરની ઉપલી કોર્ટમાં કેસ ચાલ્યો હતો જેમાં આજે જામનગરની ઉપલી કોર્ટ આજે અપીલનો ચુકાદો આપ્યો છે. જજ દ્વારા શંકાનો લાભ આપી વર્ષોથી વિવાદમાં રહેલા ધારાસભ્યને મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. આ તકે, સેશન્સ કોર્ટે રાઘવજી પટેલ તરફી વકીલ દ્વારા કરાયેલી અપીલ માન્ય રાખી હતી. જેથી ધારાસભ્ય રાધવજી પટેલના વકીલ મનોજ અનડકટ, કે.પી. આશરને સફળતા મળી છે.

jamanagar cort

આ પણ જુઓ :ધારાસભ્ય રાઘવજી પટેલનો ચકચારિત કેસ

 

ધ્રોલમાં 14 વર્ષ પહેલાં હોસ્પિટલમાં તત્કાલીન ધારાસભ્ય સહિત પાંચ દ્વારા તોડફોડ કરાઈ હોવાનો ગુન્હો નોંધાયો હતો. જેમાં અદાલતે ધારાસભ્ય વગેરે પાંચને છ મહિનાની કેદ અને રોકડનો દંડ ફટકાર્યો હતો. તે હુકમ સામે કરાયેલી અપીલ ચાલી જતાં અદાલતે આજે તમામ આરોપીને શંકાનો લાભ આપીને છોડી મૂકવાનો હુકમ કર્યો છે.

jamanagar mla

ધ્રોલમાં આવેલી હોસ્પીટલમાં નારાજગીના મુદે ગત તા. ૧૬-૦૮-૨૦૦૭ના દિવસે ધ્રોલ-જોડિયાના તત્કાલિન ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ તથા તેમની સાથે ગયેલા કેટલાંક લોકોએ વિરોધ પ્રદર્શિત કરતી વેળાએ હોસ્પિટલમાં કહેવાતી તોડફોડ કરી હતી અને હુલ્લડ મચાવ્યું હતું તેવી ફરિયાદ જે તે વખતે પોલીસમાં થયા પછી ઉપરોક્ત કેસ જામનગરની અદાલતમાં ચાલી જતાં અદાલતે ધારાસભ્ય રાઘવજી પટેલ અને ત્રણ પત્રકાર તેમજ અન્ય એક ટેકેદાર મળી પાંચને છ મહિનાની કેદની સજા અને રૃપિયા દસ-દસ હજારનો દંડ ફટકાર્યા હતાં.સજાના ઉપરોકત હુકમ સામે જામનગરની સેશન્સ કોર્ટમાં આરોપીપક્ષે અપીલ નોંધાવી હતી. તે અપીલ અન્વયે બચાવપક્ષે પોલીસ કેસમાં રહેલી કેટલીક બાબતો પર શંકા વ્યક્ત કરી હતી. તે પછી આ કેસ ચાલી જતાં અદાલતે ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત પાંચેયને શંકાનો લાભ આપીને તેઓનો છૂટકારો ફરમાવતો હુકમ આજે કર્યો છે. બચાવપક્ષે જામનગરના વકીલ મનોજ અનડકટ તથા કેતન પી. આશર રોકાયા હતાં.અહિયાં એક વાત જરૂરથી ઉલ્લેખ કરવા જેવી છે કે કોંગ્રેસ પક્ષ છોડી ભાજપમાં જતા કોંગી આગેવાન પર થયેલા કેસો જાણે દુધે ધોવાઈ ગયા હોય તે રીતે તેની તરફેણ માં ચુકાદો મળી જાય છે અને એટલેજ કદાચ પક્ષ પલટુ નેતાઓને તમામ કેસો માંથી છુટકારો પણ મળી જાય છે 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment