મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્યના પુત્રએ પિતાની જ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા (suicide)કરી છે. જબલપુરના બરગીથી કોંગ્રેસ ધારાસભ્ય (MLA) સંજય યાદવ (Sanjay Yadav)ના નાના પુત્ર વિભવે ગઇકાલે ગુરૂવારે પોતાને જ ગોળી મારી લીધી હતી. ગોળી વાગતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
suicide પહેલાં બે પાનાની સુસાઇડ નોટ મળી
કોંગ્રેસ ધારાસભ્યના પુત્ર વિભવે આત્મહત્યા પહેલાં 2 પાનાની સુસાઇડ નોટ લખી હતી. સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે, મારો મિત્ર ઉપર ગયો, હું તેની પાસે જઈ રહ્યો છું. આ ઉપરાંત તેણે પપ્પા-મમ્મી સારા હોવાનું લખ્યુ છે. ઉપરાંત પોતાની આત્મહત્યા બાબતે કોઈને જવાબદાર ઠેરવ્યા નથી.
આ પણ વાંચો: દેશમાં 1 દિવસમાં 31 બાળકો કરે છે આત્મહત્યા, કારણ માત્ર એક…
બપોરે દોઢ વાગ્યે ઘરના પ્રથમ માળે ફાયરિંગનો અવાજ આવ્યો હતો. ફાયરિંગ (Firing)નો અવાજ સાંભળીને હરિનાથ તાત્કાલિક પ્રથમ માળે પહોંચ્યો હતો જ્યાં વિભવ લોહીથી લથપથ હાલતમાં પડ્યો હતો અને તેની પાસે રિવોલ્વર પડી હતી. ત્યારબાદ હરિનાથે સંજય યાદવને જાણ કરી અને વિભવને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.
suicide નોટમાં શું લખ્યુ?
આ ઘટના અંગે એસપીએ જણાવ્યું હતું કે, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે. ઘટના અંગે આગળની તપાસ હજુ ચાલી રહી છે. વિભવ 12માં ધોરણમાં મનોવિજ્ઞાનનો અભ્યાસ કરતો હતો. ઘટનાસ્થળેથી 2 પાનાની સુસાઈડ નોટ મળી છે. સુસાઈડ નોટમાં લખ્યું છે કે, મમ્મી અને પપ્પા ખૂબ સારા છે. મારા બધા દોસ્ત ખૂબ સારા છે. મારો દોસ્ત ઉપર ચાલ્યો ગયો છે. હું પણ તેની પાસે જઈ રહ્યો છું. આ સુસાઈડ નોટ તેણે 5 મિત્રોને સેન્ડ પણ કરી હતી. તેણે મિત્રોને કહ્યું હતું કે, તમે લોકો ખૂબ સારા છો હવે હું જઈ રહ્યો છું.
હત્યા કે આત્મહત્યા? જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4