Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeઑટો & ગેજેટ્સવોડાફોન-આઈડિયાનું કાર્ડ રાખવું થયુ મોંઘુ: રીચાર્જ પ્લાનમાં 61%નો વધારો ઝીંકાયો

વોડાફોન-આઈડિયાનું કાર્ડ રાખવું થયુ મોંઘુ: રીચાર્જ પ્લાનમાં 61%નો વધારો ઝીંકાયો

Mobile Tariff : Continuing VIL number for a month is 61% more expensive
Share Now

નવી દિલ્હી : મોંઘવારીની વાત કરવા બેસીએ તો એ શોખથી માંડીને જીવનજરૂરી તમામ ચીજોમાં કૂદકેને ભૂસકે વધી રહી છે. મોબાઈલ અને ડેટાપેક હવે અત્યંત જરૂરી ચીજ બની ગઈ છે અને કોરોના કાળમાં તો તેની ડગલે ને પગલે જરૂર પડે છે. વર્ક ફ્રોમ હોમ હોય કે સ્ટડી ફ્રોમ હોમ, આ સિવાય લોકડાઉનમાં ઘરે બેઠેલા લોકોમાં મોબાઈલનો ઉપયોગ વધી ગયો છે ત્યારે મોબાઈલ અત્યંત આવશ્યક ચીજોમાં સામેલ થઈ ગયો છે. ત્યારે મોંઘવારીએ હવે તેમાં પણ દેખા દીધા છે. ફક્ત તમારો નંબર ચાલુ રાખવા માટે મિનિમમ પ્રીપેડ રિચાર્જ(Mobile Tariff) કરાવવું પણ હવે મોંઘુ થઈ જશે. એરટેલ પછી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાએ 28 દિવસોના એન્ટ્રી લેવલ પ્રીપેડ પ્લાનને 61 ટકા મોંઘો કરી દીધો છે. 28 દિવસોની વેલિડિટીવાળા પેક માટે હવે ગ્રાહકોએ 49 રૂપિયાની જગ્યાએ 79 રૂપિયા ચૂકવવા પડશે.

આ પણ વાંચો : તાલિબાનો કોણ છે? કેવી છે એમની વિચારધારા?

વોડાફોન આઈડિયાએ દેશભરના મોટાભાગના સર્કલમાં 79 રૂપિયાના પ્લાનને 28 દિવસોની વેલિડિટી સાથે એન્ટ્રી લેવલ પેક બનાવ્યું છે. આંધ્રપ્રદેશના અમુક સર્કલ્સમાં અત્યારે પણ 28 દિવસોની વેલિડિટીવાળા 49 રૂપિયાનો પ્લાન એન્ટ્રી લેવલ પેક છે પણ ટૂંક સમયમાં જ તેને 79 રૂપિયાના પ્લાન સાથે બદલવામાં આવશે. 79 રૂપિયાના પેકમાં ગ્રાહકોને 54 રૂપિયાનો ટોકટાઈમ અને એપ દ્વારા રિચાર્જ કરાવશો તો 200 એમબી ડેટા મળી રહ્યા છે. આ ફેરફાર પછી પણ 100 રૂપિયાથી ઓછાના પ્રીપેડ પેક્સ સૌથી વધુ વોડાફોન આઈડિયામાં જ છે. કંપની 79 રૂપિયાથી ઓછાના રિચાર્જ તરીકે 14 દિવસની વેલિડિટીવાળું પેક 49 રૂપિયામાં અને 21 દિવસની વેલિડિટીવાળું પેક 65 રૂપિયામાં આપી રહી છે.

એન્ટ્રી લેવલ પેકમાં SMS મોકલવાની સુવિધા નહિં

79 રૂપિયાના એન્ટ્રી પ્લાનમાં ગ્રાહકોને એસએમએસ મોકલવાની સુવિધા નથી મળતી. 100 રૂપિયા કે તેનાથી ઓછાના કોઈ પણ કોમ્બો/વેલિડિટી પેક સાથે વોડાફોન આઈડિયા એસએમએસ મોકલવાની સુવિધા નથી આપી રહી. જે ગ્રાહકો એસએમએસ સુવિધા મેળવવા માંગતા હોય તેને અનલિમિટેડ કોલવાળું પેક કરાવવું પડશે. અનલિમિટેડ પેકનું મિનિમમ રિચાર્જ 28 દિવસની વેલિડિટી સાથે 149 રૂપિયાનું છે. અહિં એટલું ધ્યાન આપવું જરૂરી છે કે વોડાફોન આઈડિયાના 50 ટકા સબ્સ્ક્રાઈબર્સ અત્યારે પણ 2જી સર્વિસિસનો ઉપયોગ કરે છે જે ઓછી કિંમતવાળા રિચાર્જ પેક કરાવે છે.

Mobile Tariff : Continuing VIL number for a month is 61% more expensive

ફ્લોર પ્રાઈસિંગ માટે બેટિંગ કરી રહી છે કંપની

પોસ્ટપેડ ટેરિફ((Mobile Tariff))ને વોડાફોને પહેલા જ સુધાર્યો છે. એનાલિસ્ટનું માનવું છે કે, રેવેન્યુ વધારવા માટે તેને વધુ વધારવાની જરૂર છે જેથી ટેલિકોમ કંપનીઓ પોતાને માર્કેટમાં ટકાવી શકે. વોડાફોન આઈડિયાના સીઈઓ રવિન્દર ટક્કરે જણાવ્યા પ્રમાણે, ટેરિફમાં ફેરફાર યોગ્ય દિશામાં ઉઠાવવામાં આવેલુ પગલું છે અને તેનાથી દરેક યૂઝર સરેરાશ રેવેન્યૂ (ARPU)માં સુધારો થશે પણ આ ફેરફાર ઈન્ડસ્ટ્રીની મુશ્કેલીઓના નિવારણ માટે પૂરતું નથી. ટક્કરે જણાવ્યું કે, કંપની સતત રેગ્યુલેટર પાસેથી ફ્લોર પ્રાઈસિંગ માટે વાતચીત કરી રહી છે. જો કે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)નું માનવું છે કે, ફ્લોર પ્રાઈસિંગ મિકેનિજ્મ એન્ટી કન્ઝયુમર છે. ઉલ્લેખનીય છે કે, વોડાફોન આઈડિયા હાલ ગંભીર નાણાકીય સંકટ સામે લડી રહી છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા 9000 કરોડના બાકી AGR (એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ)ને ફરી આંકારણી કરવાની અરજીને નામંજૂર કર્યા પછી તેની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ સિવાય કંપનીએ ગયા વર્ષે સપ્ટેમ્બર 2020માં 25,000 કરોડ એકઠા કરવાનો લક્ષ્ય રાખ્યો હતો જેના પર હાલ કોઈ પ્રગતિ નથી જોવા મળી તેથી તેને હવે એકમાત્ર વિકલ્પ ભાવવધારો(Mobile Tariff) જ સામે દેખાઈ રહ્યો છે.

દેવામાં ડૂબેલી છે દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની

ઉલ્લેખનીય છે કે, દેવામાં ડૂબેલી દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપનીને જો સરકાર તરફથી રાહત નહિં મળે તો વાર્ષિક કેશફ્લો 3.1 અબજ ડોલર અથવા 23000 કરોડ રૂપિયા સુધી ઘટી શકે છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરના નબળા નાણાકીય પરિણામો પાછળ કંપનીના ગ્રાહકોની સતત ઘટી રહેલી સંખ્યા છે. આ સિવાય VIL પર 1.90 લાખ કરોડ રૂપિયાનું દેવુ છે અને મૂડી એકઠી કરવાની તેની યોજનાઓ કામ નથી લાગી રહી. કંપની બંધ થાય તો 27 કરોડ યૂઝર્સની મુશ્કેલીઓ વધી જાય તેમ છે. એક્સપર્ટ જણાવે છે કે, વોડાફોન આઈડિયાએ પોતાને માર્કેટમાં ટકાવી રાખવા માટે પ્રીપેડ સ્માર્ટફોન યૂઝર્સ માટે ટેરિફમાં તાત્કાલિક વધારો કરવાની જરૂર છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment