અરવલ્લી જીલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election)માં સરપંચ અને સભ્યપદ માટે ઉમેદવારી ફોર્મ ભરાવવાના શરૂ થઇ ગયા છે. ગામના મુખિયા બનવા મુરતિયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારો જીત મેળવવા મતદારોને રીઝવવા માટે દારૂ અને પૈસાની રેલમછેલ કરતા હોવાની કોઇ નવાઈ નથી. ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ બુટલેગરો ફરી સક્રિય થઇ નાના-મોટા વાહનો મારફતે વિદેશી દારૂ ઠાલવવા પ્રયત્નશીલ બન્યા છે. મોડાસા રૂરલ પોલીસે (Modasa police)બોડી ગામ નજીક પલ્સર બાઈક પર દારૂની ખેપ મારી રહેલા બુટલેગરને દબોચી લઈ 20 હજારથી વધુનો દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અણસોલ ગામના બુટલેગર કરણે રતનપુર નજીકથી વિદેશી દારૂ (Foreign liquor)થેલામાં ભરી બોડી ગામે આપવા જતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
Modasa police એ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો
મોડાસા રૂરલ પીઆઈ મુકેશ તોમર અને તેમની ટીમે મેઢાસણ ગામ નજીક પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત પેટ્રોલિંગ હાથ ધર્યું હતું, ત્યારે મેઢાસણ ગામ તરફથી એક બુટલેગર પલ્સર બાઈકમાં દારૂ ભરી બોડી તરફ જવાનો બાતમી મળતા પોલીસ સતર્ક બની બોડી ગામની સીમમાં નાકાબંધી કરી વોચ ગોઠવી દીધી હતી. બાતમી આધારિત પલ્સર બાઈક આવતા પોલીસે બાઈક ચાલકને અટકાવી કોર્ડન કરી બાઈક પર આગળના ભાગે મુકેલા થેલામાંથી વિદેશી દારૂની ૧૧૨ બોટલ સાથે ઝડપી લીધો હતો.
આ પણ વાંચો: Arrvali માં પોલીસ પરીક્ષાની તૈયારી કરતી પરણિત યુવતીને પતિની છૂટાછેડા આપવાની ધમકી
Modasa police એ બુટલેગરની સઘન પૂછપરછ હાથ ધરી
મોડાસા રૂરલ પોલીસે (Police)બાઈક ચાલક કરણ નવીનભાઈ પારઘીની ધરપકડ (arrest)કરી 20 હજારથી વધુના દારૂ સાથે રૂપિયા 90,400 નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. હાલમાં તો મોડાસા રૂરલ પોલીસે રતનપુર નજીકથી દારૂ ભરી આપનાર અને બોડી ગામે દારૂ મંગાવનાર શખ્સોના નામ જાણવા બુટલેગરની સઘન પૂછપરછ હાથ ધરી છે.
જળમાર્ગે દારૂની હેરાફેરી જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4