Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 18.
Homeન્યૂઝરાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી

Heavy Rainfall
Share Now

રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજા લોકો પર મહેરબાન થયાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 80 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે. ત્યારે હજુ પણ રાજ્યમાં 20 ટકા જેવી વરસાદની ઘટ સર્જાઇ રહી છે. પરંતુ કેટલાક તાલુકા એવા છે જ્યાં 50 ટકા કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે. આ તમામ વચ્ચે એટલુ કહી શકાય કે જ્યાં વિસ્તારોમાં 100 ટકા વરસાદ નોંધાયો નથી ત્યાં વિસ્તારોમાં હવે સિઝનના અંતમાં વરસાદ નહીં થાય તો પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. તેની સીધી અસર ખેડૂતોએ કરેલા વાવેતર પર પડશે અને તેને મસ મોટું નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. રાજ્યમાં હજુ પણ આગામી 28 સપ્ટેમ્બર સુધી મધ્યમથી ભારે વરસાદ (Heavy Rainfall)ની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ભારે વરસાદ (Heavy Rainfall)છતાં પણ આટલા ટકા છે વરસાદની ઘટ

અમદાવાદમાં 1 જૂનથી અત્યાર સુધીમાં કુલ 655.7 મિમી વરસાદની સામે 375.4 મિમી જ વરસાદ પડ્યો હોવાથી હજુ પણ અમદાવાદમાં સામાન્ય કરતાં 40 ટકા ઓછો વરસાદ પડ્યો છે. બીજી તરફ 1 જૂનથી 19 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં 658.1 મિમીની સામે 534.6 મિમી વરસાદ પડતાં રાજ્યમાં અત્યાર સુધીમાં 80 ટકા વરસાદ થયો છે, જ્યારે 20 ટકા વરસાદની ઘટ છે.

આ પણ વાંચો: જૂનાગઢ: મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ભારે વરસાદથી શહેર પાણી પાણી

રાજ્યનો આ ડેમ છે વોર્નિંગ સ્ટેજ પર

કડાણા ડેમમાં વરસાદને પગલે સતત પાણીની આવકમાં વધારો હોવાથી હાલમાં ડેમ વોર્નિંગ સ્ટેજ પર છે. ડેમમાં 85 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. સતત પાણીની મોટી આવકના પગલે 48 કલાકમાં 8 ફૂટ જેટલો પાણીનો વધારો થયો છે. જેના પગલે ડેમમાં હાલ પાણીની આવક 24,721 ક્યુસેક નોંધાઈ છે અને હાલની જળ સપાટી 413 .1 ફૂટે પહોંચી છે. સતત આવકના પગલે આવનાર દિવસોમાં પાણી છોડવાની સંભાવના છે. જેને લઈને મહીસાગર અને પંચમહાલના 118 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમની ભયજનક સપાટી 419 ફૂટ પર હોય છે જ્યારે હાલનું રુલ લેવલ 416 ફૂટ છે.

રાજ્યમાં કેટલા જળાશયો છે હાઇ એલર્ટ ૫ર

સરદાર સરોવર નર્મદા નિગમ લિ. દ્વારા જણાવાયું હતું કે સરદાર સરોવર જળાશયમાં હાલ 1,86,731 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિના 55.89 ટકા છે. સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું હતું કે રાજ્યનાં 206 જળાશયોમાં 418556 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 75.09 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-79 જળાશય, એલર્ટ ૫ર કુલ- 12 જળાશય તેમજ વોર્નિંગ ૫ર-13 જળાશય છે.

રાજ્યમાં ભારે વરસાદ (Heavy Rainfall)ના પગલે ચાલુ વર્ષે કેટલા હેક્ટર ખરીફ પાકોનું વાવેતર છે

કૃષિ વિભાગ દ્વારા જણાવાયું છે કે ચાલુ વર્ષે અંદાજિત 83.84 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 20 સપ્ટેમ્બર સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 85.83 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષના સરેરાશ વાવેતર વિસ્તારની સામે 98.01 ટકા વાવેતર થયું છે. રાહત કમિશનર અને અધિક સચિવ, મહેસૂલ વિભાગના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની ઓનલાઈન બેઠક બે દિવસ પહેલાં સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતેથી યોજાઈ હતી જેમાં આ માહિતી આપવામાં આવી હતી.

પુલનું ધોવાણ થતા ખેડૂતો હેરાન જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment