Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeભક્તિખુલ્લા આકાશ નીચે લીલા ગીચ વૃક્ષોની મધ્યે સ્થાપિત છે આ અનેરૂ ધામ!

ખુલ્લા આકાશ નીચે લીલા ગીચ વૃક્ષોની મધ્યે સ્થાપિત છે આ અનેરૂ ધામ!

Modhera Sun Temple
Share Now

મોઢેરા સૂર્ય મંદિર (Modhera Sun Temple) ભારતના વિવિધ સ્થાનો પર અનેક સૂર્યમંદિરો તેના શિલ્પ અને સ્થાપત્યને સાચવીને બેઠા છે. સદીઓથી આ સૂર્યમંદિરો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. જેમાં ઓરિસ્સાનું કોર્ણાક સૂર્યમંદિર, જમ્મુનું માર્તંડ મંદિર અને મોઢેરાનું સૂર્યમંદિર મુખ્ય મનાય છે. આવો મોઢેરાના સૂર્યમંદિરની વાત કરીએ. ખુલ્લા આકાશ નીચે લીલા ગીચ વૃક્ષોની મધ્યે  સ્થાપિત છે એક ધામ. જે સહસ્ત્ર વર્ષોથી બન્યું છે ભક્તોની આસ્થાનું કેન્દ્ર. ભગવાન સૂર્યનારાયણની ભક્તિનું કેન્દ્ર. પાટણથી 30 કિલોમીટરના અંતરે આવેલું છે મોઢેરા ગામ. અને આ ગામમાં જ પુષ્પાવતી નદીને કિનારે બિરાજમાન છે આદિત્યનારાયણ. મોઢેરાનું આ સૂર્યમંદિર વિશ્વપ્રસિદ્ધ છે. તે મુખ્ય ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. સૂર્યકુંડ, સભામંડપ અને મુખ્યમંદિર.  

sun temple

sun temple, google image

આ મંદિરનું ર્નિમાણ વર્ષ 1026માં સોલંકી વંશના રાજાએ કરાવ્યું હતું: 

મુખ્યમંદિરના ગર્ભગૃહમાં મળેલા એક ઉલ્લેખ મુજબ આ મંદિરનું ર્નિમાણ વર્ષ 1026માં સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાએ કરાવ્યું હતું. સોલંકી વંશના રાજાઓ સૂર્યવંશી હતા. તેઓ સૂર્યને કુળદેવતા તરીકે પૂજતા હતા. માટે જ સોલંકી વંશના રાજાએ તેમની રાજધાની અણહિલવાડ પાટણની આ ભૂમિ પર આ ભવ્ય સૂર્યમંદિરનું ર્નિમાણ કરાવ્યું.  આ સ્થાન પર સૂર્યપૂજાનો મહિમા તો  રામાયણકાળથી અસ્તિત્ત્વમાં હોવાનું કહેવાય છે. પ્રાચીનકાળમાં આ વિસ્તાર ધર્મારણ્ય તરીકે પ્રસિદ્ધ હતો. રાવણના વધ બાદ બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા ભગવાન રામ ગુરૂ વશિષ્ઠની આજ્ઞાથી સહપરિવાર અહીં આવ્યા હતા. કહેવાય છે કે ત્યારે સૂર્યવંશી ભગવાન રામે જ સર્વપ્રથમ આ સ્થાન પર  સૂર્યદેવતાનું આહ્વાન કરી તેમનું સ્થાપન કર્યું હતું.

 આ પણ વાંચો: ઉત્તર ગુજરાતમાં સ્થિત આ મંદિરને શિવ પંચાયત કહેવામાં આવે છે, જાણો શું છે પૌરાણિક કથા?

મોઢેરા સૂર્ય મંદિર 

મોઢેરા સૂર્ય મંદિર, google image 

અનેક કુદરતી વિપદાઓ અને આક્રમણોને સહન કર્યા બાદ પણ આ સૂર્યમંદિર  તેની ગરિમાને જાળવતું  સહસ્ત્ર વર્ષોથી મોઢેરાની શાનમાં વધારો કરી રહ્યું છે. કહેવાય છે કે, પ્રાચીનકાળમાં સૂર્યદેવની સુવર્ણની પ્રતિમા મંદિરના ગર્ભગૃહમાં બિરાજતી. મંદિરની રચના એ રીતે થઈ છે કે ઉગતા સૂર્યના કિરણો સીધાં જ મંદિરના ગર્ભગૃહમાં પડે. એમાંય વર્ષના બે દિવસ 20 માર્ચ અને 21 સપ્ટેમ્બરના રોજ સૂર્યનું પ્રથમ જ કિરણ સીધું સૂર્યદેવના મસ્તક પર મુકાયેલા રત્ન પર પડતું. અને રત્ન પરથી પ્રતિબિંબિંત થઈ સમગ્ર મંદિરને ઝળહળાવી મુકતુ હતું. 

મોઢેરાનું સૂર્યમંદિર શિલ્પ સ્થાપત્ય અને કલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ

મોઢેરાનું સૂર્યમંદિર શિલ્પ સ્થાપત્ય અને કલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. મંદિરનો સભામંડપ અતિ રમણીય છે. 52 સ્તંભ પર ઉભેલો આ મંડપ વર્ષના 52 અઠવાડિયાનું પ્રતીક છે. કહેવાય છે કે પ્રાચીન સમયમાં આ મંડપ નીચે ધાર્મિક વિધિ, મંત્રણાઓ અને નૃત્ય મહોત્સવ થતાં. નૃત્યની આ પરંપરા હવે પુનઃ શરૂ થઈ છે. મંદિરના વિવિધ શિલ્પોમાં સૂર્યનારાયણની પ્રતિમાઓ તેમજ રામાયણ-મહાભારતકાળના કથાનાયકો અંકિત થયેલા છે. સાથોસાથ સૂર્યકુંડ પણ નાના-મોટા 108 મંદિરોથી શોભામાન છે. દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ પુરાતત્વમાં રસ ધરાવનારા લોકો દેશ-વિદેશથી અહીં આવે છે. લોકો આ અદભુત શિલ્પ અને સ્થાપત્યને નિહાળી ધન્યતાની કરે છે અનુભૂતિ. 

 જુઓ આ વિડીયો: આ જગ્યા પર દેખાય છે જમીન પર આવતા આકાશ, જગ્યાએ છે નયનરમ્ય દૃશ્ય

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment