Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / July 2.
Homeન્યૂઝચીનને તેની ભાષામાં જવાબ આપવા ભારત તૈયાર, મોદી સરકારને મળશે અદાણીનો સાથ

ચીનને તેની ભાષામાં જવાબ આપવા ભારત તૈયાર, મોદી સરકારને મળશે અદાણીનો સાથ

Modi-Adani Colombo Strike to China: Adani Signs Lanka’s Biggest $700 million port Deal
Share Now

 

નવી દિલ્હી : ભારતને ચોતરફથી ઘેરવા માટે ચીન પાડોશી દેશનો ઉપયોગ કરી રહ્યું છે. પાકિસ્તાન, નેપાળ અને શ્રીલંકા જેવા દેશોમાં ચીન રોકાણ કરીને ઇન્ફ્રાસ્ટ્રકચરની મોટી મોટી યોજનાઓ તૈયાર કરી રહ્યું છે. ભારતના પાડોશી દેશોમાં ચીનના આ રોકાણના કારણે ભારત માટે રણનીતિની દ્રષ્ટિએ ખતરો વધી ગયો છે. ભારતે હવે ચીનને તેની ભાષામાં જ જવાબ આપવાની તૈયારી કરી છે અને આ રણનીતિમાં મોદી સરકારને મળશે અદાણી(Modi-Adani Colombo Strike to China)નો સાથ.

Modi-Adani Colombo Strike to China

Modi-Adani Colombo Strike to China

ચીન લાંબા સમયથી દરિયા થકી ભારતને ધેરવાના પ્રયાસ કરી રહ્યું છે. શ્રીલંકામાં બંદર વિકસિત કરવાના નામ પર, માલદીવને દેવાના ડુંગર નીચે ઘકેલીને ચીન પોતાના નાપાક ઈરાદાઓ પૂર્ણ કરવાના પ્રયાસ કરી રહ્યું છે. ચીનની આ ચાલને ભારત પણ સમજી રહ્યું છે જેથી ચીનને તેની ભાષામાં જવાબ આપવા મત ભારતે શ્રીલંકા બંદર ઓથોરીટી સાથે કરાર કર્યા છે.

આ પણ વાંચો : શાહરુખ ખાનનો પુત્ર આર્યન 4 વર્ષથી ડ્રગ્સ લે છે, NCBની પૂછપરછ ખુલાસો

શ્રીલંકાના કોલંબો બંદરના વેસ્ટ કન્ટેનર ટર્મિનલના વિકાસ માટે ભારત અને જાપાન સરકારની સાથે શ્રીલંકન અધિકારીઓ સાથે અનેક તબક્કાની મંત્રણા કર્યા પછી નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટર્મિનલને રણનીતિની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે કારણ કે રાજધાની કોલંબોમાં ચીન દ્વારા ૫૦૦ મિલિયન ડોલરના ખર્ચે બનાવવામાં આવી રહેલ સમુદ્ર કંથને જોડતી જેટી નજીક છે.

 

Sri Lanka Colombo Port Gautam Adani Deal

 

અદાણીનો મળ્યો સાથ

ભારતના પોર્ટ કારોબારી અદાણી ગ્રુપે શ્રીલંકામાં ૭૦ કરોડ ડોલરનું રોકાણ કરીને એક કન્ટેન્ટર ટર્મિનલ નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : અમેરિકા અને ચીનમાં ડિફોલ્ટની આશંકા વધી, વૈશ્વિક અર્થવ્યવસ્થા ફરી તારાજી સર્જશે   

શ્રીલંકાના બંદર ક્ષેત્રનું સૌથી મોટું રોકાણ

શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ચીન ૫૦ કરોડ ડોલરના રોકાણથી દરિયા કાંઠે જોડનાર જેટી બનાવી રહ્યું છે. અદાણી ગ્રુપનું આ કન્ટેનર ટર્મિનલ ચીનના જેટીની પાસે જ છે. શ્રીલંકા પોર્ટ ઓથોરીટીની સાથે અદાણી ગ્રુપે એક સમજૂતી કરી છે. આ કરાર અનુસાર નિર્ધારિત ૭૦ કરોડ ડોલરથી વધુનું રોકાણ શ્રીલંકાના બંદર ક્ષેત્રમાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ(Modi-Adani Colombo Strike to China) બની ગયું છે.

ભારતનું અદાણી ગ્રુપે કોલંબો બંદરના વેસ્ટર્ન કન્ટેન્ટર ટર્મિનલને વિકસિત કરવા અને તેને ૩૫ વર્ષ સુધી ચલાવવા માટે શ્રીલંકા બંદર ઓથોરીટી સાથે એક કરાર કર્યો છે.

Adani Led Indian company entered into a $700 million deal to build a strategic deep-sea container terminal in Sri Lanka

 

અદાણી ગ્રુપે કોલંબો બંદર પર ડબ્લ્યુસીટી વિકસિત કરવા માટે પોતાના સ્થાનિક ભાગીદાર જોન કિલ્સ હોલ્ડીગ્સ અને એસએલપીએ સાથે કે નિર્માણ –પરિચાલન –અંતરણ (બીઓટી)સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. બે સ્થાનિક સંસ્થાઓ પાસે વેસ્ટ કન્ટેનર ઇન્ટર નેશનલ ટર્મિનલ નામની નવી સંયુક્ત કંપનીની ૩૪ ટકા અને ૧૫ ટકા હિસ્સેદારી હશે.આ બંદર વેપારની દ્રષ્ટીએ મહત્વપૂર્ણ છે કારણ કે આ દેશની કુલ બંદર ક્ષમતાના ૨૪ ટકા વેપાર કરે છે.

આ પણ વાંચો : NCB ના અધિકારી સમીર વાનખેડે વિશે જાણો.. જેમણે શાહરુખ ખાનના દીકરાની કરી ધરપકડ

 અદાણીનું હશે બંદર

કોલંબોનું સમગ્ર બંદર અદાણીના નિયંત્રણમાં રહેશે, જેનું નામ કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ રાખવામાં આવ્યું છે. આ નવું કન્ટેનર જેટી અંદાજે ૧.૪ કિલોમીટર લાંબુ છે.આ અંદાજે ૨૦ મીટર ઊંડું છે અને તે પ્રતિ વર્ષ ૩૨ લાખ કન્ટેનર હેન્ડલ કરશે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં ૬૦૦ મીટર ટર્મિનલ બનાવવામાં આવશે અને જે બે વર્ષની અંદર પૂર્ણ થશે. અંદાજે ૩૫ વર્ષ પછી આ ટર્મિનલ ફરીથી શ્રીલંકા સરકાર હસ્તક થઇ જશે.

Adani Signs Lanka’s Biggest $700 million port Deal to Counter China

PC : The Quint

લંકાને પણ દેવા હેઠળ દબોચવા માંગે છે ચીન

શ્રીલંકાએ ગત દિવસોમાં બગડતી અર્થવ્યવસ્થાને બચાવવા માટે ચીન પાસેથી ફરી ૨.૨ અબજ ડોલરની નવી લોન માંગી હતી. શ્રીલંકા પર ચીનનું પહેલાથી જ અબજો ડોલર દેવું છે, જેના બદલે તેને પોતાનું હબનટોટા બંદર ૯૯ વર્ષ માટે ચીનને ભાડાપટ્ટે આપવું પડ્યું હતું. શ્રીલંકાને ચીનના દેવાની જાળમાં ફસાયેલું જોઇને ભારત સહિત અનેક પશ્ચિમી દેશ પરેશાન છે. આ દેશોને ડર એ છે કે ચીન આ પ્રમાણે દેવાની આડમાં સમગ્ર શ્રીલંકા પર કબજો ના કરી લે, આ સ્થિતિમાં ચીનને હિન્દ મહાસાગરમાં મોટી તાકાત મળશે. જોકે આ સ્થિતિને કાબૂમાં લેવા ભારત તરફથી મોદી-અદાણી(Modi-Adani Colombo Strike to China) આ સ્ટ્રાઈક કરશે.

આ પણ વાંચો :  હુરૂન ઈન્ડિયા ધનિક યાદી: નીતિન કામતે બાજી મારી, બિગબુલને પાછળ છોડ્યા

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment