કરતારપુર કોરિડોર ખોલવાને લઈને મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે તેને આવતીકાલથી એટલે કે 17 નવેમ્બરથી ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે ઘણા સમયથી તેને ખોલવાની માંગ કરવામાં આવી રહી હતી, ત્યારબાદ તેને ફરીથી ખોલવાની માહિતી સામે આવી છે.
કોવિડ 19ને કારણે બંધ કરાયો હતો કોરિડોર
નોંધનીય બાબત છે કે, કોવિડ 19 રોગચાળાને ધ્યાનમાં રાખીને માર્ચ 2020 માં આ કોરિડોર બંધ કરવામાં આવ્યો હતો. કરોડો દેશવાસીઓની અપાર આસ્થાના કેન્દ્ર કરતારપુર સાહિબને ફરી ખોલવાના નિર્ણયથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને ફાયદો થશે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ ટ્વિટ કરીને માહિતી આપી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે સરકારે કરતારપુર સાહિબ કોરિડોરને ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય ગુરુ નાનક દેવજી અને શીખ સમુદાય પ્રત્યે મોદી સરકારની અપાર આદર દર્શાવે છે. આ ઉપરાંત ગૃહમંત્રીએ આ અંગે સમીક્ષા બેઠક પણ યોજી હતી. હાલમાં, કોવિડ પ્રોટોકોલ અનુસાર તીર્થયાત્રાની સુવિધા ઉપલબ્ધ રહેશે.
In a major decision, that will benefit large numbers of Sikh pilgrims, PM @Narendramodi govt has decided to re-open the Kartarpur Sahib Corridor from tomorrow, Nov 17.
This decision reflects the immense reverence of Modi govt towards Shri Guru Nanak Dev Ji and our Sikh community.— Amit Shah (@AmitShah) November 16, 2021
આ પણ વાંચો:PM મોદીએ કર્યું પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન, કહ્યું- આ વિકાસનો એક્સપ્રેસ વે
બીજેપી ડેલિગેશન પીએમ મોદીને મળ્યું
હાલમાં જ પંજાબ બીજેપીના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ પીએમ મોદીને મળ્યું હતું અને કરતારપુર કોરિડોર ખોલવાની માંગ કરી હતી. ત્યારે પ્રતિનિધિમંડળે કતારપુર કોરડોરને 19 નવેમ્બરે ગુરુ પર્વ પહેલા ખોલવાની માંગ કરી હતી, હવે મોદી સરકારે માંગણીઓ સ્વીકારીને શીખ સમુદાયને ગુરુ પર્વની ભેટ આપી છે. હવે શ્રદ્ધાળુઓ પાકિસ્તાન સ્થિત ગુરુદ્વારામાં જઈને શીશ જુકાવી શકશે.
24 ઓક્ટોબર 2019ના રોજ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા
PIB દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારતે 24 ઓક્ટોબર 2019ના રોજ પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સીમા પર ઝીરો પોઈન્ટ પર ડેરા બાબા નાનક ખાતે હસ્તાક્ષર કર્યા હતા, જેમાં કરતારપુર સાહિબ કોરિડોરની કામગીરીની પદ્ધતિઓનો ઉલ્લેખ છે. વર્ષ 2018માં પણ શ્રી ગુરુ નાનક દેવજીની 550મી જન્મજયંતિના ઐતિહાસિક અવસરને ભવ્ય રીતે ઉજવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4