કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ સામેના આંદોલન સામે આખરે કેન્દ્ર સરકારને ઝુકવું પડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદો પરત ખેંચવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે જમીન સંપાદન કાયદો પણ પરત ખેંચવો પડ્યો હતો. ત્યારબાદ હવે કેન્દ્ર સરકારે કૃષિ કાયદો પણ પરત ખેંચવાની જાહેરાત કરવી પડી છે.
Modi government એ શું કામે ઝુકવુ પડ્યુ?
રાકેશ ટિકૈતના નેતૃત્વમાં ખેડૂતોએ ત્રણેય કૃષિ કાયદા (Three Farm laws)ઓ પરત ખેંચવાની માંગ સાથે આંદોલન (agitation)કર્યું હતું. ખેડૂતોએ સ્પષ્ટતા કરી હતી કે, તેઓ આ કાયદાઓ પરત ખેંચવાથી ઓછું કંઈપણ સ્વીકારતા નથી. કેન્દ્ર સરકારે ખેડૂતોની ચિંતા પર સુધારાની વાત કરી હતી. તેમણે કાયદાને બે વર્ષ માટે સ્થગિત કરવાનું પણ આશ્વાસન આપ્યું હતું, પરંતુ ખેડૂતો આંદોલન (Farmers Protest)નો અંત લાવવા સંમત નહતા. પીએમ મોદીએ પણ પોતાના સંબોધનમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચો: Farmer protest: ત્રણ કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત બાદ પણ ખેડૂતો પોતાના પર અડગ, જાણો કારણ
Modi government એ રદ કરેલા જમીન સંપાદન વટહુકમમાં શું હતું?
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સત્તામાં આવ્યાના થોડા મહિના બાદ કેન્દ્ર સરકારે (Government)નવો જમીન સંપાદન વટહુકમ બહાર પાડ્યો હતો. તેના દ્વારા જમીન સંપાદન સરળ બનાવવા માટે ખેડૂતોની સંમતિની જોગવાઈને નાબૂદ કરવામાં આવી હતી. જમીન સંપાદન માટે 80 ટકા ખેડૂતોની સંમતિ જરૂરી હતી. નવા કાયદામાં ખેડૂતોની સંમતિની જોગવાઈને નાબૂદ કરવામાં આવી હતી.
આ તમામનો ખેડૂતો (Farmer)એ વિરોધ કર્યો હતો. રાજકીય પક્ષોએ પણ જોરદાર વિરોધ કર્યો, જેના કારણે સરકારે ચાર વખત વટહુકમ બહાર પાડ્યા, પરંતુ સંસદમાં તેનાથી સંબંધિત બિલ (Bill)પાસ થઈ શક્યું નહીં. અંતે, કેન્દ્ર સરકારે પીછે હટ કરવી પડી અને પીએમ મોદીની સરકારે 31 ઓગસ્ટ 2015 ના રોજ આ કાયદો પરત ખેંચવાની જાહેરાત કરી હતી.
ખેડૂતે બનાવ્યું આધુનિક મશીન જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4