Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝયુપીથી દિલ્હી સુધી સિયાસત તેજ : PM મોદીને મળવા પહોંચ્યા યોગી આદિત્યનાથ

યુપીથી દિલ્હી સુધી સિયાસત તેજ : PM મોદીને મળવા પહોંચ્યા યોગી આદિત્યનાથ

pm meeting with cm
Share Now

દિલ્હીમાં મોદી અને યુપીમાં યોગીનો રાજનીતિ માં સૌથી તાકાતવર સંયોગ માનવામાં આવે છે….બને દિગ્ગજ નેતાઓનો એક બીજા પર અતૂટ ભરોસો છે જે અમને સાબિત પણ કર્યું છે…તો યોગી અને કેન્દ્ર વચ્ચે અનબન શા માટે શરૂ થઇ ? એવું પણ માનવામાં આવે છે કે મોદીના નજીકી એ કે શર્મા ને કેબિનેટમાં સામીલ કરવા કહ્યું જે વાત થી યોગી નારાઝ હોવાનું મનાઈ રહ્યું છે…અને વિપક્ષને તંજ કરવાનો મોકો મળી ગયો છે… ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. જોકે આ પહેલાં યોગી ગુરુવારે અચાનક દિલ્હી પહોંચ્યા તો બધાની નજર તેમના પર હતી. યોગીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. મુલાકાત લગભગ દોઢ કલાક ચાલી. હવે વડાપ્રધાન સાથે પણ તેમની બેઠક થવાની છે.કેબિનેટ મનત્રી મંડળ, ચૂંટણી ને લઈને, ૪ વર્ષની કામગીરીનો રિપોર્ટ પણ મોકલશે હાલ તો યોગી આદિત્યનાથ પીએમ મોદીને મળવા પહોંચી ગયા છે..

cm meeting with pm

deccan herald

ગઈ કાલે સાંજે ચાર વાગે તેઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. અહીં આશરે દોઢ કલાક સુધી તેમની બેઠક યોજાઈ હતી. દરમિયાન ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે. યોગી નડ્ડાને મળ્યા… ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. એવી માહિતી મળી રહી છે કે મંત્રીમંડળના વિસ્તરણ અને આગામી વર્ષે યોજનારી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી મુદ્દે યોગીની આ મુલાકાત યોજાઈ રહી છે.

કેન્દ્ર સુધી પહોંચી ગયો છે UPનો રિપોર્ટ

થોડા દિવસ પહેલાં જ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) બીએલ સંતોષ અને પ્રદેશ પ્રભારી રાધા મોહન સિંહે ઉત્તરપ્રદેશમાં સંગઠન અને સરકારના કામકાજની સમીક્ષા કરી હતી. અનેક મંત્રીઓ સાથે મુલાકાત બાદ તેમની નારાજગી જાણી હતી. સંગઠન સાથે જોડાયેલા નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત કરી હતી. એ બાદ તેમણે આ અંગેનો સમગ્ર રિપોર્ટ 5 અને 6 જૂને દિલ્હીમાં થયેલી બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે શેર કર્યો હતો. એ બાદ નડ્ડા અને બીએલ સંતોષ આ રિપોર્ટને લઈને PM મોદીની પાસે પહોંચ્યા હતા. તેમને આખો રિપોર્ટ સોંપી દેવાયો છે.

આ પણ જુઓ : શાળા શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની દેશભરમાં અભિનવ પહેલ

એ કે શર્મા હોઈ શકે મોદી યોગી વચ્ચે અનબનનું કારણ ???

અખિલેશ યાદવએ ટ્વિટ કર્યું અને સાથે ઉદિત રાજએ પણ ટ્વિટ કરી પ્રહારો કરી રહ્યા છે..યુપીમાં મંત્રી મંડળમાં ખેંચતાણ ત્યારે જોવા મળી જયારે મંત્રી મંડળમાં એ કે શર્મા નું નામ સામે આવ્યું…મોદી ઈચ્છે છે કે એ કે શર્મા મંત્રીમંડળમાં સામેલ થઇ પરંતુ યોગીને એ પસંદ નથી કારણકે ૨ પાવર સેંટર થઇ શકે છે થોડા સમય પહેલા જ યુપી પ્રભારી રાધા કૃષ્ણએ આનંદીબેન પાટેક સાથે મુલાકાત કરી હતી …કહેવાય છે કે બીજેપીની રાજનીતિ સૌને ચોંકાવે છે અને આજ એ જ થયું કારણકે મુખ્યમંત્રી યોગી જયારે અમિત શાહને મળવા પહોંચ્યા ત્યારે જ અનુપ્રિયા પટેલે પણ અમને મળવા પહોંચ્યા..એટલે સિયાસત એ જોર પકડ્યું છે.

યુપી સિયાસતનો ઘટનાક્રમ :

yogi meeting with amit shah૫ જૂને યોગી આદિત્યનાથનો જન્મ દિવસ હતો જયારે ના તો મોદી અને અમિત શાહએ શુભકામના પાઠવી…
ત્યારબાદ યુપી સરકારના સોશ્યિલ મીડિયા પોસ્ટરમાં પીએમ મોદી અને અધ્યક્ષની તસ્વીર ગાયબ હતી..શું યોગી દિલ્હીમાં જે ખેંચતાણ વધી રહી છે એ ઠીક કરવા આવ્યા છે?? યુપીની સિયાસતમાં અલગ અલગ માહિતી સામે આવે છે…સૂત્રો જણાવે છે કે ટોપ લીડરશિપ વચ્ચેનો રસ્તો કાઢી રહી છે. મંત્રીમંડળના વિસ્તરણને લઈને યોગી વાત કરવા દિલ્હી પહોંચ્યા છે. કેન્દ્રીય નેતૃત્વ મોદીના નજીકના બ્યુરોક્રેટ એ. કે. શર્મા જેવા ચહેરાઓને યુપી કેબિનેટમાં ઈચ્છે છે….પંચાયતના ચુનાવમાં બીજેપીની હાર પછી ૩ દિવસના મંથન પછી બીએલ સંતોષાઈ રિપોર્ટ એ કેન્દ્ર સરકારને મોકલ્યો હતો તો શું એ વાત કરવા દિલ્હી પહોંચ્યા ??

વિભાજન કરીને યુપીના પૂર્વ વિસ્તારને પૂર્વાંચલ બનાવવાનો

છેલ્લા ઘણા સમયથી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતની ભાજપની ટોચની નેતાગીરી સામે બાથ ભીડી છે. આ બાથ ભીડવાનું કારણ જણાવતાં વિશ્વસનીય સૂત્રોએ કહ્યું હતું કે મૂળ મડાગાંઠ ઉત્તરપ્રદેશનું વિભાજન કરીને યુપીના પૂર્વ વિસ્તારને પૂર્વાંચલ બનાવવાનો છે. આ વિસ્તારમાં યોગીના આધિપત્યવાળો ગોરખપુર જિલ્લો પણ આવે છે.આ પ્રદેશને ઉત્તરપ્રદેશમાંથી અલગ કરવો, એટલે યોગીના આધિપત્યનું વિભાજન કરવું. દરમિયાન યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન મોદી વચ્ચે બેઠક યોજાય એવી શક્યતા છે.

20 દિવસમાં UPથી મળ્યા 5 મોટા સંકેત

ટૂંક સમયમાં જ ઉત્તર પ્રદેશ સરકારનું વિસ્તરણ થઈ શકે છે. નવા ચહેરાઓને મંત્રીમંડળમાં જગ્યા મળી શકે છે.
સરકાર નારાજ ધારાસભ્યોને સંગઠનમાં મોટા પદ અને મંત્રીમંડળમાં સામેલ કરી શકે છે.
ભાજપ ચૂંટણી મેદાનમાં ઊતરે એ પહેલાં RSSની એક ટીમ જનતાની વચ્ચે જઈ શકે છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આગામી વર્ષે થનારી ચૂંટણીમાં ભાજપનો ચહેરો હશે.
ડેપ્યુટી CM કેશવ મૌર્યને પણ મોટી જવાબદારી મળી શકે છે.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment