આજે એટલે કે વિજ્યાદશમીના પર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો 96મો સ્થાપના દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે નાગપુરમાં થઈ રહેલા RSSના કાર્યક્રમમાં સંઘ-પ્રમુખ મોહન ભાગવતે સંબોધન કર્યું. તેમના સંબોધનમાં તેમણે ભાર મૂક્યો કે દેશની યુવા પેઢીને ભારતના ઈતિહાસનું જ્ઞાન હોવું જોઈએ, કારણ કે એમાંથી શીખીને આગળ વધી શકાય. તેમણે પાકિસ્તાન અને ચીનના વલણ, સાયબર સિક્યોરિટી, જમ્મુ-કાશ્મીરમાં હિન્દુઓ પર હુમલા અને વસિત નિયંત્રણની પણ વાત કહી હતી.આ કાર્યક્રમમાં ઈઝરાયેલી મહાવાણિજ્યદૂત કોબી શોશાની(Consulate General of Israel Kobbi Shoshani) પણ હાજર રહ્યા હતા. અત્રે જણાવવાનું કે હિન્દી તિથિ મુજબ વિજયાદશમી (Vijaydashmi) ના દિવસે જ વર્ષ 1925માં આરએસએસ (RSS) ની સ્થાપના થઈ હતી.
ભાગલાનું દુ:ખ હજુ ગયું નથી- મોહન ભાગવત
#WATCH | "…There's no control over what's shown on OTT platforms, post Corona even children have phones. Use of narcotics is rising…how to stop it? Money from such businesses is used for anti-national activities…All of this should be controlled,"says RSS chief Mohan Bhagwat pic.twitter.com/PLELLPExdL
— ANI (@ANI) October 15, 2021
સ્વયંસેવકોને સંબોધિત કરતી વખતે મોહન ભાગવતે કહ્યું કે ‘જે દિવસે આપણે આઝાદ થયા તે દિવસે આઝાદીના આનંદની સાથે આપણે એક અત્યંત અસહ્ય વેદના પણ આપણા મનમાં અનુભવ કરી. તે દર્દ હજુ પણ ગયું નથી. આપણા દેશના ભાગલા પડ્યા. અત્યંત દુ:ખદ ઈતિહાસ છે, પરંતુ તે ઈતિહાસના સત્યનો સામનો કરવો જોઈએ, તેને જાણવો જોઈએ.’
તેમણે વધુમાં કહ્યું હતું કે વસતિ નીતિ હોવી જોઈએ. મને લાગે છે કે આ અંગે એક વખત ફરી વિચાર કરવો જોઈએ. હાલ ભારત યુવાઓનો દેશ છે. 30 વર્ષ પછી આ બધા વૃદ્ધ થશે. 50 વર્ષ આગળનું વિચારીને રણનીતિ બનાવવી જોઈએ. જેમ વસતિ એક સમસ્યા બની શકે છે, એ જ રીતે વસતિનું અસંતુલન પણ સમસ્યા બને છે.
આરએસએસ પ્રમુખે કહ્યું કે ‘વિશ્વને ખોવાયેલું સંતુલન અને પરસ્પર મિત્રતાની ભાવનારા આપનારા ધર્મનો પ્રભાવ જ ભારતને પ્રભાવી કરે છે. આમ ન થઈ શકે એટલે ભારતની જનતા, ઈતિહાસ, સંસ્કૃતિ આ બધાની વિરુદ્ધ અસત્ય કુત્સિત પ્રચાર કરતા, વિશ્વને તથા ભારતના લોકોને પણ ભ્રમિત કરવાનું કામ ચાલી રહ્યું છે.’
આ પણ વાંચો : PM મોદીએ સુરતમાં 200 કરોડના ખર્ચે બનનારી હોસ્ટેલનું કર્યું ખાતમુહૂર્ત
જનસંખ્યા નિયંત્રણ પર ફરી વિચાર કરવો જોઈએ
મોહન ભાગવતે કહ્યું કે જનસંખ્યા નીતિ પર એકવાર ફરીથી વિચાર કરવો જોઈએ. 50 વર્ષ આગળ સુધીનો વિચાર કરીને નીતિઓ બનાવવી જોઈએ અને તે નીતિને બધા પર સમાન રીતે લાગૂ કરવી જોઈએ. જનસંખ્યાનું અસંતુલન દેશ અને દુનિયામાં એક સમસ્યા બની રહી છે.
ડ્રગ્સમાંથી દેશને મુક્ત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે
સંઘ-પ્રમુખે કહ્યું હતું કે નવી પેઢીમાં નશીલા પદાર્થ ખાવાની આદત વધી રહી છે. ઉચ્ચથી નિમ્ન સ્તર સુધી વ્યસન છે. આ કારણે ડ્રગ્સમાંથી દેશને મુક્ત કરાવવાનો પ્રયત્ન થવો જોઈએ. તેમણે કહ્યું હતું કે દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
OTT પર સરકારને સલાહ
કોરોના મહામારી પછી ઓનલાઈન શિક્ષણ વધ્યું છે. બાળકોના હાથમાં મોબાઈલ છે. એવામાં ઓટીટી પ્લેટફોર્મ પર નિયંત્રણ રહ્યું નથી. સરકારે ઓટીટી માટે સામગ્રી નિયામક ઢાંચો તૈયર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt