રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત (Mohan Bhagwat)સુરત (Surat)ના બે દિવસીય પ્રવાસે છે. આજે મંગળવારે સવારે તેઓ ટ્રેન મારફતે સુરત ખાતે પહોંચ્યા હતા. સુરતમાં બે દિવસ રોકાણ કરશે તે દરમિયાન શહેરમાં વિવિધ સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગકારોને મળશે. સાયન્સ સેન્ટર ખાતે આજે મંગળવારે સાંજે તેઓ હિન્દુત્વ વિષય પર પ્રવચન આપશે.
મોહન ભાગવત (Mohan Bhagwat)કરશે મહત્વના મુદ્દે ચર્ચા
સુરત ખાતે મોહન ભાગવતના રોકાણ દરમિયાન તેઓ સામાજિક અગ્રણીઓને વર્તમાન સમયના કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે. સુરતના જાણીતા હીરા ઉદ્યોગકારો અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા કેટલાક ઉદ્યોગપતિ (Businessmen)ઓ સાથે પણ તેઓ આરએસએસ કાર્યાલય ખાતે મીટિંગ કરશે. સાયન્સ સેન્ટર (Science Center)ખાતે આજે મંગળવારે સાંજે તેઓ કાર્યક્રમમાં હાજરી આપશે, જેમાં કેટલાક સિલેક્ટેડ વ્યક્તિઓને જ આમંત્રિત કરાયા છે.
આ પણ વાંચો: વડગામના અપક્ષ MLA જિજ્ઞેશ મેવાણી આજે કોંગ્રેસમાં જોડાશે
મોહન ભાગવતની મુલાકાતથી ભાજપ થયુ સક્રિય
કોની સાથે મુલાકાત કરશે
સુરત ખાતેના બે દિવસીય પ્રવાસમાં મોહન ભાગવત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તેમજ ભાજપ (BJP)ના પીઢ કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત કરશે. આ તકે રાજકીય ગતિવિધિ અંગેની પણ ઊંડાણપૂર્વકની ચર્ચા થઇ શકે છે. આ તમામ વચ્ચે ભાજપના સંગઠનમાં ચહલ-પહલ દેખાવાની શરૂ થઈ ગઈ છે.
ઉલ્લેખનિય છે કે મોહન ભાગવત પોતાના નિવેદનને લઇને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ગત્ત દિવસોમાં હિન્દુ અને મુસલમાનને લઇને નિવેદન આપ્યુ હતુ. મોહન ભાગવતે કહ્યું હતુ કે, હિન્દુઓ અને મુસલમાનોના પૂર્વ જ એક જ હતા અને દરેક ભારતીય નાગરિક હિન્દુ છે. વધુમાં જણાવતા કહ્યું હતુ કે સમજદાર મુસ્લિમ નેતાઓને કટ્ટરપંથીઓની વિરૂદ્ધ દ્રઢતાથી ઉભા રહેવુ જોઇએ.
UNGA માં PM મોદીની સ્પીચ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4