Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝહિન્દૂ-મુસ્લિમ એકતા એક ભ્રામક વાત: મોહન ભાગવત

હિન્દૂ-મુસ્લિમ એકતા એક ભ્રામક વાત: મોહન ભાગવત

mohan bhawat, uttar pradesh
Share Now

રાષ્ટ્રીય મુસ્લિમ મંચ દ્વારા ઉત્તરપ્રદેશના(UTTAR PRADESH) ગાઝિયાબાદમાં(GHAZIABAD) ‘હિન્દુસ્તાની ફર્સ્ટ, હિન્દુસ્તાન ફર્સ્ટ’ નામની થીમ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના ‘ચીફ મોહન ભાગવતે(MOHAN BHAGWAT) હાજરી આપી હતી. તેમજ તેઓએ કાર્યક્રમમાં દેશમાં હિન્દૂ-મુસ્લિમ એકતાને લઈને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. મોહન ભાગવતે પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે રાજકારણ દેશની એકતાનો નાશ કરવા માટેનું એક હથિયાર છે. તેઓએ વધુમાં કહ્યું કે હિન્દૂ મુસ્લિમ એકતા એ ભ્રમ ફેલાવવાની વાત છે. ભારતમાં રહેતા તમામ લોકોના ડીએનએ એક જ છે. પછી ભલે તે ધર્મના હોય. જેઓ એમ કહે છે કે મુસ્લિમો આ દેશમાં ના રહેવું જોઈએ તે લોકો હિન્દુ નથી.તેમજ તેમણે કહ્યું કે જે લોકો લિંચિંગ કરે છે તે લોકો હિન્દુત્વના વિરોધી હોય છે. ત્યારે તેના વળતા જવાબ માં AIMIMના અસુદ્દીન ઓવેસીએ કહ્યું કે લિન્ચિંગનો ભોગ હંમેશા મુસ્લિમ જ કેમ બને છે?

કેટલીક એવી બાબતો છે જે રાજકારણ ન કરી શકે : મોહન ભાગવત

રાષ્ટ્રીય મુસ્લિમ મંચ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોહન ભાગવતે એમ પણ કહ્યું કે, “કેટલીક એવી બાબતો છે જે રાજકારણ કરી શકતી નથી. રાજકારણ ક્યારેય લોકોને એક કરી શકવાનું નથી. પરંતુ તે લોકોની એકતાને તોડવાનું શસ્ત્ર જરૂરથી બની શકે છે. દેશનો વિકાસ એકતા વિના શક્ય નથી. એકતાનો આધાર રાષ્ટ્રવાદ અને પૂર્વજોનો મહિમા હોવો જોઈએ. જે રાજકારણ ક્યારેય ન કરી શકે. વધુમાં આરએસએસ વડાએ લિંચિંગની ઘટનાઓમાં સંડોવાયેલા લોકોનાતે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જે લોકો લિન્ચિંગકરે છે તેઓ હિન્દુત્વની વિરુદ્ધ છે. જો કે, લિંચિંગના કેટલાક ખોટા કેસ પણ નોંધાયા છે. તેમજ તેઓએ કહ્યું કે ભારતમાં ઇસ્લામનો ખતરો છે એવા કોઈ ભય ચક્રમાં મુસ્લિમોએ ન ફસાવું જોઈએ.

MOHAN BHAGWAT, UTTAR PRADESH

PC- TOI

આ પણ વાંચો:જુગાર રમતા ધરપકડ થેયલ BJP ના ધારાસભ્ય અંગે નીતિન પટેલનું નિવેદન

ઓવૈસીએ સરકાર પર સાંધ્યુ નિશાન

RSSના પ્રમુખ મોહન ભાગવતના લિંચિંગ મુદ્દેના નિવેદન બાદ અસદુદ્દીન ઓવૈસીએ આજે એક ટ્વીટ કરીને સંઘ પ્રમુખના નિવેદન પર પોતાની પ્રક્રિયા આપી છે. આ ઉપરાંત તેમણે અખલાક(Akhlaq) અને આસિફનો મુદ્દો ઉઠાવતા ભાજપ ઉપર પણ આકરા પ્રહાર કર્યા છે. ઓવૈસીએ આરોપ લગાવ્યો કે લિંચિંગમાં સામેલ આરોપીઓને સરકાર સહારો આપવાનું કામ કરે છે. ઓવૈસીએ મુસ્લિમોના લિંચિંગનો આરોપ લગાવતા કહ્યું કે ‘કાયરતા, હિંસા અને કત્લ કરવું એ ગોડસેની હિન્દુત્વાવાળી સોચનો અતૂટ ભાગ છે. મુસલમાનોનું લિંચિંગ પણ આ સોચનું પરિણામ છે.’ તેમણે કહ્યું કે ‘કેન્દ્રીય મંત્રીના હાથે અલીમુદ્દીનના હત્યારાઓની ગુલપોશી થાય છે, અખલાકના હત્યારાની લાશ પર તિરંગો લગાવવામાં આવે છે, આસિફને મારનારાઓના સમર્થનમાં મહાપંચાયત બોલાવવામાં આવે છે. જ્યાં ભાજપના પ્રવક્તા પૂછે છે કે શું અમે હત્યા પણ કરી શકીએ નહીં?’

મોહનભાગવતે કહેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો

હિન્દુ-મુસ્લિમ વચ્ચેના સંઘર્ષ માટે સંવાદ એકમાત્ર સમાધાન છે.

આરએસએસ(RSS) ચીફ મોહન ભાગવતે(MOHAN BHAGWAT) હિન્દુ-મુસ્લિમ વચ્ચે ચાલતા સંઘર્ષ પર કહ્યું હતું કે દેશનો વિકાસ એકતા વિના શક્ય નથી.

આરએસએસ પ્રમુખે ભારપૂર્વક જણાવ્યું હતું કે, એકતાનો આધાર રાષ્ટ્રવાદ અને પૂર્વજોનો ગર્વ હોવો જોઈએ.

હિન્દુ-મુસ્લિમ એકતાની વાત એ એક ભ્રામક છે કારણ કે ભારતમાં હિન્દૂ-મુસ્લિમ અલગ નથી પરંતુ એક છે.

બધા ભારતીયોના ડીએનએ એક જ છે, પછી ભલે તે ગમે તે ધર્મને માનતો હોય.

આપણે લોકશાહી દેશમાં રહીએ છીએ. અને લોકશાહીમાં હિન્દુઓ અથવા મુસ્લિમોનું વર્ચસ્વ હોઈ શકતું નથી.

લોકશાહીમાં ફક્ત ભારતીયોનુજ વર્ચસ્વ હોઈ શકે, નહીં કે કોઈ ધર્મ વિશેષનું 

હું વોટબેન્કની રાજનીતિ કરવા નથી આવ્યો

મોહન ભાગવતે તેમના સંબોધનની શરૂઆતમાં કહ્યું હતું કે તેઓ કોઈ છબી બનાવવા માટે આ કાર્યક્રમમાં જોડાયા નથી. અને ન તેઓ વોટ બેંકની રાજનીતિ પણ કરવાના નથી. કેમ કે રાષ્ટ્રીય સવયં સેવક સંઘ રાજકારણમાં નથી અને સંઘે ક્યારેય રાજકારણ કર્યું પણ નથી. આરએસએસ હમેશા રાષ્ટ્રના સશક્તિકરણ અને સમાજમાંના તમામ લોકોના કલ્યાણ માટે પોતાનું કાર્ય ચાલુ રાખશે.

દિગ્વિજયે કર્યો કટાક્ષ

આ સમગ્ર મામલે કોંગ્રેસનેતા દિગ્વિજય સિંહે પણ ભાગવત પર ટિપ્પણી કરી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું- મોહન ભાગવતજી, આ વિચાર શું તમે તમારા શિષ્યો, પ્રચારકો, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓને પણ આપશો? શું તમે આ શિક્ષા મોદી-શાહજી અને ભાજપના મુખ્યમંત્રીઓને પણ આપશો? જો તમે પોતાના વ્યક્ત કરાયેલા વિચારો પ્રત્યે ઈમાનદાર છો તો ભાજપમાં બધા નેતા જેમણે નિર્દોષ મુસલમાનોને હેરાન કર્યા છે તેમને પોતાના હોદ્દા પરથી તાત્કાલિક હટાવવાના નિર્દેશ આપો.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય મુસ્લિમ મંચ દ્વારા ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં ‘હિન્દુસ્તાની ફર્સ્ટ, હિન્દુસ્તાન ફર્સ્ટ’ નામની થીમ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના ‘ચીફ મોહન ભાગવતે હાજરી આપી હતી. તેમજ તેઓએ કાર્યક્રમમાં દેશમાં હિન્દૂ-મુસ્લિમ એકતાને લઈને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ત્યારે સંઘ પ્રમુખ મોહન ભાગવતના નિવેદનને લઈને રાજકારણ ગરમાયુ છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment