Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeએન્ટરટેઈન્મેન્ટ“હમ સાથ સાથ હૈ”ના વિવેક ભૈયા OTT પ્લેટફોર્મ પર કરશે ડેબ્યું?

“હમ સાથ સાથ હૈ”ના વિવેક ભૈયા OTT પ્લેટફોર્મ પર કરશે ડેબ્યું?

Share Now

ફૂલોમેં ખુશ્બુ હે, ઇસ દિલ મેં એક તું હે…જન્મો કે સાથી હમ સાથ સાથ હે!

હમ સાથ સાથ હે…નાઈન્ટીઝનું આ ફિલ્મ બધાને ગમતું હશે. ત્યારે આ ફિલ્મના વિવેક ભૈયા તમને યાદ છે? સૌથી મોટા ભાઈ કે જેમનો એક હાથ હમેશા પોતાની પોકેટમાં જ હોય છે. તે વિવેક ભૈયા એટલે કે મોહનીશ બહલ (Mohnish Bahl) હવે ott પ્લેટફોર્મ પર પોતાને લીડ કેરેક્ટરમાં એસ્ટાબ્લીશ કરવા માંગે છે. 

શું મોહનીશ બહલ (Mohnish Bahl) કરશે ott પ્લેટફોર્મ પર ડેબ્યું?

મોહનીશ બહલ તમને નાઈન્ટીઝની ઘણી બધી ફિલ્મોમાં સાઈડ રોલમાં જોવા મળશે. હમ સાથ સાથ હે, સિવાય હમ આપકે હે કોન, મેને પ્યાર કિયા જેવી હીટ ફિલ્મોમાં તેમણે પોતાની ભૂમિકા ભજવી છે. જો કે શરૂઆતમાં તેમણે લીડ રોલમાં પણ ઘણી ફિલ્મો પસંદ કરી હતી. પણ વ્યૂઅર્સ આ ફિલ્મોને તેટલી પસંદ નહોતી કરી. અને એટલે જ ત્યારબાદ તેઓ એક પછી એક ફિલ્મોમાં સાઈડ રોલમાં જોવા મળ્યા હતા.

જુઓ આ વિડીયો: ખબરી ફિલ્મી છે 

જો કે મોહનીશ બહાલને (Mohnish Bahl) હવે ott પ્લેટફોર્મથી કેટલીક આશાઓ જાગી છે. કે તમને કોઈ ફિલ્મ કે વેબ સીરીઝ લીડ રોલ પર મળી જાય. એક ઇન્ટરવ્યુમાં મોહનીશ બહલ તેમણે કહ્યું હતું કે મને ott પ્લેટફોર્મને એક્સ્પ્લોર કરવું ગમશે. પણ હું મારી જાતને એક લીડ કેટેગરીમાં એસ્ટાબ્લીશ કરવા માંગું છુ. I don’t want to get lost my self in many shows. હું ત્યાં સુધી ott પ્લેટફોર્મ પર નહિ ડેબ્યું કરું, જ્યાં સુધી મને કોઈ સારી રિ-લોન્ચ કહાની નહિ મળે.

મને ott પ્લેટફોર્મને એક્સ્પ્લોર કરવું ગમશે”: મોહનીશ બહલ

વધુમાં તેણે કહ્યું હતું કે મને લાગે છે કે આ એક બહુ સરસ જગ્યા છે. દર્શકો સુધી પહોચવા માટેની…દર્શક મિત્રો સુધી પહોચવા માટેના જેટલા વધારે રસ્તા હોય તેટલું જ વધારે સારું. હું આ પ્લેટફોર્મને વ્યૂઅર્સ સુધી પહોચવાનો બીજો રસ્તો માનું છું. જો કે એક બાજુ એ પણ ડર રહે છે કે આ ott પ્લેટફોર્મના કારણે થીયેટર બિલકુલ બંધ ના થઇ જાય. ખાસ  કરીને લોક ડાઉનના સમયથી જ થીયેટર અને સિનેમા ઘરોને ખુબ મોટો ફટકો પડ્યો છે.

Mohnish Bahl said that he would like to explore the ott platform

image credit- google image

સારી રિ-લોન્ચ વાર્તાનો વેઇટ કરી રહ્યા છે મોહનીશ

એવું પણ કહ્યું હતું કે ott પ્લેટફોર્મ પર ઘણા બધા નવા પ્રકારનું કોન્ટેન્ટ જોવા મળે છે. જે એક્સલેન્ટ હોય છે. સારા એક્ટરો કે જેને ફિલ્મોમાં limited commercial successes મળી છે. તેમને લાઈફમાં એક નવો મોકો મળ્યો છે. ott પ્લેટફોર્મના કારણે લોકો હવે માત્ર હીરોને જ નહિ પણ, વિલનના કેરેક્ટરને પણ એટલું જ પસંદ કરી રહ્યા છે. ત્યારે હવે વિવેક ભૈયા એટલેકે મહનીશ સાહબ કોઈ સારી રિ લોન્ચ કહાની થી ott પ્લેટફોર્મ પર કેટલો ધમાલ મચાવે છે.

આ પણ વાંચો: KGF એ ઝીરો કરતા કરી વધારે કમાણી,જાણો શું કહ્યું યશે શાહરૂખ વિશે?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment