જે લોકો લાંબા સમયથી નેટફ્લિક્સની લોકપ્રિય વેબ સીરિઝ મની હેસ્ટની આગામી સિઝનની રાહ જોઈ રહ્યા છે, તે લોકોને જણાવી દઈએ કે તેમની આ રાહ પૂરી થઈ છે. તેની પાંચમી સીઝન શુક્રવારે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. આ સીઝન નેટફ્લિક્સ પર બપોરે 12.30 કલાકે રીલીઝ થઈ ગઈ છે. અગાઉની ચાર સીઝનની જેમ, સિઝન 5 પણ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રીલીઝ કરવામાં આવી છે.
ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા
આ સિરિઝને લઈને દર્શકોમાં ઘણો ઉત્સાહ છે. પ્રોફેસર આલ્વેરા મોન્ટેની ટીમ આ વખતે શું કરશે. તે જાણવા ચાહકો તલપાપડ છે. છેલ્લી સીઝનમાં પ્રોફેસરની ટીમને 100 કલાકથી બેંક ઓફ સ્પેનમાં બંધ બતાવવામાં આવ્યા હતા. અને તેઓ લિસ્બનને બચાવવામાં સફળ થયા હતા. મની હાઈસ્ટની આ સિઝન રિલીઝ થઈ તેના થોડા કલાકો પહેલા, નિર્માતાઓએ જૂની સિઝનની 15 મિનિટની વિડીયો ક્લિપ પણ બહાર પાડી હતી, જે સિરિઝનું પુનરાવર્તન બતાવે છે. જેથી શોના ચાહકો 5 મી સીઝન જોતા પહેલા અગાઉની સિઝનને યાદ કરી શકે.
આ પણ વાંચો: પંચતત્વોમાં વિલીન થયા સિદ્વાર્થ શુક્લા
સિરિઝને બે ભાગમાં વહેચવામાં આવી
મની હાઈસ્ટ એક ક્રાઈમ થ્રિલર વેબ સીરીઝ છે. જેની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. સિઝન 5 માં દસ એપિસોડ છે.પરંતુ આ વખતે આ એપિસોડ બે ભાગમાં બતાવવામાં આવ્યા છે. 10 એપિસોડને 5-5 એપિસોડમાં વહેંચીને બે ભાગમાં બતાવવા આવશે. આજે રીલીઝ થયેલ પ્રથમ ભાગમાં પાંચ એપિસોડ રીલીઝ કરવામાં આવ્યા છે. મની હાઈસ્ટના બીજા પાંચ ભાગ માટે દર્શકોએ આગામી ત્રણ મહિના સુધી રાહ જોવી પડશે. સિરીઝનાઆગળના બીજા પાંચ ભાગ 3 ડિસેમ્બરે રિલીઝ થશે.
પ્રોફેસર હવે ઇન્સ્પેક્ટર એલિસિયા સીએરાની કસ્ટડીમાં
મની હાઈસ્ટ સીઝન 5 ભારતમાં થોડા સમય પહેલા જ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. પ્રેક્ષકો છેલ્લા 1 વર્ષથી માણી આઇસ્ટની પંચમી સિઝનની રાહ જોઈ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, સિઝન 5 ના માત્ર 5 એપિસોડ રિલીઝ થયા છે. જે ખૂબ જ ધમાકેદાર છે. નેટફ્લિક્સની ટીમ બાકીના 5 એપિસોડ આવતા મહિને 3 ડિસેમ્બરના રોજ રિલીઝ કરશે. સિઝન 5 નો પહેલો એપિસોડ ત્યાંથી શરૂ થાય છે જ્યાંથી તેની ચોથી સીઝન પૂરી થઈ હતી. પોલીસની પકડમાંથી છટકીને, પ્રોફેસર તેની દરેક લડાઈ જીતવામાં સફળ રહ્યો છે. પરંતુ હવે આ સીઝન છેલ્લી છે. પ્રોફેસર હવે ઇન્સ્પેક્ટર એલિસિયા સીએરાની કસ્ટડીમાં આવી ગયા છે. એલિસિયા હવે પ્રોફેસરના ઠેકાણે પહોંચી ગઈ છે.
Raquel હજી પણ બેંક ઓફ સ્પેનની અંદર
સિઝન 5 ના પહેલા એપિસોડમાં, આપણને જાણવા મળે છે કે એલિસિયા સીએરા હજી સુધી પ્રોફેસરને મારી શકતી નથી. કારણ કે તે ખુદ જ પોલીસ તપાસ કરી રહી છે. જો તે પ્રોફેસરને મારીને તેનો બદલો લેશે તો તેનું જીવન બરબાદ થઈ જશે. તે પ્રોફેસરનો બદલો લેવા માટે તેને ખરાબ રીતે ત્રાસ આપી રહી છે. એલિસિયા ઈચ્છે છે કે પ્રોફેસર તેનો આખો પ્લાન તેની સામે મૂકે, જેથી તે પ્રોફેસરની ટીમને પકડી શકે. હવે આ સીરિઝનો કમાન એલિસિયાના હાથમાં આવી ગઈ છે. બીજી બાજુ,Raquel હજી પણ બેંક ઓફ સ્પેનની અંદર હાજર છે, જ્યાં Raquel હવે દરેકને બહાર કાઢવાનો ચાર્જ લીધો છે.
Raquelનો પ્લાન
રાકેલ કહે છે કે અત્યાર સુધી જેટલું સોનું ઓગળ્યું છે તેટલું જ સોનું લઈને ટીમે બેન્કની બહાર નીકળી જવું પડશે. આ સિરીઝના આ ભાગમાં, રાકેલ હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. તેની સાથે તે વોલ્વો કારનો પણ દમદાર રીતે ઉપયોગ કરે છે. બીજા એપિસોડમાં આપણને કમાલનું એક્શન જોવા મળે છે. જે આ સિરિઝને એક અલગ સ્તરે લઈ જાય છે. આ સિરીઝની છેલ્લી સીઝન છે, જેના કારણે આ ફાઈનલ સિરિઝને દર્શકો માટે ખૂબ જ ખાસ રાખવામાં આવી છે. સીરિઝને એકદમ રોમાંચક બનાવવામાં આવી છે, જેને દર્શકો ખૂબ પસંદ કરે છે.
César Gandíaના શરીરમાં બોમ્બ લગાવવામાં આવ્યો
સીરિઝના બીજા એપિસોડમાં, Raquelએ જાતે જ ઘણા મોટા નિર્ણયો લીધા છે. જ્યાં તેણે નક્કી કર્યું છે કે તે હવે તેના કેટલાક સાથીદારો સાથે બેંકની બહાર જશે. César Gandíaના શરીર પર Raquel બોમ્બ મૂકે છે અને તેને બેંક ઓફ સ્પેનની બહાર મોકલે છે. બાકીના એપિસોડ હજુ પણ વધારે દમદાર છે. પરંતુ અમે ઇચ્છીએ છીએ કે તમે આ સીરિઝ જોવા માટે તમારો સમય કાઢો અને આ સિરીઝની દમદાર એક્શનનો આનંદ માણો.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4