મહારાષ્ટ્ર ના બીડ જીલ્લાના વાંદરાઓ અને કૂતરા વચ્ચેના ગેંગ વોરને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. તમે જોયું જ હશે કે આની સાથે જોડાયેલા ઘણા વીડિયો પણ સામે આવી રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પહેલા કૂતરાએ હુમલો કર્યો અને પછી વાંદરાઓઅત્યાર સુધીમાં અનેક કૂતરાઓના બચ્ચાને નિશાન બનાવી ચૂક્યા છે.
વાંદરાઓ ગલુડિયાઓનો શિકાર કરે છે
આવી સ્થિતિમાં આ સમાચારને લઈને અલગ-અલગ પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અહીં છેલ્લા ત્રણ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વાંદરાઓને તક મળતા જ તેઓ કુતરાઓના બચ્ચાઓને લઈને છત પર ચઢી જાય છે અને પછી તેમને ત્યાંથી નીચે પાડી દે છે.
#MonkeyVsDoge this is how monkey pick up puppy. Real clip from beed, Maharashtra… #MonkeyVsDogs pic.twitter.com/tMJbLNpXpc
— Moreshwar Gawande (@Moreshwar786) December 19, 2021
આ પણ વાંચો: હાથીએ મહિલા સાથે કરી મસ્તી, સોશિયલ મીડિયાપર વિડીયો થયો વાયરલ
જો કે, વાંદરાઓનો આતંક ઘટાડવા માટે શું કરવામાં આવી રહ્યું છે તે અંગે હજુ સુધી કંઈ કહેવામાં આવ્યું નથી. બીડના ફોરેસ્ટ ઓફિસરનું કહેવું છે કે આ મામલામાં બે વાંદરાઓ પકડાયા છે, જેને નજીકના જંગલમાં છોડવામાં આવશે.
80 થી વધુ કુતરાઓના બચ્ચાઓ મૃત્યુ પામ્યા
આ ગેંગ વોરમાં અત્યાર સુધીમાં 80 થી વધુ કુતરાઓના બચ્ચા મૃત્યુ પામ્યા છે, બીડ જિલ્લાના લવલુ ગામના લોકોનું કહેવું છે કે તેના કારણે અમે ભયમાં જીવવા માટે મજબૂર છીએ. વાંદરાઓનું ટોળું ટોળા સુધી પહોંચ્યા પછી ગમે ત્યારે હુમલો કરે છે, તેઓ હજુ પણ કુતરાઓના બચ્ચાઓને લઈ જઈ રહ્યા છે.
Monkey 🐒 & Dog 🐕#MonkeyVsDoge pic.twitter.com/jOIcFd0siO
— Pranay Sharma (@pranaysharma02) December 18, 2021
લોકો સોશિયલ મીડિયા પર મીમ્સ બનાવી રહ્યા છે
આ વીડિયો સોશિયલ મીડિયા પર એટલો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કે Moneky vs dog ટ્રેન્ડ કરી રહ્યુ છે. લોકો ફની મીમ્સ બનાવીને આ વીડિયોને શેર કરી રહ્યા છે. જો કે, આ મીમ્સ સિવાય, વિચારવા જેવી વાત એ છે કે વાંદરાઓના આતંકને કેવી રીતે નિયંત્રિત કરવુ. આ પહેલીવાર નથી કે જ્યારે વાંદરાઓ કે કૂતરાઓના આતંકના સમાચાર સામે આવ્યા હોય. આ પહેલા પણ ઘણી વખત આવા સમાચાર સામે આવ્યા છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4