Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeલાઇફ સ્ટાઇલચોમાસામાં આટલુ કરો… નહીં બગડે તમારી સ્કિન

ચોમાસામાં આટલુ કરો… નહીં બગડે તમારી સ્કિન

Monsoon
Share Now

ચોમાસું(Monsoon) કોને ના ગમે? ચોમાસાની ઠંડ઼ી હવા ચાલતી હોય, ગરમ ગરમ ભજીયા બનતા હોય, સરસ મસાલાદાર ચા હોય, ઝરમઝર ગરજતો વરસાદ હોય તો વાતાવરણ કેટલુ ખુશનુમા લાગે. ભાગ્યેજ કોઈકને ચોમાસું નહીં ગમતુ હોય. પણ શું તમને ખબર છે? ચોમાસુ આપણી સ્કિન માટે કેટલુ ખરાબ સાબિત થઈ શકે છે! કારણ કે, આ વાતાવરણ ભેજવાળુ હોય છે. વળી પાછું વરસાદ ન થવાના લીઘે વાતાવરણમાં ભેજ અને ગરમીનું પ્રમાણ વધી જાય છે. પ્રમાણ કરતા વધારે ગરમી અને ઠંડીની સૌથી વધારે અસર આપણી ત્વચા પર પડે છે.

ચોમાસામાં ત્વચાને સ્વસ્થ રાખવા માટે સૌથી વધારે સાવધાન રહેવાની જરૂર છે. તે માટે નાની નાની આદતોને તમારી દિનચર્યામાં સામેલ કરો. તે ઉપરાંત આપણે શું ખાઈએ છીએ અને કેવા ફેબ્રિકના કપડા પહેરીએ છીએ, તેનો સીધો પ્રભાવ પણ આપણી ત્વચા પર પડે છે. ચોમાસા(Monsoon)ની સીઝનમાં કેવી રીતે આપણી ત્વચાની દેખરેખ રાખી શકીએ તે વિશે આપણે જાણીશુ….

Monsoon

                     IMAGE CREDIT:-PHARMEASY

શું સ્કિન માટે આહાર પણ એટલો જ મહત્વનો છે?

પ્રાચીન કાળથી જ ચોમાસા(Monsoon)માં કેટલાક વિશેષ પ્રકારના ખાદ્ય પદાર્થોનો ત્યાગ કરવાની વાત કરવામાં આવી છે. જોકે, ચોમાસાની સીઝનને રોગચાળાની સીઝન પણ કહેવાય છે તથા રોગચાળાને ફેલાવનારા કારકોમાં ખોરાક પણ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. એટલે ખૂબ જરૂરી છે કે, આ વાતાવરણમાં મસાલાવાળા તથા વધારે તેલવાળા ખોરાકનો ત્યાગ કરવો જોઈએ. આવા વાતાવરણમાં હળવો તથા સરળતાથી પચી જાય તેવો આહાર લેવો જોઈએ. તદુપરાંત તમારા ખોરાકમાં ફળોનો વધારે સમાવેશ કરવો જોઈએ. કારણ કે, ફળોમાં રહેલુ પૌષ્ટિક તત્વ શરીરને શક્તિ આપે છે તથા તેમા રહેલા એન્ટિઓક્સિડન્ટ તમારા શરીરના ઝેરી કણોને બહાર કાઢવામાં મદદ કરે છે. તે ઉપરાંત આ વાતાવરણમાં અધકચરી વાનગી, કાચા શાકભાજી અને સલાડ ખાવાથી પણ બચવુ જોઈએ કેમકે, આવા વાતાવરણમાં લીલા શાકભાજીમાં ઝેરી-જંતુઓ થવા લાગે છે. સાથે જ શરીરને હાઈડ્રેટેડ રાખવુ પણ આ વાતાવરણમાં સૌથી વધારે જરૂરી છે, આથી વધુ માત્રામાં પાણી પીવુ જોઈએ જેનાથી તમામ સ્કિનની તકલીફમાંથી બચી શકાય છે.

Monsoon

IMAGE CREDIT: THE INDIAN EXPRESS

આ પણ વાંચોઃ- શું તમને પણ ખીલની સમસ્યા છે??? તો આટલુ કરો…

ત્વચાની સુરક્ષા કરવા માટે આટલુ કરો…

ચોમાસા(Monsoon)માં વાતાવરણમાં ભેજ વધવાને કારણે ફક્ત સ્ત્રીઓ જ નહીં પણ પુરૂષોની ત્વચામાં પણ સમસ્યાઓ વધવા લાગે છે, ખાસ કરીને તૈલી અને મિક્સ કોમ્પ્લેક્ષવાળી ત્વચાવાળા લોકોને આ પ્રકારની સમસ્યાઓનું વધારે સામનો કરવો પડે છે. આથી ખૂબ જ જરૂરી છે કે, આ વાતાવરણમાં કંઈક ખાસ આદતોને તમારી નિયમિત સ્કિન કેર દિનચર્યામાં સામેલ કરવામાં આવે જેથી મહિલાઓ અને પુરૂષોની ત્વચાની સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકો છો. તે માટે આટલુ કરો…

  • દરરોજ બેથી ત્રણ વાર ફેસ વોસથી (સવારે ઉઠતી વખતે અને ઊંઘતી વખતે) ચહેરાને સાફ કરો. તેનાથી ચહેર પર જામેલો પરસેવો, બેક્ટેરિયા તથા ધૂળના કણ સાફ થઈ જાય છે. પણ ખૂબ જ જરૂરી છે કે ફેસ વોશ માઈલ્ડ હોવુ જોઈએ જેમાં રાસાયણિક તત્વ ઓછી પ્રમાણમાં હોય તથા સ્કિન ટાઈપ અનુરૂપ જ હોય.
  • આ વાતાવરણમાં સ્કિનના છિદ્રોને બંધ કરીને અને મૃત કોશિકાઓને હટાવવા માટે સ્કિનને દરરોજ એક્સફોલિએટ કરવી ખૂબ જ જરૂરી છે. તે માટે પપૈયુ કે અન્ય ફળોથી બનેલા પેક અને દહીંનો ઉપયોગ કરી શકાય છે.
  • સતત બદલાતા વાતાવરણમાં આપણી ત્વચાના રોમ છિદ્રોને પણ પ્રભાવિત કરે છે. સામાન્ય રીતે લોકો આ બધી બાબતો પર ધ્યાન નથી આપતા અને રોમ છિદ્રોમાં ગંદકી જમં થઈ જાય છે અને ખીલ જેવી સમસ્યાઓ થવા લાગે છે. આથી ત્વચાની નિયમિત ટોનિંગ પણ ઘણી જરૂરી છે. ત્વચાની ટોનિંગ માટે બજાર મળતા માઈલ્ડ કે ઓછા કેમિકલવાળા ટોનરનો ઉપયોગ કરી શકાય છે. તે ઉપરાંત ઘરમાં જ લીંબૂનો રસ, કાકડીનું પાણી અને ગ્રીન ટી જેવા પદાર્થોને પણ કુદરતી ટોનર તરીકે ઉપયોગ કરી શકાય છે.
Monsoon

    IMGE CREDIT: PORTLAND MONTHLY

  • આ વાતાવરણમાં ઊંઘતા પહેલા સ્કિનને માઈલ્ડ ફેસ વોશથી ધોવા ઉપરાંત તેના પર ગુલાબ જળનો છટકાવ કરવામાં આવે તો ત્વચાને ઘણો ફાયદો મળે છે.

આ વાતાવરણમાં વધારે પડતા સુતરાવ કપડા પહેરવા જોઈએ. શરીર પર વધારે ટાઈટ કપડા ના પહેરવા. ખુલ્લા કપડા પહેરવા વધારે હિતાવહ છે. તે સાથે જ ચહેરો સાફ કરવા માટેનો રૂમાલ કે ટુવાલ સુતરાવ કાપડનો હોય. કારણ કે ભેજને શોષી લેવા માટે વધારે સક્ષમ હોય છે.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment