Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / June 27.
Homeન્યૂઝખેલૈયાઓ માટે આનંદના સમાચાર, જાણો રાજ્યમાંથી ચોમાસુ ક્યારે વિદાય લેશે?

ખેલૈયાઓ માટે આનંદના સમાચાર, જાણો રાજ્યમાંથી ચોમાસુ ક્યારે વિદાય લેશે?

Navratri
Share Now

રાજ્યમાં દર વર્ષે નવરાત્રી દરમિયાન વરસાદી વાતાવરણ રહેતુ હોય છે. ત્યારે આ તમામ વચ્ચે આ વર્ષે પણ ખેલૈયાઓ એ જાણવા ઉત્સુક હશે કે પ્રથમ નવરાત્રી (Navratri)માં વરસાદનું આગમન તો નહીં થાય ને? આ તમામ સવાલના જવાબ અહીં તમને મળી રહેશે.

નવરાત્રિ (Navratri)માં ચોમાસુ વિદાય લેશે

આ વર્ષે નવરાત્રી દરમિયાન પ્રથમ નોરતને લઇને ખેલૈયા (Khelaiya)ઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર રાજ્યમાં આ વખતે પ્રથમ નોરતે જ ચોમાસુ વિદાય લઇ શકે છે. પરંતુ આ તમામ વચ્ચે આગામી બે દિવસ રાજ્યના કેટલાક શહેરમાં વરસાદી માહોલ સર્જાઇ શકે છે.

રાજ્યના કેટલાક શહેરમાં આગામી બે દિવસમાં વરસાદ વરસી શકે છે. જો શહેરની વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક શહેરમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત આ બે દિવસ તાપમાનમાં પણ વધારો થશે. હવામાન વિભાગ (Meteorological Department)ની આગાહી અનુસાર આજે બુધવાર અને આવતીકાલે ગુરૂવારે મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

100 થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 100 થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકાના ખંભાળિયામાં થયો છે. રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદને કારણે વરસાદની ઘટ હવે પુરી થઇ ગઇ છે. જ્યારે બીજી તરફ એક મહિનામાં થયેલા વરસાદને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં તારાજી જેવા દ્રશ્યો જોવા મળ્યાં છે. ઉત્તર ગુજરાતમાં આ વખતે 70 ટકા વરસાદ થયો છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદની ઘટ રહેતા જળાશયોમાં પાણીની આવક હજુ વધી નથી. રાજ્યમાં સિઝનનો કુલ 31 ઈંચ વરસાદ થયો છે. જેમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર (Saurashtra)માં થયો છે.

આ પણ વાંચો: શાહીન વાવાઝોડા ફંટાયું, આગામી બે દિવસ રાજ્યના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા

રાજ્યમાં દર વર્ષે પ્રથમ ત્રણ દિવસ સુધી વરસાદી વાતાવરણ બની રહેતુ હોય છે, પરંતુ આ વખતે આવતીકાલે ગુરૂવારથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓક્ટોબરના બીજા સપ્તાહથી રાજ્યમાં રાત્રે ઠંડીના ચમકારા અને બપોરે તાપ પણ શરૂ થઇ જશે. જો કે નવેમ્બર મહિનામાં પારો 30 ડિગ્રીની નીચે જવાની શક્યતાઓ છે.

આટલા જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ

રાજ્યમાં સપ્ટેમ્બરમાં મેઘરાજા મન મૂકીને વરસતાં 31.04 ઈંચ સાથે મોસમનો સરેરાશ 94 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જૂનથી ઓગસ્ટ દરમિયાન માત્ર 14.31 ઈંચ વરસાદ નોંધાતા વરસાદની ઘટની ભીતિ સર્જાઇ હતી. સપ્ટેમ્બરના પ્રારંભે વરસાદ (Rain)ની 45 ટકાથી વધારે ઘટ હતી. પરંતુ સપ્ટેમ્બરમાં 16.77 ઈંચ સાથે જ રાજ્યમાંથી વરસાદની હવે ઘટ પણ રહી નથી. રાજ્યના 33માંથી 14 જિલ્લામાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. તેમાં પણ જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, આણંદ, ભરૃચ, કચ્છ, ભાવનગર, બોટાદ, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદાનો સમાવેશ થાય છે. જેમાં જામનગર જિલ્લામાં સિઝનનો સૌથી વધુ સરેરાશ 138 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

તાત પર વરસી આફત જુઓ વીડિયો:

Navratri  પહેલા  આ જિલ્લાઓમાં વરસાદની ઘટ

બીજી તરફ કેટલાક જિલ્લાઓ એવા છે જ્યાં 35 ટકાથી ઓછી ઘટ છે. જેમાં 33 ટકા સાથે દાહોદ-તાપી-અરવલ્લી સૌથી વધારે ઘટ ધરાવે છે. આ સિવાય સુરેન્દ્રનગર, તાપી, વડોદરા, સાબરકાંઠા, પાટણ, નવસારી, મહેસાણા, મહીસાગર, ખેડા, ગાંધીનગર, ડાંગ, બનાસકાંઠા, અમદાવાદ એવા જિલ્લા છે જ્યાં હજુ વરસાદની ઘટ છે. રાજ્યના 251માંથી 59 તાલુકામાં 40 ઈંચથી વધુ, 129 તાલુકામાં 19.72થી 39.37, 61 તાલુકામાં 9.88થી 19.68 ઈંચ વરસાદ નોંધાયો છે. માત્ર બે તાલુકા એવા છે જ્યાં વરસાદ 4.69 ઈંચથી 9.84 ઈંચ વચ્ચે છે. સૌથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા જિલ્લામાં 90 ઈંચ સાથે વલસાડ મોખરે, 61.18 ઈંચ સાથે નવસારી બીજા અને 55.19 ઈંચ સાથે સુરત ત્રીજા સ્થાને છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment