Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝડેલ્ટા પ્લસથી ત્રીજી લહેરનું ભારે જોખમ

ડેલ્ટા પ્લસથી ત્રીજી લહેરનું ભારે જોખમ

delta plus variant
Share Now

કોરોના સંક્રમણની બીજી લહેર નબળી પડ્યા બાદ હવે ડેલ્ટ પ્લસ વેરિએન્ટનો ખતરો વધી રહ્યો છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આ વેરિએન્ટથી પહેલું મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે. પ્રદેશમાં અત્યાર સુધીમાં આ વેરિએન્ટના 5 કેસ નોંધાયા છે.મધ્યપ્રદેશના ઉજ્જેનમાં કોરોનાના નવા વેરિયન્ટથી પીડિત મહિલાનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. આ દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનું પ્રથમ મોત છે.

ઉજ્જૈનના કલેક્ટર આશિષ સિંહે જણાવ્યું કે મધ્યપ્રદેશમાં ડેલ્ટા પ્લસના 5 કેસ સામે આવ્યા છે. જેમાં ભોપાલમાં 3 અને ઉજ્જૈનમાં 2 કેસ છે. જેમાં ઉજ્જૈનમાં એક દર્દીનું મોત થયું છે. જે મહિલાનું મોત થયું છે, તેને વેક્સિન લીધી ન હતી. મહિલાના પતિ સ્વસ્થ છે, તેઓ પહેલાં જ વેક્સિન લગવી ચુક્યા હતા.

ડેલ્ટા+ના દેશમાં 40 કેસ

delta plus increases

deccan herald

દેશમાં કોરોનાના ઘટી રહેલા કેસ વચ્ચે એક ચિંતાજનક માહિતી સામે આવી છે. દેશમાં બીજી લહેર માટે જવાબદાર કોરોના વેરિયન્ટ ડેલ્ટા ફરી એક વખત તેનું સ્વરૂપ બદલીને આક્રમક બની રહ્યો છે. એને ડેલ્ટા પ્લસ નામ આપવામાં આવ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું નિમિત્ત બની શકે છે.

કેન્દ્ર સરકારના જણાવ્યા પ્રમાણે, દેશમાં આ સ્ટ્રેનના અત્યારસુધીમાં 40 કેસ નોંધાયા છે. આ વેરિયન્ટના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાંથી મળ્યા છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ અને કેરળમાં પણ આ સ્ટ્રેનની પુષ્ટિ થઈ છે. આ રાજ્યોને સાવચેત રહેવા માટે સલાહ આપવામાં આવી છે.

ડેલ્ટા પ્લસ અંગે 4 મહત્ત્વના મુદ્દા

  1. ડેલ્ટા વેરિયન્ટના તમામ સ્ટ્રેનને વેરિયન્ટ ઓફ કન્સર્ન માનવામાં આવશે. ડેલ્ટા પ્લસ અંગે સૌથી પહેલા પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડમાં 11 જૂનના રોજ એક રિપોર્ટ સામે આવ્યો હતો.
  2. ભારતમાં 45 હજારથી વધારે નમૂનાની સિક્વેસિંગ થઈ, જે પૈકી ડેલ્ટા પ્લસના 40 કેસ નોંધાયા હતા. જોકે આ પૈકી એમાં વ્યાપક પ્રમાણમાં વધારો થયાનું વલણ જોવા મળ્યું નથી.
  3. ડેલ્ટા પ્લસનો ભારતમાં સૌપ્રથમ કેસ 5 એપ્રિલના રોજ મહારાષ્ટ્રમાં લેવામાં આવેલા એક સેમ્પલમાં માલૂમ પડ્યો હતો.
    વિશ્વભરમાં ડેલ્ટા પ્લસના 205 કેસ સામે આવ્યા છે, જે પૈકી અડધાથી વધારે કેસ અમેરિકા અને બ્રિટનમાં છે.
    કેન્દ્ર સરકારની એડવાઈઝરી
  4. હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે રાજ્યોને પત્ર લખીને કહેવામાં આવ્યું છે કે તેમને કેવી રીતે ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો સામનો કરવાનો છે. ભારતીય SARS-Cov-2 જિનોમિક કન્સોમિક કન્સોર્ટિયાના તાજેતરના અંદાજોના આધારે મહારાષ્ટ્ર, કેરળ અને મધ્યપ્રદેશને ગાઈડલાઈન્સ પ્રમાણે જ આ વેરિયન્ટનો સામનો કરવા માટે સલાહ આપવામાં આવી છે. જે જિલ્લામાં એના કેસ સામે આવ્યા છે ત્યાં કન્ટેન્મેન્ટને વધારે કડકપણે અમલી બનાવવામાં આવે.

આ પણ જુઓ : વેક્સીનેશન મહાભિયાન

અન્ય રાજ્યોમાં પણ મળવાની આશંકા

કેટલાક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ સ્ટ્રેન આ 3 રાજ્ય ઉપરાંત અન્ય કેટલાંક રાજ્યોમાં પણ મળી ચૂક્યો છે. આ અહેવાલ પ્રમાણે સૌથી વધારે 21 કેસ મહારાષ્ટ્ર અને 6 કેસ મધ્યપ્રદેશમાં નોંધાયા છે. આ ઉપરાંત કેરળ, તામિલનાડુમાં 3-3, કર્ણાટકમાં 2 અને પંજાબ, આંધ્રપ્રદેશ તથા જમ્મુમાં એક-એક કેસમાં વેરિયન્ટની પુષ્ટિ થઈ છે.

વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટની શ્રેણીમાં ડેલ્ટા પ્લસ

નીતિ આયોગના સભ્ય ડો.વીકે પોલે જણાવ્યું હતું કે ડેલ્ટા વેરિયન્ટ વિશ્વના 80 દેશમાં છે. ભારતમાં બીજી લહેરને વધારવામાં આ વેરિયન્ટને જવાબદાર માનવામાં આવે છે. એને વેરિયન્ટ ઓફ કન્સર્નની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ અત્યારે 9 દેશ બ્રિટન, અમેરિકા, જાપાન, રશિયા, ભારત, પોર્ટુગલ, સ્વિટ્ઝર્લેન્ડ, નેપાળ તથા ચીનમાં મળ્યા છે. અત્યારે આ વેરિયન્ટ ઓફ કન્સર્નની કેટેગરીમાં છે.

અમે નથી ઈચ્છતા કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ આગળ વધે

ત્રીજી લહેર આવવા અંગે પુછાયેલા પ્રશ્નના જવાબમાં પોલે કહ્યું હતું કે આ અંગે કોઈ જાણકારી નથી કે વાયરસ ક્યારે એનું સ્વરૂપ બદલી લે છે, આ અંગે કોઈ અંદાજ બાંધી શકાય નહીં. જોકે વિશ્વના એવા કેટલાક દેશ છે, જ્યાં બીજી લહેર કે ચોથી લહેર આવી નથી. જો આપણે સાવચેત રહીશું તો એને નિયંત્રિત કરી શકાય છે. જોકે રાહતની વાત એ છે કે 7 મેની તુલનામાં કોરોનાના કેસ 90 ટકા ઓછા થયા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment