પોલીસ વિભાગમાં લોક રક્ષક દળ (LRD)માં 10 હજાર 988 જગ્યાઓની ભરતીમાં 11 લાખ 13 હજાર 251 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં 8 લાખ 68 હજાર 422 ફોર્મ કન્ફર્મ થયાં છે. ભરતીમાં 6 લાખ 35 હજાર પુરૂષ ઉમેદવારો (Candidates)અને 2 લાખ 33 હજાર 414 મહિલા ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. ફોર્મ ભરવા માટે આજે મંગળવારે છેલ્લો દિવસ છે. જણાવી દઇએ કે, 4 વર્ષ બાદ થઈ રહેલી આ ભરતી માટે આગામી ડિસેમ્બરથી શારીરિક કસોટી યોજાશે.
લોકરક્ષક ભરતી:
Total Applications: 11,13,251
Confirm Application: 8,68,422
Male Application: 6,35,008
Female : 2,33,414Fee paid by:
UPI : 65,208
Other:7129
Post : 12,277
Total:98,642
આવતીકાલે અરજી માટે નો છેલ્લો દિવસ છે.#LRD_ભરતી— Hasmukh Patel (@Hasmukhpatelips) November 8, 2021
LRD માં ફોર્મ ભરવાનો આજે મંગળવારે છેલ્લો દિવસ
LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ પહેલા જ ટ્વિટરના માધ્યમથી કમ્પ્યુટર સર્ટિફિકેટની હાલ જરૂર નથી તેવી સ્પષ્ટતા કરી હતી. જણાવી દઇએ કે, આ સર્ટિફિકેટ ભરતી પ્રક્રિયાના અંતિમ તબક્કે પસંદગી પામેલા ઉમેદવારને દસ્તાવેજ ચકાસણી દરમિયાન રજૂ કરવાનું હોય છે. પોલીસ વિભાગના વર્ગ- 3માં ત્રણ સંવર્ગોમાં પાંચ વર્ષ રૂપિયા 19 હજાર 950ના ફિક્સ પગારે જાહેર થયેલી LRD ભરતીમાં આજે મંગળવારે રાત્રીના 11-59 કલાક સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે.
આ પણ વાંચો: રાજ્યના આ વિસ્તારોમાં આવતીકાલ સુધી માવઠાંની આગાહી, આગામી દિવસોમાં ઠંડી વધશે
સરકારે ભરતીની મર્યાદામાં એક વર્ષનો કર્યો વધારો
લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલ (Constable)ની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી (SRP)કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે. જેમાં મહિલાઓ માટે એસઆરપી સિવાયની બંને કેટેગરીમાં મળીને 1983 જગ્યા અનામત રખાઇ છે. કોરોનાના કારણે એક વર્ષ બગડ્યુ હોવાને પગલે સરકારે તમામ ભરતીઓ માટેની મહત્તમ વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવાનો નિર્ણય લીધો હોવાથી આ ભરતી માટે મહત્તમ વય મર્યાદા 34 વર્ષ રાખવામાં આવી છે. તો ફિઝિકલ ટેસ્ટમાં પાસ થનારા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે.
LRD સહિતની ભરતીનું આયોજન કરાશે 100 દિવસમાં
ઉલ્લેખનિય છે કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ હાલમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં બિનહથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, ઈન્ટેલિજન્સ ઓફિસર, બિનહથિયારી આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અને ટેક્નિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષકદળની મળીને અંદાજિત 27,847 જગ્યા માટે ભરતીનું આયોજન આગામી 100 દિવસમાં કરવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે.
ધોરાજી પોલીસે બાઇક ચોરને પકડ્યો જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4