Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝભારે વરસાદે UP ને ઘમરોળ્યું, પુરના પાણીથી 20 થી વધુ જિલ્લા પ્રભાવિત

ભારે વરસાદે UP ને ઘમરોળ્યું, પુરના પાણીથી 20 થી વધુ જિલ્લા પ્રભાવિત

Share Now

દેશમાં કેટલાક રાજ્યોમાં પુર (Flood)ના પાણી (Water)એ તબાહી મચાવી છે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના 20 થી વધુ જિલ્લાઓ હાલમાં પુર (Flood)ની ઝપેટમાં આવ્યા છે. ગંગા (Ganga), યમુના (Yamuna) સહિતની નદી (River)ઓ પોતાની ભયજનક સપાટીને પણ પાર કરી ગઇ છે. જેના પગલે શહેરોની હાલાતમાં વધુ મુશ્કેલી સર્જાઇ છે. પ્રયાગરાજમાં ગંગા અને યમુના બંને નદીના પાણીએ તબાહી મચાવી દીધી છે. કેટલાક વિસ્તારો સંપુર્ણ પાણી (Water)માં સમાઇ ગયા છે. જેના પગલે હજારો લોકો પુર (Flood)ના ઝપેટમાં આવી જતા ફસાયા છે.

પ્રયાગરાજના વિસ્તારો પુુર પ્રભાવિત

પ્રયાગરાજ (Prayagraj)માં પુર પ્રભાવિત વિસ્તારોમાં હાલાત એટલી ખરાબ થઇ છે કે લોકોને ખાવા પીવામાં પણ મુશ્કેલી સર્જાઇ છે. જણાવી દઇએ કે ગંગા-યમુનાના પુરના પાણીથી આ દિવસોમાં પ્રયાગરાજ (Prayagraj)માં આફત જેવી સ્થિતિ ઉત્પન્ન થઇ છે. પ્રયાગરાજમાં સૌથી વધારે ખરાબ હાલાત ચાંદપુર સલોરી વિસ્તારની છે. જ્યાં હજ્જારો ઘરા પુરના પાણીમાં સમાઇ ગયેલી હાલાતમાં છે. સલોરીના કૈલાશપુરી વિસ્તારમાં નજર કરતા તમામ ચાર દિશામાં પાણી જ નજર આવી રહ્યુ છે. સમગ્ર વિસ્તારમાં બોટ દ્વારા લોકોને પાણીની બોટલ અને ફુડ પેકેટ વહેંચવામાં આવી રહ્યા છે.

ગંગા નદીએ રોદ્ર સ્વરૂપ ઘારણ કર્યુ

વારાણસી (Varansi)માં પણ ગંગા (Ganga)નદીએ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ છે. જળસ્તરમાં સતત વધારા થયા બાદ વારાણસીમાં ગંગા અલગ-અલગ વિસ્તારોમાંથી શહેરમાં દાખલ થઇ છે. જેના પગલે ગામની સ્થિતિ ખરાબ છે. પુરના પગલે લોકો પોતાના ગામ છોડવા પણ મજબુર બન્યા છે. વારાણસીમાં ગંગા નદીનું જળસ્તર લેવલ પાર કરી ગયુ છે.

ઘર પર પુરના પાણી ફરી વળ્યા

વારાણસી (Varanasi)માં ગંગા અને વરૂણા નદીના કિનારે રહેલા ઘર પર પુરના પાણી ફરી વળ્યા છે. પુરના પગલે તંત્રએ બચાવ અભિયાન હાથ ધરતા ટિકરી ગામ પાસે કામચલાઉ ડેમ પણ ઉભો કરી દીધો છે, પરંતુ તે પણ પાણીમાં વહી જવાના પગલે બનપુરવા ગામમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. જેથી સ્થાનિક ગામવાસીઓ પણ પોતાના ઘરને છોડવા મજબુર બન્યા છે.       

ઉલ્લેખનિય છે કે આ પહેલા મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માં ભારે વરસાદ (Heavy Rain)ના પગલે આવેલા પૂર (Flood)થી રાજ્યને ભારે માત્રામાં નુકસાન પહોંચ્યું છે. સૂબેમાં પૂર (Flood) અને તે સાથે જોડાયેલા કેટલાક અકસ્માતો (Accident)માં 24 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 1250 ગામ પ્રભાવિત થયા છે. ભારે વરસાદ (Heavy rain)ના પગલે ગ્વાલિયર, શિવપુરી, ગુના, શ્યોપુર, દતિયા, અશોકનગર, ભિંડ અને મુરૈનામાં ભારે માત્રામાં નુકસાન થયુ છે.

મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માં ભારે વરસાદ (Heavy Rain)ના પગલે પૂરએ પોતનું રૂદ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ છે. એમપી (MP)માં અત્યાર સુધીમાં 20 હજારથી વધુ મકાન તુટી ગયા છે. તદઉપરાંત નદીમાં ભારે માત્રમાં પાણીના વહેણના પગલે 6 પુલ તુટીને પાણીમાં વહી ગયા છે. જણાવી દઇએ કે મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના ગ્વાલિયરમાં ભારે વરસાદ (Heavy Rain)અને ડેમમાંથી છોડવામાં  આવેલા પાણીના પગલે હાલત કાબુ બહાર થઇ ગઇ છે. રાહત બચાવ માટે સેના અને વાયુસેનાની મદદ લેવામાં આવી રહી છે. વાયુસેનાના હેલીકોપ્ટર દ્વારા લોકોને બચાવવામાં આવી રહ્યા છે, પરંતુ ભારે વરસાદ (Heavy Rain)ના પગલે રેસ્ક્યુ કરવામાં પણ સેના અને વાયુસેનાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક ગામની સ્થિત અત્યંત ખરાબ છે. ગામમાં પાણીના ભારે વહેણના પગલે રેસ્ક્યુ ટીમ પણ પહોંચી શકતી નથી. લોકો પહાડ, મંદિર, ખુલ્લા મેદાન અને ટ્રેક્ટરની ટ્રોલીમાં રહીને સમય પસાર કરી રહ્યા છે. 

બંગાળમાં પણ ભારે વરસાદથી 3 લાખ લોકો પ્રભાવિત

નોંધનીય છે કે ભારે વરસાદની ઝપેટમાં બંગાળ (Bengal) પણ આવ્યુ છે. પશ્ચિમ બંગાળ (West Bengal)માં ભારે વરસાદ (Heavy Rain)ના પગલે 10 લોકોના મોત નિપજ્યા છે અને 3 લાખથી પણ વધુ લોકો પ્રભાવિત થયા છે. આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે અનેક લોકો ઘર વિહોણા થયા છે. મળતી માહિતી મુજબ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાણીનો ભરાવો થતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ હતું. જેના પગલે બંગાળ (Bengal)માં પાણી ફરી વળ્યા હોવા અંગેનું માનવામાં આવી રહ્યુ છે.

ઓડિશા અને રાજસ્થાનમાં પણ ખાનાખરાબી

ઓડિશા (Odisha)માં પણ ભારે વરસાદે (Heavy Rain) ખાના ખરાબી કરી છે. વરસાદના પગલે વિજળી પડવાની ઘટના સર્જાઇ હતી. જેમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યુ છે. તો રાજસ્થાન (Rajasthan)માં પણ વરસાદના પગલે વિજ કરંટ લાગતા 3 બાળકોના મોત નિપજ્યા હતા. બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદ (Heavy Rain) થવાની ચેતવણી આપી છે જેના પગલે તંત્ર પણ દોડતુ થયુ છે.

આ પણ વાંચો: મધ્ય પ્રદેશમાં ભારે વરસાદે 20 થી વધુ લોકોના જીવ લીધા, 1250 ગામ પ્રભાવિત

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment