Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝ30 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

30 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

Saurashtra University
Share Now

આજે કેટલા સમય પછી પરીક્ષા શરુ થઇ રહી છે. ત્યારે રાજકોટ ખાતે કોરોનાની ગાઇડલાઇન મુજબ પરીક્ષા લેવામાં આવી રહી છે. આજે કેટલાક વિદ્યાર્થીઓએ તો એવું પણ કહ્યું કે, “આ પરીક્ષા લીધી એ ખુબ સારું કર્યું, જેથી કરીને આગળ અભ્યાસ ક્રમમાં ખુબ મદદ મળશે. અને ઉપયોગી પણ થશે. આમ કરીને બધા વિદ્યાર્થીઓએ હરખભેર પરીક્ષા આપવાની શરૂઆત કરી હતી.

સૌ.યુનિ.ની પરીક્ષા શરુ:

6 જિલ્લાના 128 કેન્દ્ર પર 30 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, નોન-વેક્સિનેટેડ વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન સંક્રમિત થાય તો જવાબદાર કોણ

Exam

અચાનક પરીક્ષા લેવાતા, વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસ જોવા મળ્યો

કોરોનાની બીજી ઘાતક લહેર પુરી થતા હવે ઓફલાઇન પરીક્ષા લેવા રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે જેને લઇ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી પ્રથમ તબક્કાની PG અને UG ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન પરીક્ષા શરૂ કરવામાં આવી છે જેમાં 6 જિલ્લાના 128 કેન્દ્ર પર 30743 વિદ્યાર્થીઓ પરીક્ષા લેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં જયારે વેક્સિન અત આવશ્યક છે ત્યારે નોન-વેક્સિનેટેડ વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન સંક્રમિત થાય તો જવાબદાર કોણ, આ પ્રશ્ન ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

64 કોર્સની પરીક્ષાનો લેવાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી 8 જુલાઇથી પ્રથમ તબક્કામાં 128 કેન્દ્રના 1250 બ્લોક પર PG અને UGના 30743 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં બી.એ., બી.કોમ., બી. એસસી. સેમ.1 અને 3 ઉપરાંત અનુસ્નાતકમાં એમ.એ., એમ.કોમ., એમ.એસસી. સેમ.4 સહીતની 64 કોર્સની પરીક્ષાનો સમાવેશ થાય છે.

આ પણ જુઓ : ઓનલાઇન ચીટીંગ

દરેક કેન્દ્ર પર કોવિડ ગાઇડલાઈનનું પાલન થશે
આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, આગામી 8 જુલાઇ થી પ્રથમ તબક્કાની પરીક્ષા શરૂ થશે જેમાં 128 કેન્દ્ર પર 30743 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ત્યાર બાદ બીજા તબક્કાની 15 અને ત્રીજા તબક્કાની 22 જુલાઇ થી પરીક્ષા લેવામાં આવશે. જે પરીક્ષામાં દરેક કેન્દ્ર પર કોવિડ ગાઇડલાઈનનું પાલન થાય તે માટે દરેક કોલેજ અને સેન્ટર પર સૂચના આપી દેવામાં આવી છે. ખાસ સોશીયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે પ્રકારની સુવિધા સાથે આયોજન કરવામાં આવેલ છે. આજે પરીક્ષાના પ્રારંભે યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિએ કેન્દ્ર પર જઇ મુલાકાત લીધી હતી.

Exam 2

અચાનક પરીક્ષા લેવાતા, વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસ જોવા મળ્યો
ઉલ્લેખનિય છે કે વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે તાલુકા લેવલ સુધી પહોંચી પરીક્ષા કેન્દ્ર શરૂ કરવા આયોજન કરવામાં આવેલ હોવાનું યુનિવર્સિટીએ જણાવ્યું હતું પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાંથી પણ કેટલાક વિદ્યાર્થીઓ રાજકોટ સુધી પરીક્ષા માટે આવવું પડ્યું હોવાથી મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે સાથે અચાનક પરીક્ષા તારીખ જાહેર થતા ક્યાંક વિદ્યાર્થીઓ સ્ટ્રેસ અનુભવતા હોવાનું જણાવ્યું હતું.

જુઓ વીડિઓ : સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં પરીક્ષા

નોન-વેક્સિનેટેડ વિદ્યાર્થીઓનું સંક્રમિત થશે તો !
પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ પૈકી કેટલા વિધાયર્થીઓ વેક્સિનેટેડ છે અને કેટલા નથી તે અંગે કોઇ માહિતી યુનિવર્સિટી પાસે ઉપલબ્ધ નથી પરંતુ આ સાથે ઓફલાઇન પરીક્ષામાં કોઇ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થશે તો તેની જવાબદારી કોણ લે શે તે અંગે પણ સવાલો વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં સતાવી રહ્યા છે.

ક્યાં જિલ્લામાં કેટલા પરીક્ષા કેન્દ્ર

જિલ્લા પરીક્ષા કેન્દ્ર
રાજકોટ 53
અમરેલી 32
જામનગર 14
સુરેન્દ્રનગર 13
મોરબી 13
જુનાગઢ 03

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment