Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝહૈતીમાં 7.2 ની તીવ્રતાના આંચકાના પગલે 300 થી વધુના મોત, 1800 ઘાયલ

હૈતીમાં 7.2 ની તીવ્રતાના આંચકાના પગલે 300 થી વધુના મોત, 1800 ઘાયલ

Share Now

હૈતી (Haiti)માં ગઇકાલે શનિવારે 7.2 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ (Earthquake) આવ્યો હતો. ભૂકંપથી બિલ્ડીંગો (Building) ઘરાશાહી થતા 304 લોકોના મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 1800 થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપના પગલે અનેક ઘર ધ્વસ્ત થયા છે અને લોકો રોડ રસ્તાઓ પર આવી ગયા છે. અનેક લોકો હોટલ (Hotel) અને અન્ય ઇમારતો નીચે આવી ગયા છે. બચાવકર્મીઓ ઓપરેશન હાથ ધરતા લોકોનું રેસ્ક્યુ કરી રહ્યા છે.

ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિમી નીચે

જણાવી દઇએ કે ભારતીય સમય અનુસાર ગઇકાલે શનિવારે સાંજે 5.55 આસપાસ હૈતી (Haiti)માં ભૂકંપ આવ્યો હતો. ભૂકંપે આ નાના દેશમાં ભીષણ તબાહી મચાવી છે. મળતી માહિતી મુજબ ભૂકંપ (Earthquake)નું કેન્દ્ર હૈતીની રાજધાનીથી 150 કિલોમીટર પશ્ચિમમાં એક શહેરની જમીનની 10 કિલોમીટર નીચે હતુ. ભૂકંપ બાદ પણ આફ્ટરશોક્સ આવતા રહ્યા હતા. ભીષણ ભૂકંપથી અહીં બિલ્ડીંગો કાટમાળમાં ફેરવાઇ ગઇ છે અને હોસ્પિટલો (Hospital)માં ઘાયલની સંખ્યા સતત વધી રહી છે.

આ પહેલાના ભૂકંપમાં પણ લોકોએ જીવ ગુમાવ્યા હતા

 ભૂકંપના ઝટકા ક્યૂબા અને જમૈકામાં પણ મહેસૂસ થયા છે. નોંધનીય છે કે આ ભૂકંપ આ પહેલા આવેલા ભૂકંપથી પણ શક્તિશાળી હતો. 11 વર્ષ પહેલા આવેલા ભૂકંપમા પણ અનેક લોકોના જીવ ગયા હતા. ગઇકાલે શનિવારે આવેલા ભૂકંપથી હૈતીની રાજધાનીને ખાસ નુકસાન પહોંચ્યુ નથી.

અનેક મિલ્કતને નુકસાન પહોંચ્યું

મળતી માહિતી મુજબ 900 થી વધુ ઘર, 7 ચર્ચ, બે હોટલ અને 3 સ્કુલ કાટમાળ (Debris)માં ફેરવાઇ ગયા છે. આ સિવાય 723 અન્ય ઘર, 1 જેલ, 3 હેલ્થ સેન્ટર અને 7 સ્કુલને પણ નુકસાન પહોંચ્યુ છે. જોકે બંદર, એયરપોર્ટ, ટેલીકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ખાસ નુકસાન પહોંચ્યુ હોય તેવા કોઇ સમાચાર સામે આવ્યા નથી. રાહત અને બચાવમાં લાગેલી ટીમે કેટલાક લોકોને સુરક્ષિત બહાર નિકાળ્યા છે.એક સર્વે મુજબ ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં ગઇકાલે શનિવારે મોડી રાત્રે ફરી એકવાર 5.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

પીએમએ કર્યો હવાઇ સર્વે

દુર્ઘટનાને લઇને પીએમ એરિયલ હેનરીએ હવાઇ સર્વે કર્યા બાદ એક મહિના માટે કટોકટીની જાહેરાત કરી છે. પીએમએ કહ્યુ કે નુકસાનનું સાચુ આંકલન કર્યા સુધી કોઇ દેશ પાસેથી મદદ નહીં માગીએ. તેઓએ વધુમાં કહ્યુ કે હાલમાં જરૂરી કાટમાળ (Debris)માં ફસાયેલા લોકોને બચાવવાનું છે.

હોસ્પિટલમાં લોકોની ભીડ

વડાપ્રધાને કહ્યુ કે તેને જાણકારી મળી છે કે હોસ્પિટલોમાં ભીડ છે અને ઘાયલ લોકો ત્યાં પહોંચી રહ્યા છે. તેઓએ કહ્યુ કે ઇન્ટરનેશનલ રેડ ક્રોસ સોસાયટી અને હોસ્પિટલ લોકોની સારવાર કરી રહ્યા છે. પીએમએ વધુમાં કહ્યુ કે આ સમયે કેટલીક ચીજવસ્તુઓની જરૂર છે, પરંતુ લોકોને સૌથી વધુ જરૂરત સારવાર (Treatment)સાથે ખાવા પીવા અને રહેવા માટેની છે.

અમેરિકા કરશે મદદ

અમેરિકા (America)ના રાષ્ટ્રપતિ જો બાઇડને (President joe Biden) પોતાના તંત્રને હૈતીને મદદ કરવા માટે એક અમેરિકી અધિકારીની નિંમણુક કરી છે. જે નુકસાનીનું આંકલન કરી અને તેને ફરી પુન:સ્થાપિત કરવામાં મદદ કરશે. આર્જેન્ટિના, ચિલી સહિતના કેટલાક દેશોએ મદદ કરવાની ઓફર કરી છે.

ઉલ્લેખનિય છે કે વર્ષ 2010 માં ભૂકંપ (Earthquake) સમયે મદદ પહોંચાડવામાં સમય લેતા ઓછામાં ઓછા 3 લાખ લોકોના મોત નિપજ્યા હતા. જણાવી દઇએ કે હૈતીમાં ભૂકંપના આંચકા મહેસુસ થતા જ હોય છે. વર્ષ 2018 માં 5.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં એક ડઝનથી વધુ લોકોના મોત નિપજ્યા હતા.  

આ પણ વાંચો: Independence Day: સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાથી PM મોદીએ કોનો-કોનો આભાર માન્યો?

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment