Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝઆસામ-મિઝોરમ વચ્ચે 13 દિવસ બાદ હાલાત સુધાર પર, ટ્રકનું આવાગમન શરૂ

આસામ-મિઝોરમ વચ્ચે 13 દિવસ બાદ હાલાત સુધાર પર, ટ્રકનું આવાગમન શરૂ

Share Now

આસામ (Assam) અને મિઝોરમ (Mizoram) વચ્ચે બોર્ડર પર થયેલી હિંસક અથડામણ બાદ આજે કઇક અંશે હાલાત સુધરી રહ્યા છે. 26 જુલાઇના રોજ આસામ (Assam) અને મિઝોરમ (Mizoram)  વચ્ચે બોર્ડર પર થયેલી હિંસક અથડામણના 13 દિવસ બાદ ફરીથી ટ્રક (Truck)નું આવાગમન શરૂ થયુ છે. દેશના અલગ-અલગ રાજ્યોથી આવી રહેલા ટ્રક (Truck) રવિવારે આસામની બોર્ડર પાર કરી મિઝરોમ (Mizoram) પહોંચ્યા હતા.

ટ્રક બોર્ડર પાર કરી મિઝોરમ પહોંચ્યા

શનિવારે પોલીસ પાસેથી ભરોસો મળ્યા બાદ ટ્રક ડ્રાઇવર ઢોલઇથી પોતાની ટ્રક આગળ લઇ અને બોર્ડર પાર કરી પસાર થયા હતા. જણાવી દઇએ કે બોર્ડર પાસે થયેલી હિંસક અથડામણ બાદ તમામ ટ્રક (Truck) ઢોલઇ પાસે સ્ટેન્ડ કર્યા હતા. બંને રાજ્યો વચ્ચે સર્જાયેલી હિંસક અથડામણ બાદ સ્થાનિક તંત્રએ બ્લોક પણ લગાવી દીધા હતા, જેના પગલે ટ્રક (Truck) અને અન્ય વાહનની અવરજવર બંધ થઇ ગઇ હતી. મિઝોરમ (Mizoram) માં દવાઓથી લઇને ખાવા-પીવાના સામનમાં પણ મુશ્કેલી સર્જાઇ હતી, પરંતુ શનિવારે મોડી રાત્રે પોલિસ (Police)ની નજર હેઠળ દવાઓ, ડીઝલ, કેરોસિન જેવી જરૂરી ચીજવસ્તુ લાવેલા ટ્રકને મિઝોરમ (Mizoram) માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ તમામ પ્રવૃતિ પરથી એક અંદાજો લગાવી શકાય છે કે બંને રાજ્યો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ હાલત આજે કંઇક અંશે સુધરી રહ્યા છે અને ધીરે ધીરે જનજીવન સામાન્ય બની રહ્યુ છે.

મંત્રિઓએ અપાવ્યો ભરોસો

શનિવારે આસામ (Assam)ના બે મંત્રિઓ અશોક સિંધલ અને પરિમલ શુક્લાવૈધે ટ્રક ડ્રાઇવરોને ભરોસો અપાવ્યો કે મિઝોરમ જવુ સરિક્ષિત છે, ત્યારબાદ ટ્રક બોર્ડર પરથી આગળ વધવા લાગ્યા હતા. આ તકે મંત્રિ પરિમલ શુક્લાવૈધએ જણાવ્યું કે 26 જુલાઇના રોજ થયેલી અથડામણના પગલે રેલ્વેના પાટાઓને પણ નુકસાન પહોંચ્યુ છે. તેનુ પણ હાલમાં કામ ચાલી રહ્યુ છે, ત્યારબાદ રેલ્વે સેવા ફરી એકવાર પુર્વવત થશે.

50 થી વધુ ટ્રક મિઝોરમ પહોંચ્યા

કોલાસિબ એસપીએ એક ન્યુઝ એજન્સી સાથે વાતચીત કરતા જણાવ્યું કે શનિવારે રાત્રીથી રવિવાર સવાર સુધીમાં 50 થી પણ વધારે ટ્રક આસામ (Assam)ની બોર્ડર પાર કરી અને મિઝોરમ (Mizoram) ખાતે પહોંચ્યા છે. તેઓએ વધુમાં જણાવતા કહ્યુ કે રાજ્યોની વચ્ચે ટ્રાફીક શરૂ થઇ ગયો છે. આ તમામ વચ્ચે પણ હાલમાં એ સ્થિતિ પર દેખરેખ રખાઇ રહી છે કે ફરી આવી કોઇ ઘટનાનું પુનરાવર્તન ન સર્જાઇ.

કછારના એસપી રમનદીપ કૌરે પણ જણાવ્યું કે પોલીસ (Police)ની હાજરીમાં ટ્રક (Truck)નું આવાગમન ફરી શરુ થઇ છે. શરૂઆતમાં સ્થાનિક લોકો નાખુશ હતા, પરંતુ  બાદમાં સરકારમા રહેલા મંત્રિઓએ વાતચીત કર્યા બાદ ટ્રક આગળ વધવાના શરૂ થયા હતા.

ગાડીઓ પર હુમલો

સિલ્વર સ્થિત મિઝોરમ (Mizoram) હાઉસના સંપર્ક અધિકારીએ જણાવ્યું કે ટ્રકોનું આવાગમન શરુ થયા પહેલા મિઝોરમ (Mizoram) ખાતે જનારી 9 ગાડીઓ પર ટિખરોએ હુમલો કર્યો હતો. આ હુમલો લૈલાપુર ખાતે કરવામાં આવ્યો હતો, જેમાં ગાડીઓને પણ નુકસાન પહોંચ્યુ હતુ.

શું છે સમગ્ર મામલો?

ઉલ્લેખનિય છે કે આસામ (Assam) અને મિઝોરમ (Mizoram) બોર્ડર પર સુરક્ષાદળો અને મિઝોરમનાં નાગરિકો વચ્ચે અથડામણ થઇ હતી. આ હિંસા દરમિયાન ફાયરિંગ થયુ હતુ જેમા 6 પોલીસકર્મીઓના મોત થયા હતા. બંને રાજ્યો વચ્ચે બોર્ડરનો વિવાદ ત્યારે સર્જાયો જ્યારે આસામ (Assam) પોલીસે પોતાની જમીન પર કથિત રીતે અતિક્રમણ હટાવવા અંગેનું એક અભિયાન શરૂ કર્યુ હતુ. 10 જુલાઇના રોજ આસામ સરકારની ટીમ ત્યાં પહોંચી તો તેના પર કેટલાંક અજાણ્યા લોકોએ હુમલો કરી દીધો હતો.  

આ પણ વાંચો: સુરતની યુવતીએ મિસ ઇન્ડિયાનો તાજ હાંસિલ કર્યો 

Android: http://bit.ly/3ajxBk4

IOShttp://apple.co/2ZeQjTt

 

 

No comments

leave a comment