Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeન્યૂઝમોરબીમાં 8000થી વધુ ટ્રકના પૈડાં થોભ્યા

મોરબીમાં 8000થી વધુ ટ્રકના પૈડાં થોભ્યા

Truck
Share Now

” જિસકા માલ ઉસકા હમાલ ” ના નારા સાથે મોરબી વાંકાનેર માં લગભગ ૮ હજાર થી વધુ ટ્રકો ના પૈડા થંભી ગયા છે. અત્યર સુધી ટ્રક લોડીંગ અને અનલોડિંગ કરવાનો મજુરી નો ચાર્જ ટ્રાન્સપોર્ટરો એ ચૂકવવાનો થતો હતો. જેનાથી થાકી ને હવે ટ્રાન્સપોર્ટરો એ હડતાલ નો રસ્તો પકડતા મોરબી, વાંકાનેર ના એક હજાર જેટલા ટ્રાન્સપોર્ટ એ પોતાના શટર નીચા કરી લીધા છે. જેના લીધે મોરબી ના કરોડો રુપયા ના માલ ના પરિવહન અટકી પડ્યા છે. ટ્રાન્સપોર્ટરો જ્યાં સુધી જિસકા માલ ઉસકા હમાલ ની નીતિ વેપારીઓ ના સ્વીકારે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવા કટિબદ્ધ બન્યા છે.

Morbi Truck

Truck association on strike

ટાઈલ્સ નીં હબ ગણાતા મોરબી માં આજ થી ટ્રાન્સપોર્ટરો એ હડતાલ નું એલાન કરી દીધું છે.અને એ સાથે જ મોરબી વાંકાનેર હાઈવે પર ટ્રકો ના થપ્પા લાગી ગયા છે. લગભગ ૮ હજાર જેટલી ટ્રકો ઉભી રહી ગઈ છે. જેના લીધે આવનાર સમય માં સિરામિક ઉદ્યોગ ને પણ પરિવહન અટકતા ભારે મુશ્કેલીઓ સહન કરવી પડે એવી સ્થિતિ નું નિર્માણ થયું છે. અત્યાર સુધી ટ્રકો માં ભરવામાં આવતા માલ લોડીંગ અને અનલોડિંગ કરવાના ચાર્જ ટ્રાન્સપોર્ટરો ચુકવતા હતા, ત્યારે હવે એક બાજુ ડીઝલ ના ભાવ માં વધારો થયો છે. તો બીજી બાજુ લોડીંગ અનલોડિંગ નો ચર્જ નહિ પોસાતો હોવાથી ટ્રાન્સપોર્ટરો એ આંદોલન શરુ કર્યું છે. અને જ્યાં સુધી વેપારીઓ ટ્રાન્સપોર્ટરો ની માંગ ના સ્વીકારે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવા નિર્ણય કર્યો છે.

આ પણ જુઓ : મહિલાઓની સુરક્ષા પર ‘ તાળા ‘ !

 મોરબી માંથી દરરોજ લગભગ ૭હજાર જેટલી ટ્રકો માં ટાઈલ્સ નું પરિવહન થાય છે. અને દેશભર માં ટાઈલ્સ લઇ જવા માટે મોરબી વાંકાનેર માં લગભગ ૧ હજાર જેટલા ટ્રાન્સપોર્ટ આવેલા છે. એક બાજુ ડીઝલ ના ભાવ વધી રહ્યા છે. ત્યારે બીજી બાજુ લોડીંગ અનલોડિંગ માટે નો ચાર્જ અત્યાર સુધી જે ટ્રાન્સપોર્ટરો ઉપર હતો. એ હવે ટ્રાન્સપોર્ટરો ને પોસાય એમ નથી. એક ટ્રક દીઠ લગભગ ૫ હજાર થી વધુ ચાર્જ લાગે છે. જેના લીધે ટ્રાન્સપોર્ટરો ને ભારે નુકશાની થઇ રહી હોવાથી તેમના દ્વારા હડતાલ નું શસ્ત્ર ઉપાડવામાં આવ્યું છે. નાના મોટા તમામ ટ્રાન્સપોર્ટરો એ એક સાથે જ નિર્ણય કરી ને જ્યાં સુધી વેપારીઓ તેમની માંગ ના સ્વીકારે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવા મક્કમ નિર્ધાર કર્યો છે. જેના લીધે હાલ માં કરોડો રૂપિયા ની કિંમત ની ટાઈલ્સ નું પરિવહન અટકી પડ્યું છે.

president

આજ થી જ મોરબી માં આ હડતાલ શરુ કરવામાં આવી છે. આ બાબત માં સિરામિક ઉદ્યોગ પણ તેમની સાથે હોવાનો દાવો ટ્રાન્સપોર્ટરો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ ચાર્જ જે વેપારીઓ નો માલ ભરવામાં આઅવે તેમની પાસે થી મજુરી નો ચાર્જ વસુલવામાં આવે એવી માંગ સાથે શરુ થયેલી હડતાલ, જો લાંબી ચાલે તો મોરબી સિરામિક ઉદ્યોગ માટે પણ માલ મોકલવાની મુશ્કેઇઓ ઘેરી બને એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment