રાજ્યમાં તહેવારની સીઝન શરૂ થઇ ઘઇ છે. આ વચ્ચે જ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ (Ahmedabad Vadodara Expressway) હાઇવે પર એક મોટી ઘટના બની છે. ગઇકાલે મંગળવારે ધનતેરસની રાતે હાઈવે પર આવતી જતી ગાડીઓ પર પથ્થર મારવાની ઘટના બની છે. આ સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Ahmedabad Vadodara Expressway પર અજાણ્યા શખ્સોએ પથ્થર મારો કર્યો
વડોદરાથી અમદાવાદ જતી ગાડીઓ પર પથ્થર ફેંકાયા હતા. આણંદ (Anand)ટોલટેક્સથી નડિયાદ તરફ આવતા આ ઘટના બની હતી. જોકે હાઇવે પર કોઈ જગ્યાએ કાચ પડ્યાના નિશાન પોલીસ (Police)ને જોવા મળ્યા નહતા. આણંદથી થોડા આગળ સામરખા પાસે પાંચથી વધુ વાહનો રોડ સાઈડે પાર્ક કરેલી હાલતમાં હતા. તથા કેટલાંક વાહનો (Vehicles)ના કાચ તૂટેલા હતા. સામરખા ગામની હદ પાસે કેટલાંક ઈસમો દ્વારા જઈ રહેલા વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર પથ્થરમારાની ઘટના આણંદ ગ્રામ્ય પોલીસ મથકની હદમાં બની છે.
આ પણ વાંચો: Mehsana: ACBને મળી મોટી સફળતા, ગીલોસણ ગામનો સરપંચ 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
Ahmedabad Vadodara Expressway ની ઘટનાને લઇને પોલીસે તપાસ હાથ ધરી
આ સમગ્ર ઘટના મામલે આણંદનાં પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચી અને કાર ચાલકની પૂછપરછ હાથ ધરી હતી. એક્સપ્રેસ વેની ટીમ પણ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી. જેમાં એક કાર ચાલક ઘાયલ થયાનાં સમાચાર મળ્યા છે. આ સમગ્ર બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. બનાવ અંગેની જાણ થતા જ પોલીસ દ્વારા હાઈવે પર પેટ્રોલિંગ (Patrolling)કરાયું હતું. જોકે, અજાણ્યા ઈસમો પોલીસને હાથ લાગ્યા નહોતા. નડિયાદ ટાઉન અને ચકલાસી પોલીસ નડિયાદ પાસે આવેલા એક્સપ્રેસ વે પર પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.
રાજકોટ પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક પ્રમોશન જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4