ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ સેવાઇ રહી છે.ત્યારે હવે કોરોના કરતા પણ વધુ ધાતક હવે બીજા રોગો વધી રહ્યા છે.એટલે કે મચ્છરજન્ય રોગચાળામાં વધારો જોવા મળે છે.અને સાથે જ આ રોગો હવે કોરોનાથી વધારે ખાતકી જોવા મળી રહ્યા છે.અને અમદાવાદમાં હાલ ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી 60થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.તો જેને લઇને અમદાવાદ તંત્ર દોડતું થયું છે. અને સાથે જ ડેન્ગ્યૂ, મેલેરિયાના અને ચિકનગુનિયાના દર્દીઓમાં વધારો નોંધાઇ રહ્યો છે. જેના લઇને રાજ્યભરમાં આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે.
ગુજરાતમાં ચોમાસુ પૂર્ણ થઇ ગયુ હોવા છતા મચ્છરોનો ઉપદ્રવ યથાવત છે.જેના કારણે મચ્છરજન્ય રોગચાળો સતત વધી રહ્યો છે. ચોંકાવનારી વાત તો એવી છે કે છેલ્લા 3 મહિનામાં કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયુ નથી. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી 60થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.તો સાથે જ હવે આ રોગોએ માથું ઉચકતા હવે તે એક તંત્ર માટે ચર્ચાનો વિષય બની ચૂક્યો છે
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વધ્યો
રાજયમાં રોગચાળો વધી રહ્યો છે.ત્યારે ચાલુ માસ દરમિયાન 10 દિવસમાં જ મચ્છરજન્ય રોગચાળામાં સખત વધારો નોંધાયો છે. અને સાથે જ આ મહિનામાં સાદા મેલેરિયાના 27 કેસ તો ઝેરી મેલેરિયાના 5 કેસ નોંધાયા છે. તો ડેન્ગ્યુના કેસમાં પણ વધારો યથાવત છે. 9 દિવસમાં ડેન્ગ્યુના (Dengue) 170 કેસ અને ચિકનગુનિયાના 69 કેસ નોંધાયા છે.અને હજુ પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.અને ગુજરાતના અલગ અલગ શહેરોમાં મચ્છરજન્ય રોગચાળાનો વકર્યો છે. જેને કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે.
છેલ્લા 1 મહિનાથી કેસ સતત વધી રહ્યો છે. તો અમદાવાદ તંત્ર દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી છે. અને સાથે જ અમદાવાદ તંત્ર દ્વારા લોકોના હિતમાં કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. પરતું હવે આ વધ્તા કેસોએ મુશ્કેલી વધારી છે.તો સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી સાઇટ પર ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ ફોગિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે જેથી મચ્છરોનો ઉપદ્રવ અટકાવી શકાય છે.વર્ષ 2021માં દસ મહિનામાં ડેન્ગ્યુના 1820 કેસ અને ચિકનગુનિયાના 914 કેસ નોંધાયા છે. તો વર્ષ 2021ના ઓક્ટોબર માસ દરમિયાન સાદા મેલેરિયાના 769 કેસ નોંધાયા છે.અને આ વર્ષમાં વધારે કેસો જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો :ભાવનગરનું તાળું “મુબારક મકબરો” હું નિષ્ઠાવાન ચોકીદાર!
ડેન્ગ્યુ(Dengue) અને મલેરિયાના અમુક લક્ષણો
16મી મેના દિવસે ‘નેશનલ ડેન્ગ્યુ ડે'(Dengue) ઊજવવામાં આવે છે
નેશનલ વૅક્ટર બ્રૉન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ તેને અટકાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવે છે.તે દિવસના લોકોને આ રોગોથી બચવાની સમજણ અને માહિતી આપવામાં આવે છે.વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના તારણ પ્રમાણે અમેરિકા, દક્ષિણપૂર્વ એશિયા તથા અમેરિકાના 100 જેટલા દેશોમાં તે જોવા મળે છે. ડેન્ગ્યુ હેમોરહેજિક ફીવર હોય તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. NS1 અથવા IGM તપાસ દ્વારા ડેન્ગ્યુના ઍન્ટીજન અથવા તો ઍન્ટિબૉડી શોધવા માટે પરીક્ષણ કરવામાં આવે છે.
ક્લાસિકલ ડેન્ગ્યુનો(Dengue) તાવ હોય તો તે શરીરનાં સાંધા અને હાડકાં પર અસર કરે છે, જેથી તેને ‘હાડકાંતોડ’ તાવ પણ કહેવામાં આવે છે.અને આ ડેન્ગ્યુના તાવમાં વ્યક્તિને અચાનક તાવ આવવાનો શરૂ થાય છે. તેને સખત માથાનો દુખાવો થાય છે, આંખો પાછળ દુખાવો થાય છે અને સ્નાયુ તથા સાંધામાં દુખાવો થાય છે. શરીર પર ચકામા પણ થાય છે.જ્યારે ડીએચએફમાં વ્યક્તિને અચાનક તાવ આવવાનો શરૂ થાય છે અને પેટમાં દુખાવો થાય છે.
Android: http://bit.ly/3ajxBk4