Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝકોઈ તસવીરની કિંમત શું કરોડોમાં હોઈ શકે?

કોઈ તસવીરની કિંમત શું કરોડોમાં હોઈ શકે?

Share Now

દુનિયામાં દરેક વસ્તુનો એક રેકોર્ડ હોય છે. જેમ કે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, સૌથી મોંઘી કાર, સૌથી મોંઘી હોટલ વગેરે વગેરે. આ બધી વસ્તુઓનો ભાવ કરોડોમાં નહિ, પણ અબજોમાં હોય છે. ત્યારે શું તમને ખબર છે ફોટોગ્રાફર દ્વારા ક્લિક કરવામાં આવતા તસવીરનો પણ આવી રીતે વર્લ્ડ રેકોર્ડ છે. આજે આપણે ફેન્ટમ (phantom) તસવીરની વાત કરવાના છીએ, જે દુનિયાની સૌથી મોંઘી તસવીર છે.

  • દુનિયાની સૌથી મોંઘી તસવીર “ફેન્ટમ” (phantom)
  • આ તસવીરની કીમત છે ૬.૫ મિલિયન રૂપિયા 
  • ભારતીય નાણા પ્રમાણે ૪૨ કરોડ રૂપિયાની તસવીર 
  • અમેરિકાના કેન્યોન ચટ્ટાનોની છે આ તસવીર
  • પીટર લીક નામના ફોટોગ્રાફરએ કરી હતી તસવીરને કેદ 
peter lik

image credit- google image

 

“ફેન્ટમ” (phantom) કરોડો રૂપિયાની તસવીર!

કેમેરામાં કેપ્ચર કરાયેલ તસવીરમાં એક અલગ જ તાકાત હોય છે. ફોટામાં એ તાકાત છે કે તે જે તે ક્ષણને, વાસ્તવિકમાં એ જેટલી ખુબસુરત છે તેના કરતા પણ વધારે ખુબસુરત બનાવી શકે. જુદા જુદા ફોટો ગ્રાફર અલગ અલગ જગ્યાઓના તસવીર ક્લિક કરતા હોય છે. ફોટોગ્રાફર દ્વારા દરેક વખતે એ પ્રયાસ કરવામાં આવતો હોય છે, કે તેના દ્વારા ક્લિક કરવામાં આવેલ તસવીર એકદમ ક્રિએટીવ હોય. 

આ ક્લિક કરવામાં આવતા ફોટોઝ પણ વેચતા હોય છે, એ પણ કરોડો રૂપિયામાં. ત્યારે “ફેન્ટમ” (phantom) નામની એક તસવીર એ દુનિયાની સૌથી મોંઘી તસવીર છે. આ તસવીર એ અમેરિકાના કેન્યોનની છે. જેને પીટર લીક દ્વારા ક્લિક કરવામાં આવ્યો હતો. તેમણે આ ફોટો ૬.૫ મિલિયનમાં વેચાયો હતો. એટલે જો ભારતીય નાણામાં તેને ફેરવવામાં આવે તો આ ફોટોની કીમત ૪૨ કરોડ રૂપિયા થાય. કેટલી જોરદાર વાત છે ને!

ફોટામાં અલગ અલગ પ્રકારની કૃતિઓ!

phantom photo

image credit- peter lik

આ તસવીર વિશે જો વાત કરવામાં આવે તો આ એક અજીબ પ્રકારનો ફોટો છે. પહેલી નજરે જોતા તો આ ફોટો લાગે જ નહિ, એવું લાગે જાણે આ ફોટોને કોઈ કમ્પ્યુટરમાં આર્ટીફીશ્યલ રીતે બનાવવામાં આવ્યો હશે. યુ.એસ. એ. ના એરિઝોનામાં આવેલ કેન્યોનનો ફોટો છે. આ ફોટોને બ્લેક એન્ડ વ્હાઈટ શેડ આપવામાં આવ્યો છે. તસવીરમાં પથ્થરોની મોટી મોટી ચટ્ટાનો આવેલી છે. જેને જોઇને તેની અંદર અલગ અલગ પ્રકારની કૃતિઓ દેખાઈ રહી છે. આ બધા વચ્ચે સૂર્યના કિરણો એ ઉપરની ખુલી જગ્યા પરથી આવીને જમીનને સ્પર્શી રહ્યા છે. 

ફોટોગ્રાફીને શું પ્રોફેશન ના બનાવી શકાય?

photography

image credit- Pinterest

ભારતમાં મોટા ભાગના લોકો એવું વિચારતા હોય છે કે ફોટોગ્રાફી કરવી એ કોઈ કલા નથી. એ તો બધા કરી શકે. પણ આ કિસ્સો સાંભળ્યા પછી તમે આ વાતને નકારી શકો છો. લોકો એવું માને છે કે માત્ર ફોટા પાડીને કોઈ પોતાનું ગુજરાન ક્યારેય ના ચલાવી શકે. એટલે આ કલાને માત્ર પોતાના શોખ પુરતી જ સીમિત રાખવી જોઈએ. તેને પ્રોફેશનમાં ના બદલી શકાય. પણ કરોડો રૂપિયામાં વેચાયેલી આ તસવીરે આ વાતને એકદમ ખોટી સાબિત કરી દીધી છે. 

આ પણ વાંચો: લિફ્ટમાં અરીસો કેમ મુકવામાં આવે છે ?

કોઈ પણ ફોટામાં એ શક્તિ રહેલી હોય છે કે એ કોઈ પણ વ્યક્તિને વિચારતો કરી શકે. ફોટો જોઇને દરેક વ્યક્તિને પોતાના નજરિયા પ્રમાણેનું દ્રશ્ય એમાં દેખાય છે. ત્યારે આ ખરેખર એક પ્રશંસનીય કલા છે. 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment