Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeન્યૂઝમોટાભાગના લોકો ડ્રાંઈવિંગ ટેસ્ટમાં નાપાસ

મોટાભાગના લોકો ડ્રાંઈવિંગ ટેસ્ટમાં નાપાસ

RTO test
Share Now
  • આરટીઓમાં હાલ દરરોજ 350થી વધુ બાઈક અને 294 કારની ટેસ્ટ લેવાય છે જેમાં 40% કારચાલકો અને 30% બાઈકચાલકોને બીજી વખત ટેસ્ટ આપવી પડે છે, અમુકને તો ત્રણ-ત્રણ વાર ટેસ્ટ આપવી પડે છે.
  • વેઇટિંગ ઘટાડવા વધુ સ્લોટ ફાળવતા અરજદારોનો ટ્રાફિક ઘટ્યો છે પરંતુ વાહનચાલકોનો ફેલ થવાનો રેશિયો યથાવત્ છે.

રાજકોટ આરટીઓના ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકમાં 40% કારચાલકો અને 30% બાઈકચાલકો ફેલ થતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. અત્યાર સુધી રાજકોટ આરટીઓમાં 250 જેટલી બાઈકની અને 150 જેટલી કારની એપોઇન્ટમેન્ટ આપવામાં આવતી હતી. છેલ્લા 15 દિવસથી એપોઇન્ટમેન્ટનો સ્લોટ વધારી 350થી વધુ બાઈક અને 294 કારની મંજૂરી આપવામાં આવી રહી છે. છેલ્લા એક વર્ષમાં રાજકોટ આરટીઓમાં 54 હજાર કારચાલકોએ ડ્રાઈવિંગ લાઇસન્સ માટે ટેસ્ટ ડ્રાઈવ આપી હતી જેમાંથી 21,600 જેટલા વાહનચાલકો ફેલ થયા હતા.

Rto

આ ઉપરાંત એક વર્ષમાં 90 હજાર બાઈકચાલકોએ ટેસ્ટ આપી હતી જેમાંથી 27 હજાર ફેલ થયા હતા. રાજકોટ આરટીઓમાં અગાઉ સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધીના જ સ્લોટ બુકિંગ કરવામાં આવી રહ્યા હતા પરંતુ તાજેતરમાં જ સરકારે રાજકોટ સહિત કેટલાક શહેરોમાં સવારે 6.30થી રાત્રે 9 કલાક સુધી ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ખુલ્લો રાખવા અને વેઇટિંગ ઘટાડવા વધુ સ્લોટ ફાળવતા ટ્રાફિક ઘટ્યો છે પરંતુ વાહનચાલકોનો ફેલ થવાનો રેશિયો યથાવત્ છે.

4 મોટા શહેરોમાં 35થી 40% વાહનચાલકો ફેલ થાય છે

રાજકોટ

  • 250 ટેસ્ટ પ્રતિદિન બાઈકની લેવાય છે.
  • 150 ટેસ્ટ કારની લેવામાં આવે છે.
  • 40% લોકો ટેસ્ટ ડ્રાઈવમાં ફેલ થાય છે.

અમદાવાદ

  • 238 ટેસ્ટ પ્રતિદિન બાઈકની લેવાય છે.
  • 238 ટેસ્ટ કારની લેવામાં આવે છે.
  • 35% લોકો ટેસ્ટ ડ્રાઈવમાં ફેલ થાય છે.

વડોદરા

  • 378 ટેસ્ટ દરરોજ બાઈકની લેવાય છે.
  • 238 ટેસ્ટ કારની લેવામાં આવે છે.
  • 40% વાહનચાલકો ટેસ્ટમાં ફેલ થાય છે.

સુરત

  • 238 ટેસ્ટ દરરોજ બાઈકની લેવાય છે.
  • 238 ટેસ્ટ કારની લેવામાં આવે છે.
  • 35% લોકો ટેસ્ટ ડ્રાઈવમાં ફેલ થાય છે.

40% વાહનચાલકો ડ્રાઈવિંગ ટેસ્ટમાં ફેલ, રાજકોટ RTOમાં 1 વર્ષમાં 21,600 કારચાલક અને 27 હજાર બાઈકચાલક નાપાસ.

RTO rajkot

રિવર્સ, ઢાળ, વળાંકમાં મોટાભાગના લોકો ભૂલ કરે છે

  1.  વાહનચાલકોમાં જે-તે વાહન ચલાવવાની પૂરતી તાલીમનો અભાવ જોવા મળે છે.
  2.  ટ્રેક મુજબ રિવર્સ પાર્કિંગ, રિવર્સ, ઢાળ, વળાંકમાં મોટાભાગના લોકો ભૂલ કરે છે. 
  3. નિશ્ચિત સમયમર્યાદામાં લોકો ટેસ્ટ પૂરી કરી શકતા નથી.
  4.  ઘણા લોકો ડ્રાઈવિંગ સ્કૂલને બદલે મેદાનોમાં વાહન શીખી ટેસ્ટ આપે છે.
  5.  રસ્તા કે મેદાનમાં વાહન શીખવું અને ટ્રેકમાં ટેસ્ટ આપવી બંને જુદી બાબત છે, લોકો સમજતા નથી
  6. બાઈકમાં સંતુલન ગુમાવે છે, કારમાં સેન્સરને અડકી જાય છે.

આ પણ જુઓ : સમયસર અનાજ મળે છે ને ? : પ્રધાનમંત્રી

60% લોકોને ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક, રોડ સેફ્ટીના નિયમની ખબર નથી હોતી

વાહન ચલાવવા માટે ડ્રાઈવિંગ લાઇસન્સ માટે અરજી કરતા અંદાજિત 60 લોકોને આરટીઓના ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકના નિયમો, રોડ સેફ્ટીના નિયમો કે ટ્રાફિકના નિયમોની જાણકારી નથી હોતી. ઘણા લોકોતો હાઈ-વે પર દર્શાવેલા જુદા જુદા સાઈનબોર્ડ પણ ઓળખી શકતા નથી. વાહન ચલાવવા, સ્પીડબ્રેકર, સ્પીડકંટ્રોલર, સાઈડ આપવા, ઓવરટેક, હેડલાઈટ, ક્યું સાઈન બોર્ડ શું સૂચવે છે તેની જાણકારી હોતી નથી. જેના કારણે મોટી સંખ્યામાં લોકો કમ્પ્યૂટર ટેસ્ટમાં પણ નાપાસ થાય છે.

ટેસ્ટનો વીડિયો જોઈ, પ્રેક્ટિસ કરી ટેસ્ટ આપવી જોઈએ

કાર અને બાઈકની ટેસ્ટ કેવી રીતે આપવી તે અંગે આરટીઓના વીડિયોરૂમમાં લોકો જોઈ શકે છે. આ ઉપરાંત પૂરતી તાલીમ પણ એટલી જ જરૂરી છે. લોકો નિષ્ણાત પાસેથી ડ્રાઈવિંગની પૂરતી તાલીમ લઇને ટેસ્ટ આપે તો કોઈપણ મુશ્કેલી વિના આપી શકાય છે. ન સમજાતી બાબત પરિવહનની વેબસાઈટ કે વીડિયોમાં પણ જોઈ અને સમજી શકાય છે. ટ્રેક ઉપર પણ લોકોને માર્ગદર્શન અપાય છે. પ્રતિક લાઠિયા, ઇન્ચાર્જ આરટીઓ.

ટેસ્ટમાં ફેલ થવામાં પુરુષો કરતા મહિલાઓ 10% વધુ

આરટીઓમાં ડ્રાઈવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટમાં મોપેડ વાહન હોય કે કાર હોય ફેલ થવામાં પુરુષો કરતા મહિલાઓનો રેશિયો 10% વધુ હોવાનું આરટીઓ ટેસ્ટ ટ્રેક પરના સંચાલકો જણાવે છે. મહિલાઓ મોટાભાગે આઠડો કરવામાં વાહન પરનો કાબૂ ગુમાવી દે છે અને પગ વાહનથી નીચે માંડી દે છે. પરિણામે ફેલ થાય છે. મોપેડ વાહનમાં મહિલાઓ ટ્રેક મુજબ આઠડો કરવામાં, વળાંક સમયે ઈન્ડિકેટર કરવામાં ભુલ કરે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment