Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝકોણ છે AK 47 ચલાવતી રિવોલ્વર રાની અનુરાધા?

કોણ છે AK 47 ચલાવતી રિવોલ્વર રાની અનુરાધા?

Share Now

રાજસ્થાનની એક છોકરી કે જે ભણવામાં ખુબ હોશિયાર હતી. અભ્યાસ પણ કર્યો અંગ્રેજી માધ્યમમાં હતો. દિલ્લીની પ્રતિષ્ઠીત કોલેજથી BCA કોલેજમાં ગ્રેજ્યુએશન કર્યું . કોલેજના સમયથી જ પૈસા પાછળ દિવાની હતી. પરંતુ અમે કોઈ સામાન્ય છોકરીની વાત નથી કરી રહ્યા. અમે વાત કરી રહ્યા છીએ એક લેડી ગેંગસ્ટરની. આ છોકરી છે અનુરાધા (Most wanted Anuradha). કે જેને લોકો “રીવોલ્વર રાની”ના નામથી ઓળખે છે.

અનુરાધા: શાતીર મગજ સાથે કંપ્યુટર એક્સપર્ટ

Most wanted Anuradha

IMAGE CREDITS- GOOGLE IMAGE

આ આ લેડી ગેંગસ્ટરે અભ્યાસ બાદ પૈસા કમાવવા માટે શાતીર મગજ સાથે કંપ્યુટર એક્સપર્ટમાં શેરનો ધંધો શરૂ કર્યો. પરંતુ બિઝનેસ ડૂબવાથી કરોડોનું દેવુ થઈ ગયું. જે બાદ અનુરાધાને (Most wanted Anuradha) સમજાઈ ગયુ કે આ દેવુ ચુકવવા માટે દબંગઈનો રસ્તો અપનાવો જ પડશે. જે બાદથી નાના-નાના ગુનાઓ કરવાનાં શરૂ કરી દીધા. જોરદાર એંગ્રેજી બોલતી અને આકર્ષિત કપડા પહેરતી આ મોર્ડન લેડી ડોનનો અલગ જ અંદાજ છે. આ લેડી ડોનની 2015માં ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તે પહેલા તેના કારનામાઓ એટલા ચર્ચીત થઈ ગયા કે તે MOST WANTED થઈ ગઈ.

આ પણ વાંચો: “આઈ એમ સોરી માં…” માત્ર ૧૩ વર્ષના દીકરાએ આત્મહત્યા કરી…

Most wanted Anuradha First boyfriend aanandpal

આનંદપાલ IMAGE CREDITS- GOOGLE IMAGE

તો હવે આપને જણાવીએ, તે લેડી ગેંગસ્ટર વિશે… અનુરાધાએ પોતાના ઘરવાળાઓના વિરુદ્ધ જઈ લવ-મેરેજ કર્યા હતા. અનુરાધાનો પહેલો પ્રેમી બન્યો આનંદપાલ કે જે અનુરાધાની (Most wanted Anuradha) આ ચતુરાઈ અને તેની ખુબીઓથી ખુબ આકર્ષિત થયો હતો. તે બન્નેએ મળીને કેટલાય લોકોની કિડનેપિંગથી માંડી પૈસા પડાવવાના ધંધા અને જાનથી મારી નાખવાના પ્રયાસો પણ કરવામાં આવતા હતા. જેમાં તે આનંદપાલની સૌથી મોટી માસ્ટરમાઈન્ડ હતી. બન્ને મળીને ઘણા અમિરોને લૂંટતા હતા. પરંતુ 2017 માં મોસ્ટ વોન્ટેડ આનંદપાલનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.

  • પૈસા કમાવવા માટે શાતીર મગજ સાથે શેરનો ધંધો શરૂ કર્યો
  • બિઝનેસ ડૂબવાથી કરોડોનું દેવુ થઈ ગયું
  • દેવુ ચુકવવા માટે દબંગઈનો રસ્તો અપનાવ્યો 
  • કારનામાઓથી  MOST WANTED થઈ ગઈ
  • આકર્ષિત કપડા પહેરતી મોર્ડન લેડી ડોનનો અલગ જ અંદાજ

ખતરનાક લેડી ડોન અનુરાધા લોરેન્સ (Most wanted Anuradha)

Most wanted Anuradha second boyfriend sandip

ગેંગસ્ટર સંદીપ IMAGE CREDITS- GOOGLE IMAGE

જે એન્કાઉન્ટર બાદ અનુરાધા ભાગી ગઈ હતી.આ દરમિયાન અનુરાધા લોરેન્સ વિશ્નોઈને મળી હતી. જે બાદ તેની મુલાકાત કાલા જઠેડી સાથે થઈ અને તેઓ 9 મહિનાથી લિવ-ઇન રિલેશનશિપમાં સાથે રહેતા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અનુરાધાના કહેવા પર, કાલા જઠેડી રાજસ્થાનમાં પૈસા પડાવા અને હત્યા જેવા જઘન્ય ગુનાઓ કરતો હતો. આ ખતરનાક લેડી ડોન AK 47 જેવા અત્યાધુનિક હથિયારો ચલાવવામાં નિષ્ણાત છે.

Most wanted Anuradha

IMAGE CREDITS- GOOGLE IMAGE

આપને જણાવી દઈએ કે, અનુરાધાનો (Most wanted Anuradha) આ બીજો પ્રેમી કાલા જઠેડી વર્ષ 2020 માં, ફરીદાબાદ પોલીસના હાથેથી ફરાર થઈ ગયો હતો જે બાદ તે નેપાળ ભાગી ગયો હતો. જેમાં હવે સ્પેશિયલ સેલે 30 જુને સહારનપુર યુપીમાંથી કુખ્યાત ગેંગસ્ટર સંદીપ ઉર્ફે કાલા જઠેડી ની ધરપકડ કરી છે. જેમાં તે જ નહીં પરંતુ લેડી ડોન અનુરાધા પણ હવે સ્પેશિયલ સેલના હાથે પકડાઈ ગઈ છે. ત્યારે હવે આ ખુંખાર લેડી આખરે હાથે આવી જતા ચોક્કસથી લોકોએ હાંશકારો અનુભવ્યો છે. 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment