જબ કુત્તે પે સસ્સા આયા,અહેમદ શાહને નગર બસાયા !! આ વાક્યો આપણે ઘણા સમયથી સાંભળતા આવ્યા છે, હાલનું અમદાવાદ (ahmdabad)પહેલા અહેમદ નગર તરીકે જાણીતું હતું.તો અહેમદ શાહ રાજાએ અમદાવાદ વસાવ્યું હતું, એ કથા પણ સૌ કોઈ જાણતું હશે પરંતુ એ કથા સાથે જ અમદાવાદના સૌથી પ્રાચીન મંદિર ભદ્રકાળી મંદિર વિશેની કથા ઘણા ઓછા લોકો જાણે છે. આજે એજ કથા વિશે આપણે વધુ જાણીશું અને આજ પણ કેમ નાંણાના વ્યવહારો ત્યા જ થાય છે.તો આ મદિંર 1000 વર્ષ પૂર્વે દેવી ભદ્રકાળી અમદાવામાં બિરાજમાન છે. કર્ણદેવે જયારે કર્ણાવતી નગરીની સ્થાપના કરી એ સાથે જ નગરની મધ્યમાં દેવી ભદ્રકાળીના મંદિરની પણ સ્થાપના કરી હતી, પરંતુ મોગલોના સાશન દરમિયાન આ મંદિરને ઘણી રીતે નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. મૂર્તિઓને પણ નષ્ટ કરી દેવામાં આવી હતી. તેનું પરિણામ પણ તેમને ભોગવવું પડ્યું હતું.ભદ્રકાળીનું મંદિર મંદિરની બદલાયેલી જગ્યા છે, આ મંદિર પહેલા માણેક ચોક વિસ્તારમાં આવેલું હતું. મોગલો દ્વારા જયારે મંદિરને નષ્ટ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે દેવી ભદ્રકાળીની મૂર્તિને ભદ્રના કિલ્લામાં લાવીને સંતાડી દેવામાં આવ્યા હતા. અને ત્યાર પછી બ્રિટિશ શાસનમાં પેશ્વાઓએ મંદિરની સ્થાપના એજ જગ્યા ઉપર કરવામાં આવી હતી.
શું છે આ મંદિરનો ઇતિહાસ ? કેમ હજુ પણ ધમધમે છે આ માર્કેટ(Bhadra’s market)
વર્ષો અગાઉ, લક્ષ્મી, સમૃદ્ધિની દેવી, રાત્રે શહેર છોડવા માટે ભદ્રના કિલ્લાના દરવાજા પાસે આવ્યાં હતા. ચોકીદાર સિદ્દીક કોટવાળે તેમને રોક્યાં અને ઓળખી ગયો. તેણે તેમને પોતે રાજાની પરવાનગી ન લાવે ત્યાં શહેર ન છોડવા વિનંતી કરી. લક્ષ્મીને શહેરમાં રાખવા માટે તેણે પોતાનું માથું કાપી નાખ્યું. તેનું પરિણામ શહેરની સમૃદ્ધિના સ્વરૂપમાં આવ્યું હતું.જેના કારણે આજે પણ આ બજાર ધમધમી રહી છે.ભદ્રના દરવાજા નજીક એક કબર આવેલી છે. જે સિદ્દીક કોટવાળને સમર્પિત છે અને લક્ષ્મીનું પ્રતિનિધિત્ત્વ કરતું એક મંદિર ભદ્ર કાળીને સમર્પિત છે.અમદાવાદ ભદ્રના કિલ્લામાં કેમ છે લક્ષ્મીનો નિવાસ….આજે પણ ત્યાં કેમ થાય છે આટલા મોટા નાણાકીય વ્યવહારો…આજે પણ ભદ્રનું બજાર હર્યુ ભર્યુ રહે છે…અનેક લોકોને રોજગારી મેળવે છે…તોએક પ્રાચીન દંતકથા અનુસાર એમ પણ કહેવામાં આવે છે કે એક સમયે દેવી લક્ષ્મી અતિ સ્વરૂપવાન કન્યાનું રૂપ ધારણ કરી અને બાદશાહના મહેલ પાસે આવ્યા હતા .અને તેઓ અમદાવાદને કાયમ માટે છોડીને ચાલ્યા જવાનું નક્કી કરીને જ આવ્યા હતા. પરંતું તેમને કિલ્લાના દરવાજા પાસે આવી અને દ્વારપાળને દરવાજો ખોલવા વિશે જણાવ્યું ત્યારે દ્વારપાલે વિનમરતાથી તેમનો પરિચય અને આવવાનું કારણ પૂછ્યું, દેવીએ પોતે લક્ષ્મી હોવાનું જણાવ્યું હતું.સાથે તે આ નગર છોડીને હંમેશાને માટે ચાલ્યા જવાના છે એ વાત પણ જણાવી. આ સાંભળી દ્વારપાળ ચિંતામાં પડી ગયો હતો. અને તેને એક યુક્તિ વાપરીઅને દેવી પાસે વચન માંગ્યું કે એ બાદશાહની પરવાનગી લઈને જ્યાં સુધી પાછો ના ફરે ત્યાં સુધી તેઓ અહિયાંથી જાય નહીં તેવું વચન માંગ્યું હતું. પરવાનગી આપતા દ્વારપાળ બાદશાહને આ વાત કહેવા માટે ગયો, પરંતુ દ્વારપાલે પોતાનું માથું ધડથી અલગ કરી નાખ્અયું હતું,ને મૃત્યુને વહારી લીધું જેના કારણે એ ક્યારેય પાછો ફર્યો નહીં અને દેવીને નગરમાં હંમેશને માટી રોકાઈ જવું પડ્યું હતું,તો આ દ્વારપાળ સૈનિકનો પાળિયો પણ ભદ્રકાળી વિસ્તારમાં આવેલો છે.
આ પણ વાંચો:અહીથી નિકળો તો સાવધાન થઈ જજો..બીડી ના સળગાવી તો મુસીબતમાં મુકાઈ શકો છે.
હાલ પણ અનેક લોકોની કમાણી છે આ બજાર(Bhadra’s market)
જ્યાં આજે મોટી સંખ્યામાં પાથરણા અને લારીઓ વાળા પોતાની રોજી રોટી કમાય છે. આ પાથરણાવાળા અને લારીઓ વાળા દેવી ભદ્રકાળી સાથે એ સૈનિકની સમાધિની પણ પૂજા કરે છે.આજે પણ ભદ્રકાળી મંદિરનું એટલું જ માહાત્મ્ય છે અને જેને નગરદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે, આજે પણ હજારોની સંખ્યામાં ભક્તો દેવીના દર્શન માટે આવે છે. માતાજી તેમની મનોકામના પણ પૂર્ણ કરે છે.તો આજ કારણથી આજે પણ અહિંયા મોટા મોટા પૈસાઓના હિસાબો થાય છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4