Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / January 29.
Homeન્યૂઝમિત્રોએ કબરમાંથી બેસ્ટફ્રેન્ડનો મૃતદેહ બહાર કાઢી બાઇક પર શહેરમાં ફેરવ્યો, કારણ જાણી ચોંકી જશો

મિત્રોએ કબરમાંથી બેસ્ટફ્રેન્ડનો મૃતદેહ બહાર કાઢી બાઇક પર શહેરમાં ફેરવ્યો, કારણ જાણી ચોંકી જશો

coffin
Share Now

મિત્ર હોય તો આવો. દોસ્ત દોસ્ત ના રહા તેવુ તમે પહેલા પણ બહુ સાંભળ્યુ હશે. આ સિવાય તમે એ પણ સાંભળ્યું હશે કે, ઘણા લોકો ક્યારેક રિક્ષા અથવા બાઇક પર મૃતદેહને લઈ જવા માટે મજબૂર હોય છે. પરંતુ આ ઘટનાને સાંભળ્યા બાદ તમે પણ નહીં સમજી શકો કે આ કેવી મિત્રતા છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા (Social media)પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો કબર (coffin)માંથી મૃતદેહ કાઢી અને મૃતદેહને બાઇક પર લઈને શહેરમાં ફરતા જોવા મળે છે, જ્યારે આ વીડિયો વાયરલ થયો ત્યારે જાણવા મળ્યું કે તે તમામ લોકો તેમના મિત્રો છે.

મૃતદેહને coffin માંથી બહાર કાઢીને શહેરમાં ફર્યા

ડેઈલી મેઈલ ઓનલાઈન મુજબ, મિત્રોએ તેમના બેસ્ટફ્રેન્ડના મૃતદેહને કબરમાંથી બહાર કાઢી તેને બાઇક પર બેસાડી શહેરમાં લઈ ગયા. આખો મામલો અમેરિકા (America)ના મનાબી પ્રાંતનો છે, જ્યાં થોડા દિવસ પહેલા હુમલાખોરોએ 21 વર્ષના યુવકની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. હત્યા બાદ તેના મૃતદેહને કબરમાં દફનાવવામાં આવ્યો હતો, પરંતુ મિત્રોને યાદ આવ્યું કે તેની એક ઈચ્છા અધૂરી રહી ગઈ છે.

આ પણ વાંચો: પાયલોટ લાંબી દાઢી કેમ ન રાખી શકે? ક્લીન શેવ રાખવા પાછળ હોય છે ખાસ કારણ

બાઇક પર મિત્રના મૃતદેહને લઈને શહેરમાં ફરતા યુવકોનું કહેવુ છે કે, તેમણે તેમના મિત્રની અંતિમ ઈચ્છા પૂરી કરી છે. જો કે એવું નથી કે, આ સમયે કોઈએ તેમનો વિરોધ કર્યો ન હતો, ઘણા લોકોએ તેના પર આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું હતું, પરંતુ તેઓએ કહ્યું કે, તેઓએ મૃતકના પરિવારની પરવાનગી લીધી છે અને તે પછી જ આવું કરી રહ્યા છે.

coffin માંથી મૃતદેહ લઇ બાઇક પર શહેરમાં ફરતા હોય તેવો વીડિયો વાયરલ

જ્યારથી આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, ત્યારથી ચર્ચાનો વિષય બન્યો છે કે, આ કેવી મિત્રતા છે. જેને કબરમાંથી બહાર કાઢીને અંતિમ ઈચ્છા પૂરી કરાવી. જાણવા જેવી વાત એ છે કે, દુનિયાના ઘણા દેશોમાં એવો રિવાજ છે કે, કબરમાંથી બહાર કાઢ્યા પછી લોકો પોતાના પ્રિયજનોના મૃતદેહ (Corpses)ને સ્નાન કરાવે છે અને પછી તેને સારા કપડા પહેરાવી દે છે. પરંતુ આવું કોઈ ખાસ પ્રસંગે જ થાય છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment