Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeઇતિહાસએ આંદોલન જેમાં ગુજરાતી યુવાનોએ પોતાની અટક હટાવી ‘આઝાદ’ લગાવ્યું

એ આંદોલન જેમાં ગુજરાતી યુવાનોએ પોતાની અટક હટાવી ‘આઝાદ’ લગાવ્યું

AZADI,INDIPENDENCE DAY,15TH AUGUST
Share Now

આજે ગુજરાત(GUJARAT) અને દેશમાં અવારનવાર દરેક લોકો પોતાની જાતિના મુદ્દાઓને લઈને રસ્તા પર આંદોલનો(MOVEMENT) કરે છે. પરંતુ આજ ભારત દેશમાં એક સમય એવો પણ હતો કે જ્યારે લોકો જાતિ કે ધર્મ જોયા વગર દેશના લોકો માટે અને દેશ માટે રસ્તા પર ઉતરીને આંદોલન કરી રહ્યા હતા. અને એ આંદોલન એટલે દેશની આઝાદીનું આંદોલન. ત્યારે આવો જાણીએ દેશની આઝાદીના આંદોલનમાં ગુજરાતના એ યુવાનો વિષે કે જેમને પોતાના નામ પાછળથી અટક હટાવીને આઝાદ લગાવ્યું અને એક નવી ઓળખ ઊભી કરી હતી.       

લોકોએ આઝાદ કામદાર અને બાદશાહ જેવા ઉપનામ અપણાવ્યાં હતા 

આપણામાંથી ખૂબ ઓછા લોકો એ વાત જાણતા હશે કે સ્વતંત્ર સેનાની ચંદ્રશેખર આઝાદે પોતાના` નામ પાછળથી અટક હટાવીને આઝાદ લગાવ્યું હતું. ચંદ્રશેખર આઝાદની(CHANDRASHEKHAR AZAD) અટક તિવારી હતી. આઝાદ જ્યારે 13 વર્ષના હતા ત્યારે તેમણે પોતાની અટક હટાવીને પોતાના નામ પાછળ આઝાદ લગાવ્યું હતું. ત્યારે ચંદ્રશેખર આઝાડથી પ્રેરિત થઈને ગુજરાતના કેટલાક યુવાનોએ 1942 ની ભારત છોડો ચળવળ દરમ્યાન પોતાના નામ પાછળ આઝાદ,કામદાર અને બાદશાહ જેવા ઉપનામો લગાવ્યા હતા.  

આઝાદી માટે લડનારાઓએ પોતાના નામ પાછળથી અટક હટાવી 

1942 માં થયેલા ભારત છોડો ચળવળમાં(BHARAT CHHODO MOVEMENT) ગુજરાત રાજ્યના બરોડા(BARODA) જિલ્લાના કરજણ અને શીનોર તાલુકાના લોકો સૌથી વધુ સક્રિય રહ્યા હતા. ત્યારે અંબાલાલ ગાંધી અને રસિક શાહે પોતાના નામ પાછળથી અચાનક અટક કાઢી નાખીને આઝાદ લખવાનું શરૂ કર્યું હતું. લલીત રાણાને સ્વતંત્રતાની લડાઈ પર અંબાલાલ ગાંધી અને રસિકભાઈ આઝાદ નામના પુસ્તકમાં જણાવ્યા અનુસાર રસિકભાઈએ અચાનક પોતાની અટક ત્યજી દઈને તેની જગ્યાએ આઝાદ લગાવ્યું હતું. અને ત્યારબાદ મજૂર નેતા પદ્મ બહેન અને ચંદ્રકાંત ભી પણ પોતાના નામ પાછળ આઝાદ લખવાનું શરૂ કર્યું હતું. અને ત્યારબાદ આઝાદી માટે લડનાર ઘણા લોકોએ પોતાના નામ પાછળથી અટક હટાવીને આઝાદ લગાવ્યું હતું. 

AZADI,INDIPENDENCE DAY,15TH AUGUST

આ પણ વાંચો:જાણો 15 ઓગસ્ટની એવી 17 રસપ્રદ વાતો જે ખૂબ ઓછા લોકો જાણે છે

ભારત આંદોલન શરૂ થતાજ અંગ્રેજોએ ધરપકડ શરૂ કરી 

8 ઓગસ્ટ 1942ના રોજ ભારત છોડો આંદોલન(MOVEMENT) શરૂ થતાજ સમગ્ર દેશમાં આંદોલન કરતાં લોકોની બ્રિટિશ સરકારે ધરપકડ કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે અંબાલાલ ગાંધી અને રસિકભાઈ આઝાદ નામની પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે વડોદરા જિલ્લામાં પણ લોકોએ બ્રિટિશ શાસન સામે સરઘસ કાઢીને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે વડોદરાના(VADODARA) શાસકો અને અંગ્રેજોએ આ આંદોલનોમાં ભાગ લેનાર લોકોની સામે વોરંટ ઇસ્યુ કર્યા હતા. અને ત્યારબાદ 18 ઓગસ્ટ 1942ના રોજ બપોરના સમયે સરઘસ કાઢનાર નેતાઓની ધરપકડ કરીને તમામ વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેમજ હથિયારોથી સજ્જ પોલીસને વડોદરાના રસ્તાઓ પર ઉતારી દેવાંમાં આવી હતી.

અડાસ ગામમાં ભારત છોડોના બેનર હેઠળ વિરોધ પ્રદર્શન

અંબાલાલ ગાંધી અને રસિકભાઈ આઝાદ પુસ્તકમાં જણાવ્યા અનુસાર વડોદરાના અડાસ ગામમાં ભારત છોડોના બેનર હેઠળ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાના ઘણા બધા યુવાનોએ ઉત્સાહ પૂર્વ જોડાઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં પોલીસ ફાયરિંગ કરતાં છ વિધ્યાર્થીઓ શહીદ થયા હતા. તેમજ વડોદરાની કોઠી પોળમાં પોલીસ ફાયરિંગ થતાં બે યુવાનો શહીદ થયા હતા. આ શહીદ થયેલ યુવાનોની યાદમાં વડોદરા અને આણંદ વચ્ચે અડાસ રેલવે સ્ટેશન પાસે એક સ્મારક પણ બનાવમાં આવ્યું છે. 

શિનોર ગામના વિધ્યાર્થીઓએ કર્યું વિરોધ પ્રદર્શનનું આયોજન

વડોદરા જનજાગૃતિ અભિયાનના સંયોજક મનહર શાહે જણાવ્યા અનુસાર પોલીસના આવા વર્તનના પ્રત્યાગાતો સમગ્ર રાજ્યમાં પડ્યા હતા. અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થયા હતા. શિનોર ગામના વિધ્યાર્થીઓએ શાળા અને કોલેજોમાં જવાનું બંધ કરીને વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. અને પ્રદર્શનમાં ભાગ લેનાર લોકો પર પોલીસ લાધીચરજ કર્યો હતો. ત્યારે ઉશ્કેરાયેલ યુવાનોએ પોસ્ટ ઓફિસ સળગાવી દીધી હતી. અને પોલીસ ચોંકી પર પથ્થરમારો પણ કર્યો હતો.

AZADI,INDIPENDENCE DAY,15TH AUGUST

વિરોધ પ્રદર્શનથી અંગેજ સરકાર ખૂબ રોષે ભરાઈ

શિનોર ગામના યુવાનોના હિંસક વિરોધ પ્રદર્શનથી અંગેજ સરકાર ખૂબ રોષે ભરાઈ હતી. અને તેમણે ગાયકવાડ સરકાર પાસેથી મદદ માંગીને શિનોરગામમાં સેના મોકલવાનો નિર્ણય કર્યો હતો. અંગ્રેજ સરકારના સેના મોકલવાના નિર્ણયની સામે શીનોરના લોકોએ પોતાની રણનીતિ બનાવી હતી. અને સેના શિનોર ગામમાં ન પહોંચે તે માટે રેલના પાટાઓને નુકશાન પહોંચાડ્યું હતું. આ સમગ્ર ઘટનાનો ઉલ્લેખ વડોદરા રાજ્ય પ્રજા મંડળે પોલીસ જુલ્મોની કાળી કથા નામની પુસ્તકમાં કરેલ છે. 

રસિક આઝાદ આજીવન રહ્યા અવિવાહિત 

અંબાલાલ ગાંધી અને રસિકભાઈ આઝાદ નામની પુસ્તક પ્રકાશિત કરનાર મનહર શાહ કહે છે કે, અસહયોગ આંદોલનમાં(MOVEMENT) જોડાય બાદ રસિક આઝાદે પોતાની સરકારી નોકરી છોડી દીધી હતી. અને તેઓ ચંદ્રશેખર આઝાદની જેમ આજીવન અવિવાહિત રહ્યા હતા. તેમણે કહ્યું કે, જેમ 1942 માં વ્યક્તિગત સત્યાગ્રહ માટે ગાંધીજી વિનોબાભાવેને પસંદ કર્યા હતા એમ પહેલા વ્યક્તિગત સત્યાગ્રહ માટે વિનોબાભાવેએ આસિક આઝાદને પસંદ કર્યા હતા. 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment