Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝઆદિવાસીઓના જાતિ અંગેના પ્રમાણપત્ર બાબતે સાંસદ મનસુખ વસાવાએ વધુ એક લેટર બોમ્બ ફોડ્યો!

આદિવાસીઓના જાતિ અંગેના પ્રમાણપત્ર બાબતે સાંસદ મનસુખ વસાવાએ વધુ એક લેટર બોમ્બ ફોડ્યો!

Mansukhbhai Vasava
Share Now

આદિવાસીઓના જાતિ અંગેના પ્રમાણપત્ર બાબતે સાંસદ મનસુખભાઈ વસાવા (Mansukhbhai Vasava)એ દિવાળી ટાણે વધુ એક લેટર બોમ્બ ફોડ્યો છે. જાતી અંગેના ખોટા પ્રમાણપત્રો રદ કરવા અંગેનો મુદ્દો દિવાળી બાદ ફરી એકવાર રાજકીય છાવણીમાં ચર્ચાનો અને વિવાદનો મુદ્દો બન્યો છે. જેમાં સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર ભાજપ સિવાયની અન્ય પાર્ટીઓ સામે આ મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા છે. સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી સરકારનું ફરી એકવાર ધ્યાન દોર્યું છે.

Later

Mansukhbhai Vasava એ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં શું લખ્યુ?

સાંસદ મનસુખ વસાવાએ જાતિ અંગેના પ્રમાણ પત્ર બાબતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં સાંસદે જણાવ્યું છે કે, ગુજરાતના વિવિધ આદિવાસી સંગઠનો દ્વારા વારંવાર એવી અપીલ કરવામાં આવે છે કે, જાતી અંગેના ખોટા પ્રમાણપત્રો રદ કરવા જોઈએ. તે બાબતે ગોધરા મુકામે જે આંદોલન ચાલી રહ્યું છે, તેમાં આદિવાસી ધારાસભ્યો તથા સાંસદ સભ્ય પોતાનું વલણ સ્પષ્ટ કરે અને આદિવાસીના હિતમાં સરકારમાં પત્ર લખે. આ બાબતની સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવામાં આવી રહી છે, એવા તમામ નવા જાગૃત લોકોને હું અભિનંદન આપું છું. પરંતુ મારે સ્પષ્ટતા સાથે તમામ આદિવાસી સંગઠનોના મિત્રોને જણાવવાનું કે, આપ લોકો સોશિયલ મીડિયા દ્વારા ધ્યાન દોરો તે પહેલા મેં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદિજાતિ વિકાસ મંત્રીઓને તથા ગુજરાત રાજ્યના આદિજાતિ સચિવને પત્ર લખ્યો હતો.

આ પણ વાંચો: Virpur: જલારામબાપાની 222મી જન્મજયંતીએ 222 કેક બનાવી, મોડી રાતથી ભાવિકોની લાઇન

સાંસદે આગળ જણાવ્યું છે કે, પત્રમાં મેં સ્પષ્ટ લખ્યું છે કે, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પૂર્વ આદિજાતિ મંત્રી ગણપતભાઈ વસાવાએ ખૂબ જ મહેનતથી ખોટા પ્રમાણપત્રો બાબતે વિધાનસભામાં બિલ લાવી કાયદો બનાવ્યો અને ખોટા પ્રમાણપત્ર રદ કરવા નિયમો બનાવ્યા. તેમાં કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં કરવી જોઈએ. તેવું મેં મારા પત્રમાં સ્પષ્ટ લખ્યું છે. તેથી આપ સર્વ મિત્રોને મારી નમ્ર અપીલ છે કે, ભાજપ સરકારે આ જાતિ અંગેના ખોટા પ્રમાણપત્રો રદ કરવાનું મહાન કાર્ય કર્યું છે. પરંતુ કોંગ્રેસના ફક્ત બે ધારાસભ્યો બોલે છે, આખી કોંગ્રેસ કેમ મૌન છે? સમગ્ર ગુજરાતના આદિવાસીના હિતમાં કોંગ્રેસ પોતાનું વલણ સ્પષ્ટ કરે? કોંગ્રેસ આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો લેનારાઓની સાથે છે કે સાચા આદિવાસીઓને સમર્થન કરે છે?

Mansukhbhai Vasava એ નેતાઓ સામે ઉઠાવ્યા સવાલ

સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતુ કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર તો સમગ્ર ગુજરાતના આદિવાસી સંગઠનોની સાથે રહીને આગેવાનો સાથે પરામર્શ કરી અને ખોટા પ્રમાણપત્રો રદ કરવા જેવું ભગીરથ કાર્ય કર્યું છે. વર્તમાનમાં જે પણ કોઈ અધિકારી કે પદાધિકારી કાયદા અને નિયમોમાં છુટછાટ આપશે, તો તેની સામે અમે આદિવાસીઓના હિતમાં લડી લેવાના મૂડમાં છીએ. પરંતુ બાકી તમામ પાર્ટીના નેતાઓ દૂધમાં અને દહીંમાં પગ રાખે છે. તેઓ આદિવાસીઓને ખુલ્લુ સમર્થન જાહેર કરે અને વિવિધ સંગઠનો જેઓ મૌન છે, તેવા તમામ નેતાઓને જાહેરમાં ખુલ્લા પાડવા જોઈએ.

ડ્રગ્સનો જથ્થો પકડાવવા પર હર્ષ સંઘવીએ શું કહ્યું? જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment