ટ્વિટર પર મહેન્દ્ર સિંહ ધોનીના 82 લાખ ફોલોઅર્સ છે પરંતુ કેપ્ટન કુલના ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટીક દૂર કરાયું . ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ટ્વિટરથી બ્લૂ ટિક હટાવી દેવામાં આવ્યું છે. જોકે આ વાત ચર્ચામાં આવતા જ થોડા કલાકોમાં ધોનીના ટ્વિટર એકાઉન્ટમાં બ્લૂ ટિક પરત આવી ગઈ હતી. ધોની ટ્વિટર પર ખૂબ ઓછા એક્ટિવ છે. સીનિયર પૂર્વ ક્રિકેટરે છેલ્લે 8 જાન્યુઆરી 2021એ છેલ્લું ટ્વિટ કર્યું હતું.
ધોનીનો નવો લુક તેમના ફેન્સને પણ ખૂબ પસંદ આવ્યો
economic times
કેપ્ટન કૂલ ટ્વિટર પર ભલે બહુ વધારે એક્ટિવ ના હોય પરંતુ સોશિયલ મીડિયા પર હંમેશા તેમના નામની ચર્ચા હોય છે. ધોની ક્યારેક તેમના ફાર્મ હાઉસમાં ખેતી કરતા દેખાય છે તો ક્યારેય તેમની અલગ હેરસ્ટાઈલના કારણે પણ તેઓ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ ધોની ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે હેર સ્ટાઈલિસ્ટ આલિમ હકીમે તેમની નવી તસવીર પોસ્ટ કરી હતી. તેમણે મહેન્દ્ર સિંહ ધોનની હેર સ્ટાઈલ બનાવી હતી. આ હેર સ્ટાઈલના લોકોએ ખૂબ વખાણ કર્યા હતા. ધોનીનો નવો લુક તેમના ફેન્સને પણ ખૂબ પસંદ આવ્યો હતો.અગાઉ પણ ધોની તેની નવી નવી હેર સ્ટાઇલના કારણે ચર્ચામાં રહેતો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ સમયે ધોનીને તેના લાંબા ભૂરા વાળના કારણે ખૂબ લોકપ્રિય થયો હતો. ભારતના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન ધોની તેની વિસ્ફોટક બેટિંગ અને હેરસ્ટાઈલ બંનેને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. એટલે સુધી કે પાકિસ્તાનના તત્કાલીન વડા-પ્રધાન પરવેઝ મુશર્રફે પણ તેની હેર સ્ટાઇલના વખાણ કર્યા હતાં.
આ પણ વાંચો : હોકીના જાદુગર કહેવાતા મેજર ધ્યાનચંદના નામે અપાશે ખેલ રત્ન અવોર્ડ
sports keeda
ટ્વિટર પર તેમના 8.2 મિલીયન ફોઓવર્સ પણ છે. દિગ્ગજ પૂર્વ ક્રિકેટરે છેલ્લીવાર 8 જાન્યુઆરીએ ટ્વિટ કરી હતી. આવું પહેલા પણ ઘણીવાર થયુ છે કે જ્યારે પોલીસીનું ઉલ્લંઘન થવાનું કે યુઝરના એક્ટિવ ન રહેવાના કારણે ટ્વિટર અકાઉન્ટ સસપેન્ડ કરી દેવામાં આવ્યું હોય. મહત્વનું છે કે ટ્વિટર વેરિફિકેશન પોલીસી અનુસાર જો કોઇ પોતાનું હેન્ડલ બદલે છે તો બ્લૂ ટિક બેઝ હટાવી શકાય છે. જો ખાતું 6 મહિનાથી વધારે નિષ્ક્રિય રહે તો પણ બ્લૂ ટિક હટી શકે છે. ધોનીનું અકાઉન્ટ સસપેન્ડ તો નથી થયુ પરંતુ બ્લૂ ટિક હટી ગયુ હતું.
અલીમ હકીમ છે દેશના જાણીતા હેરસ્ટાઇલિસ્ટ
બૉલીવુડ અભિનેતાઓ અને ક્રિકેટરો સહિત ઘણા બધા સેલિબ્રિટિઝ અલીમ હકીમ પાસે હેરસ્ટાઈલ કરાવતા હોય છે આ અગાઉ પણ ઘણા સેલેબ્સ તેમની પાસે વાળને નવા રંગરૂપ આપી ચૂક્યા છે અને હવે ધોનીનું નામ પણ તેમ ઉમેરાયું હતું.
ઉલ્લેખનીય છે કે એની પહેલા પણ ઘણા નેતાઓના એકાઉન્ટમાંથી બ્લૂટિક હટાવવામાં આવ્યું હતું. પહેલા પણ પૂર્વ કાયદામંત્રી રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું હતું. અને આજે કેપ્ટન કુલનું એકાઉન્ટ માંથી બ્લુ ટીક હટાવ્યું હતું અને ફરી પાછું આવી પણ ગયું .
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt