દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડ્રસ્ટ્રીનો શેર અચાનક વધી ગયો હતો, Bloomberg Billionaires Index ના મુજબ ચેયરમેન મુકેશ અંબાણીની નેટવર્થ એક દિવસમાં 4.79 અરબ ડોલર એટલે કે 34,678 કરોડ રુપિયા વધી ગઇ છે.
શેરમાં થયેલ ઉછાળાના કારણે અંબાણીની નેટવર્થ 81 અરબ ડોલર સુધી પહોંચી ગઇ છે. દુનિયામાં ધનિકોની લિસ્ટમાં મુકેશ અંબાણીનું સ્થાન 13 મું છે. પણ એશિયામાં તે 13 માં સ્થાન પર છે. આ સિવાય ચીનના ઝોંગ શૈનશૈન 71.3 અરબ ડ઼ોલરની નેટવર્થની સાથે તે એશિયામાં બીજા સ્થાન પર છે. ફોર્બ્સના રિયલ ટાઇમ બિલિયનેયર રેકિંગ્સ દરરોજ બદલાય છે. વિશ્વના અલગ અલગ ભાગોમાં શેરબજાર ખૂલ્યા પછી દર પાંચ મિનિટે આ ઇન્ડેક્સ અપડેટ થતો રહે છે.
પાછલાં વર્ષે 14માં સ્થાન પર હતા અંબાણી
રિલાયન્સ શેર 16 સપ્ટેમ્બર 2020 એ 2369 રુપયાના રેકોર્ડ સ્તર પર પહોંચ્યો હતો. ત્યારે માર્કેટ કેપ 15 લાખ કરોડ રુપિયાને પાર પહોંચી હતી, જેના કારણે દુનિયાના ધનિકોની લિસ્ટમાં તે ચૌથા સ્થાન પર આવી ગયા હતા. કંપનીના શેર ઘટી ગયા બાદ અંબાણી ટોપ 10 માથી બહાર નીકળી ગયા હતા.
અમેરિકાનો દબદબો
Pc: google image
ફેસબુકના સીઇઓ જુકરબર્ગ (Mark Zuckerberg) 123 અરબ ડોલરની વેલ્થની સાથે પાંચમાં સ્થાન પર છે. જ્યારે વોરેન બફેટ (Warren Buffett)ની વાત કરીએ તો 110 અરબની નેટવર્થની સાથે તે 6 ઠ્ઠા ક્રમ પર છે.
અમેરિકિ કમ્પ્યુટર સાઇન્ટિસ્ટ અને ઇન્ટરનેટ ઉધમી લેરી (Larry Page) 108 અરબ ડોલરની સાથે સાતમાં સ્થાન પર છે.
ગુગલના કો ફાઉન્ડર સર્ગેઇ બ્રિન (Sergey Brin) 104 અરબ ડોલર સાથે આઠમાં સ્થાને અને લૈરિ એરિસન 91.7 અરબ ડોલર નેટવર્થની સાથે નવમાં અને અમેરિકી બિઝનેસમેન અને નિવેશક સ્ટીવ બાલ્મર (Steve Ballmer) 90.3 અરબ ડોલર સાથે દસમાં સ્થાન પર છે. નવાઇની વાત એ છે કે દુનિયાના ટોપ 10 ધનિકોમાંથી 9 અમેરિકાના છે.
અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણી
અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani)ની જો વાત કરીએ તો તે 15માં સ્થાન પર બનેલા છે. શુક્રવારે અદાણી કંપનીમાં 4 શેરોમાં ઘટાડો થતો જોવા મળ્યો હતો જેની અસરનાં પગલે અડાણીની નેટવર્થમાં 10.4 કરોડ ડોલરનો ઘટાડો આવ્યો હતો. તમને જણાવી દઇએ કે અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણી દુનિયાના ધનિકોની લિસ્ટમાં 15 માં સ્થાન પર છે. તેમજ એશિયામાં ત્રીજા નંબર પર છે. જોવા જઇએ તો કમાણીની બાબતમાં અદાણી દુનિયાના ધનિકોમાં ઘણા પર ભારે પડ્યા છે. આ વર્ષે તેમની નેટવર્થ 34.4 અરબ ડોલર વધી છે.
આ પણ વાંચો: ઇન્ટરનેશનલ એવરેસ્ટ ડે: માઉન્ટ એવરેસ્ટ સિવાય તમે જાણો છો આ પર્વતો વિશે?
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4