ઓલપાડના ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલ (Mukesh Patel)ને સ્થાનિક નાગરિક દ્વારા એક ફરિયાદ મળી હતી. જેમાં જહાંગીરપુરા ખાતે આવેલા પેટ્રોલ (Petrol)પમ્પ પર પેટ્રોલ ઓછું પુરતા હોવાની ફરિયાદ (Complaint)કરવામાં આવી હતી. આ ફરિયાદ સાંભળ્યા બાદ મંત્રી ખુદ ચેકિંગ માટે પહોંચી ગયા હતા.
Mukesh Patel ને કરી હતી સીધી ફરિયાદ
ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલને એક જાગૃત નાગરિકે પેટ્રોલ ઓછુ પુરતા હોવાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ મંત્રી પોતે પેટ્રોલ પંપ પર રાત્રી ચેકિંગ માટે ગયા હતા. મંત્રીએ પોતાની ગાડીમાં પેટ્રોલ પુરાવીને જાતે જ આ બાબતે ચેકીંગ કર્યું હતું. જ્યાં તેમને મળેલી ફરિયાદ સાચી નીકળી હતી અને જે રીત ફરિયાદી સાથે થયુ તે રીતનું જ મંત્રી સાથે થયું હતુ. પેટ્રોલ પંપ પર ડીઝલ ઓછું ભરવામાં આવતા મંત્રીએ તાત્કાલિક અસરથી પગલા લીધા હતા. આ તકે તેમણે આ બાબતની સીધી ફરિયાદ પુરવઠા વિભાગને કરી હતી અને તેનું પરિણામ પણ તુરંત જ જોવા મળ્યું હતુ.
આ પણ વાંચો: Bhavnagar: યુવકે હાથમાં ફટાકડા લઈ જાહેરમાં સ્ટંટ કરી ફટાકડા ફોડ્યા, વીડિયો થયો વાયરલ
Mukesh Patel ને ફરિયાદ મળ્યા બાદ કાર્યવાહી
મંત્રીની ફરિયાદ મળ્યા બાદ પુરવઠા વિભાગ દ્વારા પંપ સીલ કરવાની કામગીરી કરી અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી. સુરતમાં ઓલપાડ, જહાંગીરપુરા નજીક આવેલા પેટ્રોલ પંપ પર ઓછું પેટ્રોલ મળતું હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી.
આપ – કોંગ્રેસનો પેટ્રોલમાં વધતા જતા ભાવ વધારાનો વિરોધ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4