Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 27.
Homeભક્તિMumba Devi મંદિર 400 વર્ષ જૂનું છે, જેના નામ પરથી પડ્યુ મુંબઈ શહેરનું નામ

Mumba Devi મંદિર 400 વર્ષ જૂનું છે, જેના નામ પરથી પડ્યુ મુંબઈ શહેરનું નામ

Mumba Devi
Share Now

મહારાષ્ટ્રનું મુંબઈ શહેર, હંમેશા દોડતુ ભાગતુ, રાત્રે પણ જાગતુ આ શહેર જે દેશની આર્થિક રાજધાની છે. તેને આર્થિક રાજધાની બનાવે છે અહીંના મુંબા દેવી (Mumba Devi) જેમની સામે આખી મુંબઈ નમે છે. આ મુંબઈમાં ઘણા ધાર્મિક સ્થળ છે પણ આ બધામાં જે સૌથી ખાસ છે તે છે મુંબા દેવી. જ્યાંથી મળે છે મુંબઈને શક્તિ, મા શક્તિનું આ સ્વરૂપ છે જે દેશની આર્થિક રાજધાની મુંબઈની તાકત છે, મુંબા દેવી મંદિર મુંબઈના ભૂલેશ્વરમાં સ્થિત છે.

મુંબઈનું નામ જ મરાઠીમાં મુંબા એટલે કે મુંબા માતાના નામથી નીકળ્યું છે. માન્યતા અનુસાર, આ મંદિર લગભગ 400 વર્ષ જૂનુ છે, મુંબા દેવી(Mumba Devi) ને ધન અને ઐશ્વર્યની દેવી મા લક્ષ્મીનુ જ સ્વરૂપ માનવામાં આવે છે, અહીં મા મુંબાનું વાહન દરરોજ પરિવર્તન થાય છે, સોમવારે નંદી, મંગળવારે હાથી, બુધવારે કૂકડો, ગુરુવારે ઘરુડ, શુક્રવારે હંસ, શનિવારે હાથી, રવિવાકે સિંહ વગેરે વાહનો પર મુંબા દેવી બિરાજમાન હોય છે. બધા વાહન ચાંદીમા બનાવવામાં આવે છે.

Mumba Devi મંદિરનો ઈતિહાસ

મુંબા દેવી મુંબઈની ‘ગ્રામદેવી’ છે આથી મુંબઈ નિવાસ દરેક શુભ કાર્યમાં સૌથી પહેલા તેમને જ યાદ કરે છે, અહીંના માછીમાર સમાજનું માનવુ છે કે, સમુદ્રમાં આવનારી તમામ બાધાઓથી તેને સુરક્ષિત રાખે છે મુંબઈનો ઈતિહાસ પૌરાણિક કાળથી જોડાયેલો છે.

તેનું નામ હિન્દૂ દેવી દુર્ગા સ્વરૂપ, જેનું નામ મુંબા દેવી છે આજ નામથી ‘મુંબઈ’ નામ પડ્યુ હતુ. મુંબઈ નામના પહેલા બે શબ્દો મુંબા કે મહા-અંબા દેવીના નામથી રાખવામાં આવ્યુ છે, જ્યારે છેલ્લો શબ્દ આઈ, જેને મરાઠીમાં ‘મા’ કહેવાય છે.  આવી રીતે મુંબઈ નામ પડ્યુ છે.

જેને ઓફિશિયલી વર્ષ 1995માં પહેલીવાર આ શહેરને આ નામ આપવામાં આવ્યુ, આ મંદિર તેના મૂળ સ્વરૂપમાં એ જગ્યાએ બન્યુ હતુ જ્યાં આજે વિક્ટોરિયા ટર્મિનસ બિલ્ડિંગ છે તેને 1737માં બનાવવામાં આવ્યુ હતુ.

અંગ્રેજોના શાસન દરમિયાન મંદિરને મરીન લાઈન્સ પૂર્વ ક્ષેત્રમાં બજારની વચ્ચે સ્થાપિત કરવામાં આવ્યુ. એ સમયે મંદિરના અન્ય ત્રણ મોટા તળાવ હતા જેનું સમારકામ કરી દેવામાં આવ્યુ છે. મંદિરની ભૂમિ પાંડુ સેઠને દાન કરી હતી, શરુઆતમાં મંદિરની દેખરેખ પણ તેમનો જ પરિવાર કરતો હતો. ત્યારબાદ વર્ષોમાં મુંબઈ હાઈકોર્ટના આદેશ અનુસાર, મુંબા દેવી મંદિર ન્યાસની સ્થાપના કરવામાં આવી. હજુ પણ ન્યાસ જ તેની દેખરેખ કરે છે.

આ પણ વાંચોઃ- Maa Sheetla Devi: ઉત્તરાખંડમાં કેવી રીતે થઈ શીતળા માતાજીની સ્થાપના, જાણો આ પૌરાણિક કથા

Mumba Devi આકર્ષક મંદિર છે

મુંબા દેવીનું મંદિર અત્યંત આકર્ષક છે, તેમાં સ્થાપિત માતાની મૂર્તિ પણ ઘણી ભવ્ય છે, અહીં મુંબા દેવીની નારંગી ચહેરાવાળા રજત મુકુટથી સુશોભિત મૂર્તિ સ્થાપિત છે, ન્યાસે અહીં અન્નપૂર્ણા અને માતા જગતઅંબાની મૂર્તિઓ પણ મુંબા દેવીની આજુબાજુ સ્થાપિત કરવામાં આવી હતી, મુંબા દેવી મંદિરમાં દરરોજ 6 વાર આરતી કરવામાં આવે છે. જોકે, મંદિરમાં ભક્તોની ભીડ દરરોજ હોય છે

મગંળવારે અહીં લોકોનું ઘોડાપૂર ઉમટે છે. ભક્તો અનુસાર, અહીં માંગવામાં આવેલી મનોકામનાઓ પૂર્ણ થાય છે. મુંબા દેવી મંદિરમાં મનોકામના માંગવા માટે લાકડી પર સિક્કાઓને ઠોકવામાં આવે છે. ભક્ત અહીં પહોંચીને માતાના દર્શન કરે છે અને મનોકામના પૂરી થયા બાદ મુંબા દેવીનો આભાર વ્યક્ત કરીને પોતાની શક્તિ અનુસાર મા ની સેવા કરે છે. મંદિર પરિસરમાં જ ગાયની સેવા પણ કરવામાં આવે છે જેના લીધે મંદિરનું વાતાવરણ શાંતિ પ્રદાન કરનારુ હોય છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment