મુંબઇમાં NCB એ એક ક્રુઝ પર અચાનક દરોડા પાડ્યા હતા. કહેવાઇ રહ્યું છે કે આ દરોડામાં બોલિવુડ સ્ટારના દિકરાનું નામ પણ બહાર આવ્યુ છે. ક્રુઝ પર પાર્ટી ચાલી રહી હતી, જેમાંથી અમુક યાત્રિઓ પાસેથી ડ્રગ્સ (Drugs Party ) મળી આવ્યા છે.
શનિવારે મુંબઇમાં કોર્ડેલા ધ ઇમ્પ્રેસનામની ક્રુઝ પર પાર્ટી ચાલી રહી હતી, ત્યાં અચાનક NCB બરોડા પાડ્યાં હતા.મુંબઇના આ ક્રુઝ પર 2 ઓક્ટોબરનાં રોજ દરોડા પાડ્યા હતા, જે બાદ ડ્રગ્સ ( Drugs Party ) પણ મળી આવ્યા હતા.
LIVE Update :
ડ્રગ્સ પાર્ટીમાં બોલિવુડ સ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી છે, લાંબી પુછપરછ કર્યા બાદ NCB એ શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરી છે.
Maharashtra: Aryan Khan, Arbaz Seth Merchant and Munmun Dhamecha, who were detained in connection with the raid at a party at a cruise off the Mumbai coast, were taken out of the NCB office for medical examination pic.twitter.com/6goZ9aIOZE
— ANI (@ANI) October 3, 2021
મુંબઇથી ગોવા જઇ રહેલી આ ક્રુઝ પર એનસીબીએ જે લોકોની ધરપકડ કરી છે, તેમાં આર્યન ખાન, અરબાજ મર્ચન્ટ, મુનમુન ધામેચા, નુપુર સારિકા, ઇસ્મિત સિંહ અને મોહક જાયસવાલ, વિક્રાંત છોકર અને ગોમિત ચોપરાનો સમાવેશ થાય છે.
ક્રુઝ પર ચાલી રહેલી પાર્ટીમાં બોલિવુડના સેલિબ્રિટિ ના બાળકો પણ જોવા મળ્યા હતા, જેમાં શાહરુખ ખાનના દિકરાનું નામ બહાર આવ્યુ છે, આર્યન ખાન પાસેથી એનસીબીને વોટ્સઅપ ચેટ મળી છે, જેમાં ડ્ર્ગ્સ વિશે વાત થઇ હતી, હવે એનસીબીની ટીમ શાહરુખ ના સન આર્યન ખાન સાથે કાર્યવાહી કરી રહી છે, આ લિસ્ટમાં અરબાજ મર્ચન્ટ, મુનમુન ધમેચા, નુપુર સરીકા,ઇસ્મીત સિંગ, મોહક જસવાલ, વિક્રમ ચોકર, ગોમિત ચોપરાનો સમાવેશ થાય છે.
Eight persons — Aryaan Khan, Arbaaz Merchant, Munmun Dhamecha, Nupur Sarika, Ismeet Singh, Mohak Jaswal, Vikrant Chhoker, Gomit Chopra — are being questioned in connection with the raid at an alleged rave party at a cruise off Mumbai coast: NCB Mumbai Director Sameer Wankhede pic.twitter.com/KauOH2ULts
— ANI (@ANI) October 3, 2021
ક્રુઝ પર ડ્ર્ગ્સ પાર્ટી
#WATCH | Narcotics Control Bureau (NCB) detained at least 10 persons during a raid conducted at a party being held on a cruise in Mumbai yesterday
(Visuals from outside NCB office) pic.twitter.com/yxe2zWfFmI
— ANI (@ANI) October 2, 2021
આ ઘટનામાં NCB વધુ તપાસ કરી રહી છે, આ તપાસ વચ્ચે કૉર્ડેલિયા ક્રુઝના (The Cordelia Cruises) પ્રેંજિડ઼ેંટ અને સીઇઓ જુર્ગન બેલોમએ આ બાબતે કંપનીનો પક્ષ મુક્યો છે. આ ઘટના વિશે તેમણે જણાવ્યુ કે, નારકોટિક્સ ડિપાર્ટમેન્ટને ક્રુઝ પરના યાત્રિકોમાંથી ડ્ર્ગ્સ મળી આવ્યા છે. બેલોમેએ કહ્યું, આ યાત્રિયો ને ક્રુઝ પરથી કોર્ડ઼ેલિયા એ તરત જ શિપ પરથી ઉતારી દીધા હતા.
(The Cordelia Cruises) ક્રુઝ કંપનીએ લોકોને માફી માંગી
समंदर में रेव पार्टी!
मुंबई @narcoticsbureau की बड़ी कार्रवाई #LuxuryCruiseShip
से 8 से 10 लोग हिरासत में लिए गए उनमें से एक बहुत बड़े बॉलीवुड स्टार का बेटा भी है।
सुनिए क्या कहना है ज़ोनल डायरेक्टर समीर वानखेड़े का.. pic.twitter.com/V5RMr6byZm— sunilkumar singh (@sunilcredible) October 3, 2021
કોર્ડિલિયાએ (The Cordelia Cruises) મોડુ થતા શિપ પરના લોકોને માફી માંગી હતી, કારણ કે મનોરંજનના કારણે જે સમસ્યાઓ થઇ તેને લઇને માફી માગી હતી, સ્ટેજ શો, વિભિન્ન પ્રકારના લજીજ અને ગરબા ડાન્સ જેવા કાર્યક્રમોમાં રાહ જોવી પડી હતી. આ રેડ દરમિયાન ક્રુઝ પ્રબંધન અને કર્મચારીઓને દરેક સંભવિત તરીકેની NCB અધિકારીઓને સહયોગ મળ્યો હતો.
આ જહાજ મુંબઇ થી ગોવા જઇ રહ્યું હતુ, પોલીસ અધિકારીએ જણાવ્યુ કે, ઘણા યાત્રિકોની પાસે ડ્રગ્સ મેળવ્યો હતો. કોઇ પણ યાભિને જહાજથી ઉતરવામાં નહોતો દેવાયો. મામલાની તપાસ થઇ રહી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ક્રુઝથી લગભગ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બોલિવુડ સ્ટારના દિકરાનો પણ સમાવેશ થાય છે. 10 લોકોની ધરપકડ થઇ ગઇ છે.
જુઓ વીડિયો
શાહરુખ ખાનના દિકરા સાથે પણ થઇ પુછપરછ
આ ઘટનામાં બોલિવુડ સ્ટાર શાહરુખ ખાનના દિકરા આર્યનનું નામ પણ આવ્યુ છે, એનસીબી પુછપરછ પણ કરી રહી છે, ક્રુઝમાં જે પાર્ટી ચાલી રહી હતી, તેનો એક વીડિયો મળ્યો છે, એનસીબીએ તેમાં આર્યનને જોયો છે, અને પુછપરછ માં આર્યને જણાવ્યુ કે, મને ગેસ્ટના રુપમાં બોલાવવામાં આવ્યો હતો, પાર્ટીમાં સામિલ થવા માટે મને કોઇ પૈસા આપવામાં આવ્યા નહોતા, આર્યને દાવો કર્યો છે કે, ઓર્ગેનાઇઝરે તેમનાનામનો ઉપયોગ કરીને લોકોને પાર્ટીમાં બોલાવ્યા હતા. આ પાર્ટીમાં 600 થી વધુ હાઇપ્રોફાઇલ લોકો આવ્યા હતા.
આ પણ વાંચો: જ્યારે ટ્વિનકલ ખન્નાને ‘મંદાકિની’ જેવો શૉટ આપવા કહેવામાં આવ્યું
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4