Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / November 27.
Homeન્યૂઝમુંબઈ-કર્ણાટક પ્રદેશનું નામ ‘કિત્તુર કર્ણાટક’ રાખવામાં આવ્યું !

મુંબઈ-કર્ણાટક પ્રદેશનું નામ ‘કિત્તુર કર્ણાટક’ રાખવામાં આવ્યું !

KARNATAKA
Share Now

મુંબઈ-કર્ણાટક પ્રદેશનું નામ ‘કિત્તુર કર્ણાટક’ રાખવામાં આવ્યું, કર્ણાટકના કાયદા પ્રધાને કરી જાહેરાત છે.તો સાથે જ  કહ્યું હતુ કે અમે કિત્તુર કર્ણાટક પ્રદેશના વિકાસ માટે એક એક્શન પ્લાન તૈયાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ.તો તેમણે વધુમાં કહ્યુ કે માત્ર નામ બદલવા પુરતુ નથી, તે વિસ્તારના લોકોનું જીવન ધોરણ પણ સુધરવુ જોઈએ એ પણ એક અમારો હેતું છે.ટકના મુખ્યપ્રધાન બાસવરાજ બોમ્મઈએ (Basavaraj Bommai)આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે મુંબઈ-કર્ણાટક પ્રદેશનું નામ બદલવાની પ્રક્રિયા ‘આગામી દિવસોમાં’ થશે. ત્યારે આજે આ પ્રદેશનું નામ બદલીને કિતુર પ્રદેશ રાખવામાં આવ્યુ છે તો તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે.અને સાથે જ રાજ્યના કાયદા પ્રધાને આ અંગેની માહિતી આપી હતી.

 

  • મુંબઈ-કર્ણાટક પ્રદેશનું નામ 'કિત્તુર કર્ણાટક' રાખવામાં આવ્યું, કર્ણાટકના કાયદા પ્રધાને કરી જાહેરાત

Karnataka: કર્ણાટકના મુખ્યપ્રધાન બાસવરાજ બોમ્મઈએ (Basavaraj Bommai)આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે મુંબઈ-કર્ણાટક પ્રદેશનું નામ બદલવાની પ્રક્રિયા ‘આગામી દિવસોમાં’ કરવામાં આવશે.. ત્યારે આજે આ પ્રદેશનું નામ બદલીને કિતુર પ્રદેશ રાખવામાં આવ્યુ છે, રાજ્યના કાયદા પ્રધાને આ અંગેની માહિતી આપી હતી.કિત્તુર કર્ણાટક’ પ્રદેશના વિકાસ માટે એક એક્શન પ્લાન તૈયાર કરવા માટે તૈયાર છીએકર્ણાટક પ્રદેશ માટેના ભંડોળને આગામી બજેટમાં બમણું કરવામાં આવશે અને આ હેતુ માટે 3,000 કરોડની ફાળવણી કરવામાં આવશે. બોમ્માઈએ કહ્યું હતું કે,” હૈદરાબાદ-કર્ણાટક પ્રદેશનું નામ પહેલાથી જ ‘કલ્યાણ કર્ણાટક’ રાખવામાં આવ્યું છે.પરંતું હવેથી  આગામી કેબિનેટમાં અમે મુંબઈ-કર્ણાટકનું નામ બદલવાનો નિર્ણય લીધો છે, આવનારી કેબિનેટ બેઠકમાં તે પ્રદેશના નામ પર ચર્ચા કરવામાં આવશે.”તેમજ તેમણે દલીલ કરી હતી કે પ્રદેશમાં ફેરફારો 1956માં ત્યારે જ અમલમાં આવી જવો જોઇતો હતો.

મુંબઈ-કર્ણાટક ( Mumbai-Karnataka)કહેવાનો શો અર્થ શું ?

ઉત્તર કર્ણાટકમાં જિલ્લાઓના ક્લસ્ટરનું નામ બદલવા પાછળનું કારણ સમજાવતા બોમ્મઈએ જણાવ્યુ કે “કર્ણાટકના એકીકરણ પછી અમારા સરહદ વિવાદો શરૂ થયા હતા તેનું સમાધાન થઈ ગયું છે, પરંતુ તેમ છતાં હજુ પણ ક્યારેક ઝઘડાઓ થતાં જોવા મળે છે. શું હજુ પણ તેને કહેવાનો કોઈ અર્થ છે.તો તેમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું.મુખ્યમંત્રીએ સાથે એ પણ  જણાવ્યું હતું કે માત્ર નામ બદલવું પૂરતું નથી અને તેની સાથે તે વિસ્તારના સામાન્ય લોકોનું  જીવનધોરણ પણ સુધરવું જોઈએ. બોમ્મઈએ કહ્યું કે પ્રાદેશિક અસંતુલન અને અસમાનતાઓ પણ દૂર થવી જોઈએ અને તમામ પ્રદેશોએ એક સાથે વિકાસ કરવો જોઈએ. વધુમાં કહ્યું હતું કે તેમની સરકાર હવે રાજ્યના કોઈપણ પ્રદેશને અવિકસિત છોડવાની પ્રતિજ્ઞા લીધી છે.તો સાથે જ તેમને રાજયને વધુ આગળ લાવવાનો વિચાર પણ કહ્યો હતો. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Share

No comments

leave a comment